Gujarat Top News: રાજ્યમાં મહાનગરપાલિકાના હોદ્દેદારોની મહત્વની બેઠક, વરસાદ કે કોરોના અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં

CM Rupaniની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાના હોદ્દેદારોની મહત્વની બેઠક, રાજ્યમાં કુલ 226 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં મહાનગરપાલિકાના હોદ્દેદારોની મહત્વની બેઠક, વરસાદ કે કોરોના અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં
Gujarat Top News

1. આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે ગુજરાતમાં રોકાણ કરશે: CM વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો.ફૂકહોરી યાસુકાતા સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું હતુ કે “આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતને આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણોમાં સહભાગી થશે.”

 

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે ગુજરાતમાં રોકાણ કરશે, FDI રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન : સીએમ

 

2.CM Rupaniની અધ્યક્ષતામાં આજે મહાનગરપાલિકાના હોદ્દેદારોની મહત્વની બેઠક

CM રૂપાણી દ્વારા બોલવવામાં આવેલી આ બેઠકમાં મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. તેમજ શહેરોના માળખાકીય વિકાસ માટે ટીપી સ્કીમના અમલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  CM Rupani ની અધ્યક્ષતામાં આજે સાંજે મહાનગરપાલિકાના હોદ્દેદારોની મહત્વની બેઠક

 

3. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા, મૃત્યુઆંક શૂન્ય

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં 6-6 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જો કે મૃત્યુઆંક શૂન્ય રહ્યો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:Gujarat : 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા, મૃત્યુઆંક શૂન્ય, 5. 32 લાખ લોકોનું રસીકરણ કરાયું

 

4. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 226 તાલુકામાં મેઘમહેર

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 226 તાલુકામાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીરસોમનાથના સૂત્રાપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે.ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : છેલ્લા 24 કલાકમાં કુલ 226 તાલુકામાં મેઘમહેર, સૂત્રાપાડામાં 10 ઇંચ વરસાદ, માણાવદર-માંગરોળમાં 7 ઇંચથી વધારે વરસાદ

 

5. પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફલો, ડેમના 59 દરવાજા ખોલાયા

ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષ પણ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે. ત્યારે ડેમના કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યુ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Bhavnagar : પાલીતાણાનો શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફલો, ડેમના 59 દરવાજા ખોલાયા

 

6. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ગોંડલમાં સાડા 5 ઇંચ વરસાદ નોંધાયો

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. રાજકોટ જિલ્લામાં એક ઈંચથી છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં સાડા 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

7. અમરેલીમાં સતત વરસાદથી ધાતરવડી ડેમ-2 ઓવરફલો, સુરવો ડેમમાં નવા નીરની આવક

બુધવારે અમરેલીમાં પડેલા ભારે વરસાદને કારણે વડીયાના સુરવો ડેમમાં દોઢ ફૂટ નવા નીરની આવક થઈ છે. ઉપરાંત સતત વરસાદને કારણે ધાતરવડી ડેમ-2 પણ ઓવરફલો થયો છે, ત્યારે આસપાસના નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Amreli : સતત વરસાદથી ધાતરવડી ડેમ-2 ઓવરફલો, સુરવો ડેમમાં નવા નીર આવ્યા

 

8. રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પહેલા ભાજપના બંન્ને જુથો પાટીલના શરણે

ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી સંસ્થાની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા મેન્ડેન્ટ આપવાની પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરતા રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપના આ નિર્ણયથી ડી.કે.સખિયા અને હરદેવસિંહ જુથ તથા ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું જુથ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પહેલા ભાજપના બંન્ને જુથો પાટીલના શરણે !

 

9. સુરત શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે દવાઓનો બમણો સ્ટોક કરવામાં આવશે

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ દ્વારા બીજી લહેરમાં વપરાયેલી દવાઓનો બમણો સ્ટોક ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા બીજી લહેરમાં વપરાશમાં લેવાયેલી દવાઓનું લિસ્ટ આરોગ્ય વિભાગને મોકલી દેવામાં આવ્યુ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે દવાઓનો બમણો સ્ટોક કરાશે

 

10. રાજકોટના લોધિકા વાજડી વડ ગામે રામજી મંદિરની ધજા પર વીજળી પડી

રાજકોટના લોધિકાના વાજડી વડ ગામે ભારે વરસાદને પગલે વીજળી પડી હતી. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ વીજળી વાજડી ગામના રામજી મંદિરની ધજા પર પડી હતી. તેમજ વીજળી પડતા રામજી મંદિરના શિખરને નુકસાન થયું છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: વિડીયો : રાજકોટના લોધિકા વાજડી વડ ગામે રામજી મંદિરની ધજા પર વીજળી પડી

Click on your DTH Provider to Add TV9 Gujarati