Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
જાણો ગુજરાતના મહત્વના સમાચાર

Gujarat Brief News : જાણો, ગુજરાતમાં ક્યા મળી રાજકીય બેઠક, ક્યા થઈ હડતાળ. ક્યા શહેરમાં નોંધાયો વિરોધ, તમામ સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 01, 2021 | 4:52 PM

1. ગુજરાતમાં શ્રમિકો પર જાહેરનામા ભંગના 500થી વધુ કેસ પરત ખેંચવામાં આવશે

ગુજરાતમાં લોકડાઉન વખતે શ્રમિકો પર એપેડેમિક એક્ટ હેઠળ જાહેરનામા ભંગના 500થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે હાલ, રાજ્ય સરકારે શ્રમિકો પર કરવામા આવેલ આ તમામ કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. રાજય સરકાર ટૂંક સમયમાં જ આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે.

2. પાલનપુરમાં જિલ્લાના ધારાસભ્યો સહિત કોંગ્રેસી આગેવાનોની મળી બેઠક

પાલનપુરમાં જિલ્લાના ધારાસભ્યો સહિત કોંગ્રેસી આગેવાનોની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસી આગેવાન કનુભાઈ મહેતાએ પણ હાજરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આમ આદમી પાર્ટીની હલચલથી હાલ રાજકીય માહોલ ગરમાયો છે.

3. નાર્કોટિક ડ્રગ્સના પ્રકાર શોધવા માટે ગુજરાતમાં શરૂ કરાશે સેન્ટર

નાર્કોટિક ડ્રગ્સના પ્રકાર શોધવા માટે ગુજરાતમાં સેન્ટર શરૂ કરાશે. ગાંધીનગરમાં નાર્કોટિક ડ્ર્ગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ માટે સેન્ટર શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સેન્ટરની મુલાકાત લેશે તેવા અહેવાલ હાલ મળી રહ્યા છે.

4. જામનગરમાં પ્રિમોન્સુનની કામગીરી સામે મહિલા કોંગ્રેસ કોર્પરેટરે કર્યો અનોખો વિરોધ

જામનગરમાં પ્રિમોન્સુનની કામગીરી સામે મહિલા કોંગ્રેસ કોર્પરેટરે અનોખો વિરોધ કર્યો છે. કોર્પોરેટરે ગટરની કેનાલ પર બેસી પ્રિમોન્સુનની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. જામનગરના નવાગામ ઘેડમાં આવેલી કેનાલની સફાઈ ન થતા સ્થાનિક કોર્પોરેટરે રોષ વ્યક્ત કર્યો હતો.

5. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનો વધુ એક વિવાદ આવ્યો સામે

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હંમેશા વિવાદમાં રહે છે. કૃષિ યુનિવર્સિટીના સ્થાપના સમયથી કેમ્પસમાં રહેતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે જે દુકાનદારો દુકાન લઈ બેઠા છે, તેમને એકાએક દુકાન બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે દુકાનદારોએ રોષ વ્યક્ત કર્યો છે.

6. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, માત્ર નજીવી ફી ચૂકવી વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે

યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કોલેજમાં પ્રવેશ માટે અત્યાર સુધી 200 રૂપિયા ફી વસૂલ કરવામાં આવી હતી. જેમાં 25 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

7. બનાસકાંઠાના દાંતામાં આંગણવાડી કર્મચારીઓએ કર્યો હોબાળો

બનાસકાંઠાના દાંતામાં આંગણવાડી કર્મચારીઓએ કર્યો હોબાળો કર્યો છે. છેલ્લા દોઢ વર્ષથી સુખડી અને અન્ય બિલોના નાણાં મંજૂર ન કરાતા આંગણવાણી કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો. દાંતાની તાલુકા પંચાયતમાં આંગણવાડી કર્મચારીઓએ બિલ રજુ કરવાની માગ સાથે વિરોધ ઠાલવ્યો.

8. વડોદરા-ભરૂચ નેશનલ હાઇવેની મુસાફરી બની મોંધી

વડોદરામાં કરજણ ટોલ પ્લાઝા પર કાર, બસ, ટ્રકના ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કાર, વાન, જીપ માટે નેશનલ હાઇવે પર 10 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

9. AMCના 6200 જેટલા સફાઈકર્મીઓ વિવિધ પ્રશ્નોને લઈને હડતાળ પર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના 6200 જેટલા સફાઈકર્મીઓએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને હડતાળ પાડી હતી. જેમાં નોકરીમાં વારસાઈ આપવાનો મુખ્ય પ્રશ્ન હતો. જેનો ઉકેલ આવી જતાં આગામી સ્ટેન્ડિંગની બેઠકમાં આ અંગેની દરખાસ્ત કરવામાં આવશે.

10. છોટાઉદયપુરમાં બોડેલી નજીક આવેલ કોઝવેનું ત્રણ વર્ષથી સમારકામ ન થતા લોકોમાં રોષ

છોટાઉદયપુરમાં બોડેલી નજીક આવેલ મેરિયા નદીમાં વર્ષો પહેલા બનેલા કોજવે ત્રણ વર્ષથી તૂટી ગયો છે, જેને કારણે ગામના લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પણ જાણે તંત્રને ગામ લોકોની વ્યથાની પડી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati