Gujarat Top News : રાજ્યમાં જન્માષ્ટમીની ઉજવણી કે વરસાદને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં આગામી બે દિવસ સુધી સારા વરસાદની આગાહી, જન્માષ્ટમીની ઉજવણી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લાડુ વિતરણ રથને પ્રસ્થાન કરાવ્યું, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

Gujarat Top News : રાજ્યમાં જન્માષ્ટમીની ઉજવણી કે વરસાદને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

1.હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ સુધી સારા વરસાદની કરી આગાહી

આજથી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GOOD NEWS : આજથી બે દિવસ સુધી વરસાદની પધરામણી થશે, હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી

 

2.જન્માષ્ટમી પર્વ પર દ્વારકા નગરીમાં 1300 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વનો વિશેષ મહિમા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભકતો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે દેશભરમાંથી આવતા હોય છે. ગત વર્ષે કોરોના કારણે ભકતોને મંદિરમાં પ્રવેશની પરવાનગી આપવામાં નહોતી આવી, ત્યારે આ વખતે બે વર્ષ બાદ જન્માષ્ટમીની ઉજવણી માટે ભકતોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે સુરક્ષા માટે 1300 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Devbhoomi Dwarka : જન્માષ્ટમી પર્વ પર દ્વારકાનગરીમાં 1300 સુરક્ષા જવાનો ફરજ પર તૈનાત

 

3.જગત મંદિરમાં મુસ્લિમ પરિવારની 4 પેઢીથી અનોખી ઇશ્વર ભક્તિ

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામા જગતમં દિરમાં એક મુસ્લિમ પરીવાર પોતાની આસ્થા સાથે કલા પ્રદર્શિત કરીને કોમી એકતાનો સંદેશો ફેલાવે છે. ભગવાન શ્રીદ્વારકાધીશની આરતી સમયે સવાર-સાંજ મંદિરની બહાર ઢોલ અને શરણાઈના શૂર લહેરાવીને 4 પેઢીથી એક પરીવારના સભ્યો પોતાની કલા દ્વારા પરંપરા નિભાવી રહ્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Devbhoomi Dwarka : જગતમંદિરમાં આસ્થા, કલા, પરંપરાનો સમન્વય, મુસ્લિમ પરિવારની 4 પેઢીથી અનોખી ઇશ્વરભક્તિ

 

4.અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઇને ઉત્સાહનો માહોલ, ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે

ઇસ્કોન મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમી મહામહોત્સવ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસ.જી. હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. જો કે કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમી નિમિતે દર્શનાર્થીઓ માટે મંદિરમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દર્શન કરવામાં આવશે. મંદિર પરિસરમાં 200 દર્શનાર્થીઓ માટે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઇને ઉત્સાહનો માહોલ, ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે

 

5.ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લાડુ વિતરણ રથને પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર સંસદીય મત વિસ્તારને કુપોષણમુક્ત બનાવવા ખાસ અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે આજે અમિત શાહે સગર્ભા માતાઓને પૌષ્ટિક લાડુ વિતરણ કરવાના રથને પ્રસ્થાન કરાવ્યું હતુ. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં 7000 સગર્ભાને દર મહિને 15 મગસના લાડુ પહોંચાડવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લાડુ વિતરણ રથને પ્રસ્થાન કરાવ્યું, સગર્ભા માતાઓને પૌષ્ટિક લાડુનું વિતરણ કરાયું

 

6.રાજ્યમાં વરસાદ ખેંચાતા સિંચાઇ સહિત પીવાના પાણીની સમસ્યા

રાજ્યમાં વરસાદ ખેંચાતા અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. પરંતુ જો વરસાદ હજુ પણ ખેંચાશે તો રાજ્યનું ચિત્ર વધુ બિહામણું સાબિત થશે. કારણ કે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ ખેંચાતા સિંચાઇ સહિત પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : વરસાદ ખેંચાતા સિંચાઇ સહિત પીવાના પાણીની સમસ્યા, ખેતીના પાકને નુકસાનની ભીતિ

 

7.રાજ્યમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂરો કરવા ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીની ભલામણ

રાજ્યમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બે તબક્કામાં વહેંચીને પૂરો કરવા માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીના 30 સભ્યો દ્વારા આ ભલામણ કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો : Gujarat : બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂરો કરવા ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીની ભલામણ

 

8.અમદાવાદમાં IRCTC એ મુસાફરોને આકર્ષવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો

અમદાવાદમાં IRCTC દ્વારા મુસાફરોને આકર્ષવાનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ચાલુ તેજસ ટ્રેનમાં બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવશે અને લકી ડ્રો મારફતે મુસાફરને ગિફ્ટ પણ આપવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો :  Ahmedabad : Irctc નો મુસાફરોને આકર્ષવાનો નવતર પ્રયોગ, ચાલુ તેજસ ટ્રેનમાં શરૂ કર્યું બર્થ ડે સેલિબ્રેશન, તો લકી ડ્રો મારફતે મુસાફરને ગિફ્ટ અપાશે

 

9.ડાંગ, ભરૂચ અને વડોદરામાં ધીમી ધારે વરસાદનું આગમન

ગુજરાતમાં વરસાદની રાહ જોવાઇ રહી છે, ત્યારે આજે ભરૂચ અને ડાંગ પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો છે અને ગત મોડી રાત્રે વડોદરા શહેરમાં પણ વરસાદ નોંધાયો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો : Gujarat : આવ રે વરસાદ !!! ડાંગ, ભરૂચ અને વડોદરામાં ઝરમર વરસાદ નોંધાયો

 

10.વડોદરામાં ગણેશોત્સવ ઉજવવા આયોજકો મક્કમ, 200થી વધારે ગણેશ મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય

વડોદરામાં ગણેશોત્સવ ઉજવવા આયોજકો મક્કમ જોવા મળી રહ્યા છે. 200 થી વધારે ગણેશ મંડળની બેઠકમાં ગણેશોત્સવ ઉજવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો : Vadodara : ગણેશોત્સવ ઉજવવા આયોજકો મક્કમ, 200થી વધારે ગણેશ મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati