Gujarat Top News: રાજ્યમાં વરસાદ,રાજકીય હલચલ કે હાઈકોર્ટને લગતા મહત્વના સમાચાર, જાણો માત્ર ક્લિકમાં

રાજ્યમાં ક્યારે થશે વરસાદનું આગમન,હાઈકોર્ટ દ્વારા શું લેવાયો મહત્વનો નિર્ણય,સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યા શહેરમાં કરવામાં આવશે,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં વરસાદ,રાજકીય હલચલ કે હાઈકોર્ટને લગતા મહત્વના સમાચાર, જાણો માત્ર ક્લિકમાં
Gujarat Top News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 6:05 PM

1. ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે સારા વરસાદની કરી આગાહી

આ વર્ષે ચોમાસુ લાંબુ ખેંચાતા ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદને લઈને ચિંતિત બન્યા છે. તેવામાં ગુજરાતના હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 17 ઓગસ્ટ બાદ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ સમાચાર વિગતવાર વાંચો:  Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી, જાણો ક્યારે થશે ચોમાસુ એક્ટિવ

2. વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારી શરૂ કરી છે. ‘જન આશીર્વાદ યાત્રા’ સંગઠનના આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાનો સાથે રાજ્યના પ્રધાનો પણ જોડાય તેવી શક્યતા છે. 16થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની યાત્રામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજર રહેશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે

3. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, પેપરલેસ ઈ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે

ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હાઈકોર્ટમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા કોર્ટ સુધી જવું નહીં પડે. કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં પેપરલેસ ઈ-સેવા કેન્દ્ર શરૂ કરાશે. ઈ-સેવા કેન્દ્રથી અરજદારો, વકીલો, પક્ષકારોના સમયનો બચાવ થશે. ઉપરાંત માય કેસ સ્ટેટ્સ મારફતે કોર્ટમાં જમા કરાવવા પડતા ડોક્યુમેન્ટ સરળતાથી સબમિટ થઈ શકશે.

આ સમાચાર વિગતવાર વાંચો:  AHMEDABAD : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય, પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ થશે

4. રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણીને લઈને જૂનાગઢમાં તડામાર તૈયારીઓ

15મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં યોજાનાર છે, જેને લઈને આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીઅને રાજ્યપાલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Junagadh: રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

5. મહાનગર પાલિકા અને નગર પાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રૂ.250 કરોડ ગ્રાન્ટને મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણીને મંજૂરી આપી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  GANDHINAGAR : મનપા અને નપાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રૂ.250 કરોડ ગ્રાન્ટને મંજૂરી

6. બાયો ડિઝલના કાળા કારોબાર મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનો હુંકાર

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બાયો ડિઝલનો કાળો કારોબાર ખુબ જ વધ્યો છે. ત્યારે બાયો ડિઝલના કાળા કારોબાર પર રાજયના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે બાયો ડિઝલનો કાળો વેપાર 100 ટકા નાબુદ થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે. આ સાથે આ મામલે પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને મોટાપાયે દરોડાની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : બાયો ડિઝલના કાળા કારોબાર મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનો હુંકાર

7. ભાવનગરમાં સ્વાઈન ફ્લૂની એન્ટ્રી, 30 વર્ષનો યુવાન સંક્રમિત હોવાની પુષ્ટિ

ભાવનગરમાં કોરોના બાદ વધુ એક બિમારીએ માથુ ઉંચક્યુ છે, ભાવનગરમાં 30 વર્ષના સ્વાઈન ફ્લૂથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સ્વાઈન ફ્લૂને પગલે હાલ શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Bhavnagar: ભાવનગરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, 30 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ

8. નર્મદ યુનિવર્સિટીમાં 24 ઓગસ્ટે પદવીદાન સમારંભ, શિક્ષણમંત્રી રહેશે હાજર

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો 52મો પદવીદાન સમારંભ આગામી 24 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે. જેમાં Master of Philosophy અને PHDમાં 26 પદવી મળીને કુલ 4,622 પદવીઓ એનાયત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા હાજર રહેશે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Surat : નર્મદ યુનિવર્સીટીનો પદવીદાન સમારંભ 24મીએ, શિક્ષણમંત્રી રહેશે હાજર

9. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે

રિવરફ્રન્ટ પર સહેલાણીઓ હવેથી પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ માટે પેસેન્જર ક્રુઝ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આજે સાંજથી પેસેન્જર ક્રુઝ બોટ મુલાકાતીઓ માટે શરૂ થશે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે

10. સુરતમાં આશાદીપ ઈન્ટરનેશનલ સ્કુલમાં ફી બાબતે વાલીઓનો વિરોધ

કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક હાલત કફોડી છે. છતાં રાજયની કેટલીક શાળાઓ ફી બાબતે કોઈ બાંધછોડ કરવા માગતી નથી. સુરત શહેરમાં પણ ઘણી શાળાઓ ફી બાબતે અડગ વલણ અપનાવી રહી છે. શહેરના યોગી ચોક ખાતેની આશાદીપ ઈન્ટરનેશનલ સ્કુલમાં ફી બાબતે વિવાદ થયો છે. ફી બાબતે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  SURAT : આશાદીપ ઇન્ટરનેશનલ સ્કુલમાં ફી બાબતે વાલીઓનો વિરોધ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">