Gujarat Top News: એક ક્લિકમાં જાણો ગુજરાતના અત્યાર સુધીના મોટા સમાચાર

Gujarat Top News: એક ક્લિકમાં જાણો ગુજરાતના અત્યાર સુધીના મોટા સમાચાર
જાણો ગુજરાતનાં મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં

Gujarat Brief News : જાણો, ગુજરાતમાં કઈ નવી ટેકનોલોજી શોધાઈ, ક્યા સ્વિમરની થઈ પસંદગી, કઈ નદીની સપાટીમાં થયો ઘટાડો, ક્યા ગુજરાતીએ વગાડ્યો યુરોપમાં ડંકો, જાણો તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jul 02, 2021 | 5:19 PM

1. ગુજરાતની વીજ કંપનીઓના ગ્રાહકો માટે રાહતના સમાચાર

ગુજરાતની વીજ કંપનીઓના ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસૂલવા અંગે હાઈકોર્ટે વીજ કંપનીઓની ઝાટકણી કાઢી છે, ઉપરાંત નિયત ચાર્જથી વસૂલાયેલા વધુ રૂપિયા અરજદારોને પરત કરવા હાઈકોર્ટે વીજ કંપનીઓને આદેશ કર્યો છે.

2. અમદાવાદની સ્વિમર માના પટેલની ટોક્યો ઓલમ્પિકમાં કરાઈ પસંદગી

ભારતની પ્રથમ મહિલા સ્વિમર માના પટેલની ઓલમ્પિકમાં પસંદગી કરવામાં આવી છે. 21 વર્ષીય માનાએ સ્વિમિંગમાં 180થી વધુ મેડલો જીત્યા છે. જેમાં 85 મેડલ સ્ટેટ લેવલે અને 72 નેશનલ લેવલે મેડલ જીત્યા છે.

3. રાજકોટના 10 વર્ષના બાળકે યુરોપમાં વગાડ્યો ડંકો

રાજકોટના 10 વર્ષના બાળકે યુરોપમાં ડંકો વગાડ્યો છે. ફોર્મુલા કાર્ટ રેસિંગમાં 120ની સ્પીડથી કાર ચલાવીને તેણે યુરોપમાં ફોર્મુલા કાર્ટ રેસિંગમાં નામ કર્યું રોશન છે. પિતાનો શોખ પૂરો કરવા માટે આ બાળક વર્ષના 42 અઠવાડિયા રેસિંગ સર્કિટ પર જ રહે છે.

4. વડોદરામાં ગુજસીટોકના કેસમાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

વડોદરામાં ગુજસીટોકના કેસમાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તન્નુ શબ્બીર નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં નોંધાયેલ ગુજસીટોકના પ્રથમ ગુનામાં અત્યાર સુધી કુલ 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

5. જામનગરમાં વરસાદી પાણીને જમીનના તળમાં ઉતારવા માટે રાજ્યનો પ્રથમ પ્રોજેક્ટ કરાયો તૈયાર

જામનગર નગરપાલિકાએ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વરસાદી પાણીના બગાડને અટકાવી પાઈપલાઈન, કૂવા અને બોરની મદદથી જમીનના તળમાં ઉતારાશે. મહત્વનું છે કે, વરસાદી પાણીને રોકવા માટેનો આ રાજ્યનો પ્રથમ પ્રોજેક્ટ છે.

6.  રાજ્યમાં અનાજ અને મસાલામાં રહેલા ફંગસનો પણ થશે રેપિડ ટેસ્ટ

ગાંધીનગરની ફૂડ ફોરેન્સિક લેબોરેટરીએ નવી ટેકનોલોજી શોધી છે. જેમાં ચોખા, મગફળી, ઘઉં કે મસાલામાં રહેલા માઈકોટોક્સિનની માત્ર 3 મિનિટમાં ઓળખ થઈ શકશે. જેથી હવે, અનાજને વિદેશમાં નિકાસ કરતા પહેલા ટેસ્ટ કરાવીને માઈકોટોક્સિનની માત્રા જાણવામાં આવશે.

7. નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર ઘટાડો

નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક મહિનામાં 9.68 મીટરનો ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે.

8. સુરેન્દ્રનગરમાં સંયુક્ત પાલિકાના ભાજપના સદસ્યએ આપ્યું રાજીનામું 

સુરેન્દ્રનગરમાં સંયુક્ત પાલિકાના ભાજપના સદસ્યએ રાજીનામું આપ્યું છે. વોર્ડ નંબર-6ના ભાજપના સદસ્ય હિતેશભાઈ પટેલ ઉર્ફે બજરંગે ભાજપમાંથી રાજીનામું આપતા. હાલ,સુરેન્દ્રનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે.

9. અમરેલીમાં ગીર રેન્જ વિસ્તારમાં સિંહો પર સંકટ

અમરેલીમાં ગીર રેન્જ વિસ્તારમાં સિંહો પર સંકટ તોળાઈ રહ્યું છે, ખાંભા અને શેત્રુંજી વિસ્તારમાં છેલ્લા15 દિવસમાં 4 સિંહોના મોત થતા વનવિભાગ દોડતું થઈ ગયું છે. હાલ, તંત્ર દ્વારા અન્ય સિંહોની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

10. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જૂની અદાવતને લઇને અસામાજિક તત્વોએ તલવાર અને હથિયાર લઇને આતંક મચાવ્યો હતો. હાલ, પોલીસે સાત લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati