Gujarat Top News:રાજ્યમાં વેક્સિનેશન, સુખાકારી દિવસની ઉજવણી કે વરસાદને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં આજે આઠમાં દિવસે શહેરી સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.ઉપરાંત ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારા અને દેશને ગૌરવ અપાવનારા ખેલાડીઓ માટે મોરારીબાપુએ 57 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

Gujarat Top News:રાજ્યમાં વેક્સિનેશન, સુખાકારી દિવસની ઉજવણી કે વરસાદને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Top News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 5:30 PM

1.રાજ્યમાં આજે શહેરી સુખાકારી દિવસની ઉજવણી, 5001 કરોડના વિકાસકામોનો શુભારંભ

રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં આજે આઠમાં દિવસે શહેરી સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં રાજ્યભરમાં 40 સ્થળોએ જનસુખાકારીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદ મહા નગરપાલિકામાં વર્લ્ડ બેંકની મદદથી ડ્રેનેજ-સ્ટ્રોમ વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રૂ.3000 કરોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.ઉપરાંત,સમગ્ર રાજ્યમાં 5001 કરોડના વિકાસકામોનો શુભારંભ કરવામાં આવ્યો.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે શહેરી સુખાકારી દિવસની ઉજવણી, 5001 કરોડના વિકાસકામોનો શુભારંભ-લોકાર્પણ 

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

2.કથાકાર મોરારીબાપુએ ઓલમ્પિક ખેલાડીઓ માટે 57 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત

ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારા અને દેશને ગૌરવ અપાવનારા ખેલાડીઓ પર ચારે તરફ ઇનામની વર્ષા થઇ રહી છે. ત્યારે પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ પણ ઓલમ્પિક ખેલાડીઓ માટે 57 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઓલમ્પિકમાં ભાગ લેનારા ટોટલ 288 ખેલાડીઓને મોરારીબાપુએ 25-25 હજાર આપવાની કરી જાહેરાત કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: કથાકાર મોરારીબાપુએ ઓલમ્પિક ખેલાડીઓ માટે રુ.57 લાખ આપવાની કરી જાહેરાત

3.રાજ્યમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ, 6.01 લાખ લોકોને રસી અપાઈ

રાજ્યમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે.રાજ્યમાં ગઈકાલે 7 ઓગષ્ટે એક જ દિવસમાં 6,01,720 લોકોને કોરોના આપવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.61 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.મહાનગરોમાં રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ, 7 ઓગષ્ટે 6.01 લાખ લોકોને રસી અપાઈ

4.ભારત-પાકિસ્તાન યુદ્ધની 50મી વર્ષગાંઠની ઉજવણી, વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચી

ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવવામાં આવ્યું અને વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને આવી પહોચી હતી. જામનગરના સૌથી વરિષ્ઠ યુદ્ધ વેટરન એર કોમોડોર સ્ટેશન મ્યુઝિયમ ખાતે સ્વર્ણિમ વિજય વર્ષ વિક્ટરી મશાલના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર વિગતવાર વાંચો: JAMNAGAR : 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધની 50મી વર્ષગાંઠની ઉજવણી, વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોચી

5.અમદાવાદમાં એક જ સ્થળે 65,000 વૃક્ષો વાવી સ્મૃતિ વન ઉભું કરાશે, CM રૂપાણીના હસ્તે શરૂઆત

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્લોટ તેમજ રિવરફ્રન્ટમાં વૃક્ષો વાવી 16 ટકા વિસ્તારને ગ્રીન કવરમાં આવરી લેવાના પ્રયાસ રૂપે રવિવારથી મુખ્ય પ્રધાનના હસ્તે વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગોતા-ઓગણજ વિસ્તારમાં જાપાનની ‘મિયાવાકી’પધ્ધતિથી 65,000 જેટલા વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad માં એક જ સ્થળે 65,000 વૃક્ષો વાવી સ્મૃતિ વન ઉભું કરાશે, સીએમ રૂપાણીના હસ્તે વૃક્ષારોપણથી શરૂઆત

6.સુરત શહેરમાં ત્રણ-ચાર દિવસના ઉકળાટ બાદ ફરી વરસાદ, વાતવરણમાં પ્રસરી ઠંડક 

શહેરમાં ત્રણ-ચાર દિવસના ઉકળાટ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ધીમી ધારે વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: SURAT : ત્રણ-ચાર દિવસના ઉકળાટ બાદ શહેરમાં ફરી વરસાદ, વાતવરણમાં ઠંડક પ્રસરી

7.અમદાવાદમાં વેપારીઓ અને ખાનગી કંપનીના કર્મચારીઓ માટે રસીકરણ ચાલુ

અમદાવાદમાં રવિવારે વેપારીઓ અને કોમર્શિયલ એકમના કર્મચારીઓને જ રસી આપવામાં આવી.ઉલ્લેખનીય છે કે,વેપારીઓને 15 ઓગસ્ટ સુધીમાં રસી લેવી ફરજિયાત છે. 15 જૂલાઈ સુધીમાં માત્ર 20,494 જેટલા વેપારીએ જ રસી લીધી હતી.બાદમાં 15 ઓગસ્ટ સુધી મુદ્દત વધારવામાં આવી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : વેપારીઓ અને ખાનગી કંપનીના કર્મચારીઓ માટે રસીકરણ ચાલુ ,અનેક સેન્ટર પર વ્યવસ્થા

8.લાંબા વિરામ બાદ ફરી છોટાઉદેપુર જિલ્લાના 4 તાલુકામાં ધોધમાર વરસાદ

છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજા મહેરબાન થયા છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા પૈકી 4 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, સંખેડા તાલુકામા ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: CHHOTA UDEPUR : લાંબા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજા મહેરબાન, જિલ્લાના 6 તાલુકા પૈકી 4 તાલુકામાં ધોધમાર વરસાદ

9.જુનિયર ડોકટરોની હડતાળનો પાંચમો દિવસ, અમદાવાદમાં રક્તદાન કેમ્પ યોજીને વિરોધ દર્શાવાયો

જુનિયર તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસે અમદાવાદ શહેરમાં બી.જે. મેડીકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજીને તબીબોએ વિરોધ દર્શાવ્યો.રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા જુનિયર ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપ્યા છે. સામે જુનિયર ડોકટરો પણ પોતાની માંગ સાથે અડગ છે.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળનો પાંચમો દિવસ, બી.જે. મેડીકલ કોલેજમાં રક્તદાન કેમ્પ કરી વિરોધ દર્શાવાયો

10.અમદાવાદમાં કોવેક્સિન રસીનો બીજો ડોઝ મેળવવામાં લોકોને હાલાકી

અમદાવાદ શહેરમાં કોવેક્સિન રસીનો બીજો ડોઝ મેળવવામાં લોકોને હાલાકી પડી રહી છે. જેમાં શહેર અને જિલ્લામાં કોવેક્સિનના બીજા ડોઝની અછતને લીધે લોકોને સહન કરવાનો વારો આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad: કોવેક્સિન રસીનો બીજો ડોઝ મેળવવામાં લોકોને હાલાકી, યોગ્ય વ્યવસ્થા કરવા માંગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">