Gujarat Top News: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી,શિક્ષણ કે પછી કોરોના વેક્સિન અંગેના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ જાહેર થયું,વિરમગામમાં કોરોના વેક્સિનની અછતથી લોકોને હાલાકી,પંચામૃત ડેરીએ કિલો દીઠ ફેટમાં 10 રૂપિયાનો કર્યો વધારો, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી,શિક્ષણ કે પછી કોરોના વેક્સિન અંગેના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 5:30 PM

1. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર,691 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી ધોરણ12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.ઉપરાંત,691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરવામાં સફળતા મળી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:Gujarat Board GSEB 12th Result 2021: ધોરણ12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર,691 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

2.અપુરતા ઇવીએમના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરાશે

ગુજરાતમાં અપુરતા ઈવીએમના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં આગામી ડિસેમ્બર માસમાં 10312 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ ગ્રામ પંચાયત સદસ્યો તથા સરપંચ માટે 1.20 લાખથી વધુ ઈવીએમની જરૂર છે. ત્યારે ઈવીએમની અછતને પગલે મતપેટીથી મતદાન થશે. જેના લીધે રાજ્ય ચૂંટણી પંચે 1.20 લાખ બેલેટ પેપર તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : અપુરતા ઇવીએમના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરાશે

3.જીસીસીઆઇની ચૂંટણી 20 થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની શક્યતા

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી 20 થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજાઇ શકે છે. જેમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની માસિક કારોબારીમાં અધિકારીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંગળવાર સુધી ચૂંટણી અધિકારીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : જીસીસીઆઇની ચૂંટણી 20 થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની શક્યતા

4.ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ હરિધામ સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહના દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હરિપ્રસાદ મહારાજે શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું હતું. તેમજ તેમણે હિન્દૂ સંસ્કૃતિ માટે ખૂબ યોગદાન આપ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Vadodara : ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા

5.વિરમગામના ત્રણ કોરોના રસીકરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગી

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ત્રણ રસીકરણ કેન્દ્ર પર રસીકરણ માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. જેમાં રસી લેવા માટે વહેલી સવારથી જ લોકો ઉમટ્યા હતા.વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાથી લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad: વિરમગામના ત્રણ કોરોના રસીકરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગી

6.કોર કમિટીની બેઠકમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે લેવાશે નિર્ણય

રાજ્યમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે.તેઓએ જણાવ્યું કે,કોર કમિટીની બેઠકમાં નિર્ણય લઈને પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat Education: રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાના સંકેત,જાણો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શું આપ્યું નિવેદન

7.પંચમહાલની પંચામૃત ડેરીએ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો

પંચામૃત ડેરીની 48મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા કિલો ફેટ દીઠ 10 રૂપિયાના વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખ દૂધ ઉત્પાદકોને લાભ મળશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Panchmahal : દૂધ ઉત્પાદકો માટે ખુશખબર, પંચામૃત ડેરીએ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો

8.ત્રીજી લહેર પહેલા નવસારી તંત્ર એક્શનમાં, ભીડવાળા વિસ્તારોમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કોરોના ટેસ્ટિંગ

નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે,ત્યારે નવસારી જિલ્લા કલેકટર દ્વારા ફ્લાઈંગ સ્ક્વોડ બનાવી ભીડભાળ વાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Navsari: ત્રીજી વેેવ પહેલા નવસારી જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં, ભીડવાળા વિસ્તારોમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કોરોના ટેસ્ટિંગ

9.રાજકોટમાં ધાતુઓના ભાવમાં વધારાથી MSME ઉદ્યોગ મુશ્કેલીમાં, કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માગ

રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ સ્ટીલ, કોપર, લોખંડ, એલ્યુમિનીયમના ભાવમાં બેફામ વધારો થતા મુશ્કેલીમાં મુકાયો છે. કોરોનાની બીજી લહેર બાદ સ્ટીલના ભાવ 50 ટકા વધી ગયા છે. જેના પગલે ઓટોમોબાઈલ, ડીઝલ એન્જિન, હાર્ડવેર, કિચનવેરની ઘર ઉપયોગી ચીજોના ભાવ વધ્યા છે. ત્યારે MSME ઉદ્યોગોએ કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માગ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : ધાતુઓના ભાવમાં વધારાથી MSME ઉદ્યોગ મુશ્કેલીમાં, કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માગ

10.રાજકોટમાં 142 કેન્દ્રો પર સિનિયર કલાર્કની પરીક્ષા યોજાઈ

રાજકોટમાં આજે ગુજરાત ગૌણ સેવા આયોગના સિનીયર ક્લાર્કની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 36 હજારથી વધારે વિધાર્થીઓ પરીક્ષા આપી છે. રાજકોટમાં 142 કેન્દ્રો અને 900થી વધારે બ્લોકમાં આ પરીક્ષા યોજાઇ હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot: ગૌણ સેવા આયોગના સિનીયર ક્લાર્કની 142 કેન્દ્રો અને 900થી વધારે બ્લોકમાં પરીક્ષાનું આયોજન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">