Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, વિકાસ કામોનું લોકાર્પણ કે કોરોના વેક્સિનેશન અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા,વિકાસ કામોનું લોકાર્પણ ,અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, વિકાસ કામોનું લોકાર્પણ કે કોરોના વેક્સિનેશન અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat top News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 5:09 PM

1.રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasma)એ જણાવ્યુ હતુ કે રાજ્ય કોર કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ કરવાામાં આવશે. વધુમાં જણાવ્યુ કે આ પહેલા કોલેજ અને ધોરણ 6થી 12ની શાળા ખોલવામાં રાજ્ય સરકાર સફળ રહી હોવાનું જણાવ્યુ હતુ.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આ સમાચાર વિગતવાર વાંચો:  Gujarat : ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા, નિષ્ણાત તબીબો-શિક્ષણવિદ્દોની સલાહ લેવાશે : શિક્ષણમંત્રી

2. વડોદરાના પાદરામાં આધુનિક R&D સેન્ટરનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાદરામાં આધુનિક R&D સેન્ટરનું લોકાર્પણ કર્યુ, તેમણે જણાવ્યું કે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલી, ડાયમંડ અને ટેકસટાઈલ હબ-કેપિટલ બન્યુ છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Vadodara : પાદરામાં આધુનિક R&D સેન્ટરનું લોકાર્પણ, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલી હબ-કેપિટલ બન્યુ છે : CM

3. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું “દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં”

દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમી લાઈફ સાયન્સીસના આધુનિક રિચર્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાતમાં 1.2 ટકા બેરોજગારી દર છે તો અન્ય રાજ્યોમાં બેરોજગારી દર 20 ટકાની ઉપર છે.

આ સમાચાર વિગતવાર વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં

4. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 14 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. જેમાં વડોદરા અને સુરતમાં 5-5 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર અને નવસારીમાં માત્ર 1-1 કેસ નોંધાયા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા, મૃત્યુઆંક શૂન્ય

5. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. કોરોના મહામારીના કેસો ઓછા થતાં હવે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ ભરડો લીધો છે. શહેરમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના રોગોથી 17 દર્દીના મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  AHMEDABAD : શહેરમાં રોગચાળો વકર્યો, 20 દિવસમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી 17 દર્દીના મૃત્યુ

6. સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના લીંબાયત, પર્વતપાટિયા, પુણાગામ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : વહેલી સવારથી પડેલા વરસાદથી સુરત થયું પાણી પાણી

7. રાજકોટમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં, જિલ્લામાં 78 ટકા રસીકરણ

રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝનું રસીકરણ 78 ટકા સુધી પહોંચ્યુ, જેમાં સૌથી વધારે રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે, જેથી ટકાવારી 95 ટકા છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  રાજકોટમાં જિલ્લામાં 78 ટકા રસીકરણ,આ કારણથી વિંછીયા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ

8. સોમવતી અમાસે સોમનાથમાં ભક્તોનું મહેરામણ ઉમટયું, આજથી વર્ચ્યુઅલ પૂજનની વ્યવસ્થા કરાઈ

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. ત્યારે આ નિમિતે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું છે. સોમવતી અમાસે મહાદેવના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટયા હતા. મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો:  Girsomnath : સોમવતી અમાસે સોમનાથમાં ભક્તોનું મહેરામણ ઉમટયું, આજથી વર્ચ્યુઅલ પૂજનની વ્યવસ્થા કરાઇ

9. MLA છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર, જંગલની જમીન પર અતિક્રમણનો આક્ષેપ કર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો છે. મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં તેમણે આક્ષેપો કર્યા છે કે જંગલની જમીન પર શક્તિશાળી લોકો દ્વારા અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમણે જંગલની જમીનની માપણી કરી તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: BHARUCH : MLA છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર, જંગલની જમીન પર શક્તિશાળી લોકો દ્વારા અતિક્રમણનો આક્ષેપ કર્યો

10. સુરતમાં હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ

સુરતમાં હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. વોટર બર્થ ડિલિવરી માટે 6’3 ફૂટનો હૂંફાળા પાણીનો બેધીંગ પુલ બનાવવામાં આવ્યો છે. જેમાં અંદાજે 300થી 500 લીટર સુધીનો સ્ટરીલાઈઝડ કરેલું પાણી ભરવામાં આવે છે. તેને મહિલાના શરીર પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">