Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના તાજા સમાચાર

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના તાજા સમાચાર
Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

ગુજરાતમાં અમતિ શાહના અમદાવાદ પ્રવાસમાં ફેરફાર,GPSC પરિક્ષાનું પરિણામ જાહેર, ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Nirupa Duva

| Edited By: Utpal Patel

Jul 07, 2021 | 3:25 PM

1.કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના અમદાવાદ પ્રવાસમાં  ફેરફાર થયો 

અમિત શાહના અમદાવાદ પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 10 જૂલાઇએ સાંજે અમદાવાદ આવશે. 11મીએ સાણંદ APMC ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે, 12મીએ જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લેશે.સાણંદ-બાવળામાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસકાર્યોનું  લોકાર્પણ કરશે.

2. GPSC ક્લાસ 1 અને 2 ની ત્રણ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, 681 ઉમેદવારોની ઈન્ટરવ્યું માટે પસંદગી

GPSC Result Declare : ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (GPSC) દ્વારા લેવાયેલા ક્લાસ 1 અને 2 ની મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ (GAS) ક્લાસ 1, ગુજરાત સિવિલ સર્વિસ (GCS) ક્લાસ 1 અને 2 તેમજ ગુજરાત સ્ટેટ મ્યુનિસિપલ ચીફ ઓફિસર ક્લાસ 2 ની મેઈન પરીક્ષામાં પાસ થયેલા 681 ઉમેદવારોની ઈન્ટરવ્યું માટે પસંદગી કરવામાં આવી છે.

3.ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને કેબિનેટ બેઠકમાં મળી બહાલી

અમદાવાદમાં  ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ  કેબિનેટ બેઠકમાં રથયાત્રાને બહાલી મળી છે. કેબિનેટ બેઠક બાદ ગૃહપ્રધાને આ સંકેત આપ્યા  છે. મોડી સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર પોલીસનું ફુટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને બેઠક યોજાઇ હતી.

4.ગુજરાત કોંગ્રેસ દ્વારા આજથી જન ચેતના અભિયાન શરુ, કોંગ્રેસના સરકાર પર પ્રહારો

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજથી જન ચેતના અભિયાન શરૂ કરાયું છે, કોંગ્રેસ રાજ્યમાં જુદાજુદા સ્થળ પર મોંઘવારીના મુદ્દાને લઈને કાર્યક્રમો કરશે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે એકસાઇઝ ડ્યુટી વધારીને સરકાર લૂંટ ચલાવી રહી છે.

5. ગુજરાત યુનિવર્સિટી અને કોલેજના નિવૃત્ત અધ્યાપકોને સાતમા પગારપંચનો લાભ મળશે

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાતમા પગારપંચનો લાભ આપવા અંગે ઝડપથી નિર્ણય લેવા હુકમ કર્યો છે. આ અંગે 2 ઓગસ્ટ સુધીમાં જરૂરી નિર્ણય હાઈકોર્ટને જાણ કરવા આદેશ કરાયો છે. નિવૃત અધ્યાપકોને હાલ છઠ્ઠા પગાર પંચનો લાભ મળી રહ્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે સરકારને ઝડપથી નિર્ણય લેવા આદેશ આપ્યા છે.

6. જૂલાઈ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની રીએન્ટ્રી થવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પરંતુ ત્યારબાદ વરસાદમાં વિરામ જોવા મળ્યો છે. 10 જૂલાઈ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની રીએન્ટ્રી થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે 11 જૂલાઈ બાદ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉદ્દભવી શકે છે. 10 જૂલાઈ બાદ ગુજરાતમાં વરસાદની રિએન્ટ્રી થશે.

 7.સિંચાઇ વિભાગના નિવૃત કર્મચારી  રમેશ ફેફરના ઘરે વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી

પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર ગણાવનાર સિંચાઇ વિભાગના નિવૃત કર્મચારી રમેશ ફેફરના કરતૂતનો પર્દાફાશ કરવા વિજ્ઞાન જાથાની ટીમ તેના ઘરે પહોંચી હતી. વિજ્ઞાન જાથાની ટીમને જોઇને રમેશ ફેફરે પોતાનું ઘર અંદરથી બંધ કરી દીધું હતું. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું હતું કે રમેશ માનસિક રીતે રોગી છે.તે જે વાતો કરે છે તે અંધશ્રધ્ધા ફેલાવતી વાતો છે જેને લઇને આજે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાશે.

8. અમદાવાદમાં ગ્રાહક કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, 

અમદાવાદમાં બ્રાન્ડ ફેક્ટરી મોલમાં કેરી બેગના દસ રૂપિયા ચાર્જ લેવા મામલે ગ્રાહક સુરક્ષા  કોર્ટનો ઉદાહરણરૂપ ચુકાદો આવ્યો છે. ગ્રાહક કોર્ટે પોતાના ચુકાદામાં ટાંકયું છે કે ફરિયાદીના કહેવા મુજબ એમની માંગણી યોગ્ય છે અને તેઓ તેમના ખોટી રીતે લેવાયેલા 10 રૂપિયાના તેઓ હકદાર છે. ચુકાદામાં કોર્ટે ગ્રાહકને દસ રૂપિયા થેલીના એનું આઠ ટકા વ્યાજ સહિત હેરાનગતિની રૂપિયા એક હજારની રકમ તેમજ ખર્ચ પેટે રૂપિયા 500 ચુકવવાનો આદેશ કર્યો.

9. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે મ્યુકરમાઇકોસિસની 290 સર્જરી કરી

અમદાવાદ શહેરમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધતાં સિવિલમાં દાખલ થતાં દર્દીઓમાં જડબાં અને દાંતમાં ફંગસ હોય તેવાં 290 દર્દીની ડેન્ટલ હોસ્પિટલમાં સર્જરી કરાઇ છે. જેમાં મોટાભાગના દર્દીના દાંત અને જડબું કાઢવાની અઢીથી 3 કલાકની સર્જરી કરાઇ છે. આ દર્દીમાંથી 4 દર્દીને ઉપર-નીચે બંને જડબામાં ફંગસ ફેલાતાં ડોક્ટર ટીમે 5-6 કલાકની સર્જરી કરીને જડબાં કાઢવાની ફરજ પડી હતી.  320 દર્દીઓ પૈકી 290 દર્દીના ઉપર કે નીચેના જડબાની સર્જરી કરી છે.

10.સુરતમાં પક્ષીપ્રેમીએ 2500 નેસ્ટ બોક્સ તૈયાર કર્યા

પક્ષીઓને રહેવા માટે વૃક્ષોની સંખ્યા પણ ઘટી રહી છે. આ સમયે સુરતની એક જીવદયા સંસ્થાએ પક્ષીઓ માટે નવું રહેઠાણ બનાવવાનું શરૂ કર્યું છે. અને પક્ષીઓનું આ નવું ઘર છે કન્ટેનર હોમ. નેચર ક્લબના વોલેન્ટીયરો દ્વારા આવા 100-200 નહિ. પરંતુ 2500 જેટલા કન્ટેનર હોમ બનાવવામાં આવ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati