Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
જાણો, ગુજરાતના મહત્વના સમાચાર

Gujarat Brief News : જાણો, ગુજરાતમાં ક્યા થઈ જાહેરનામા ભંગ બદલ અટકાયત, મગફળીનું ક્યું નવુ ભિયારણ શોધાયું,ક્યા જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું પાણી,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 05, 2021 | 5:21 PM

1.અમદાવાદના લાલ દરવાજા સીટી બસ સ્ટેશનને અપાશે હેરિટેજ લુક

લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્લીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થશે. અને વર્ષ 2022ના અંત સુધીમાં હેરિટેજ લુક બનાવવામાં આવશે.

2.ધોલેરામાં 3000 કરોડના ખર્ચે બનશે એરપોર્ટ, ગુજરાત સરકારે પાસ કર્યુ એરપોર્ટ માટેનું ટેન્ડર

અમદાવાદ જિલ્લાના ધોલેરામાં તાજેતરમાં જ ગુગલનાઅધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ, ગુજરાત સરકારે ધોલેરાના વિકાસને વેગ આપવા માટે અને ખાસ કરીને માળખાકિય સવલતો વધારવા માટે એરપોર્ટ બને તે માટે 3000 કરોડનું ટેન્ડર પાસ કર્યુ છે.

3.રાજ્યએ પેપરલેસ ગવર્નન્સની દિશામાં કરી આગેકૂચ

પેપરલેસ ગવર્નન્સની દિશામાં રાજ્ય સરકારે આગેકૂચ હાથ ધરી છે. હવે સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ઓનલાઇન ઉપલબ્ધ થશે.ઇ-ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ કરાશે. ઇ-ગેઝેટ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.in લોન્ચ કરવામાં આવી.

4. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી

દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે. સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં 8, 9 જૂલાઈએ કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે.

5. અમદાવાદમાં 10 દિવસમાં 18,000 વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ શાળાઓમાં મેળવ્યો પ્રવેશ

છેલ્લા થોડા વર્ષોથી બાળકોને ભણાવવા માટે લોકો સરકારી સ્કૂલ તેમજ કોર્પોરેશન હેઠળની સ્કૂલને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેનુ મુખ્ય કારણ જે તે છે ખાનગી શાળાઓમાં સતત ફીમાં થતો વધારો. શાસન અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં કુલ 18,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

6.જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન દ્વારા નવા બિયારણની કરાઈ શોધ

જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન દ્વારા મગફળી માટે નવા બિયારણની શોધ કરવામાં આવી છે.બિયારણની જાત ગિરનાર-4 અને ગિરનાર-5ની શોધ કરવામાં આવી છે. મહત્વનું છે કે,બિયારણની નવી જાત માટે 8 વર્ષથી સંશોધન ચાલતું હતું.

7.વડોદરામાં દૂધના ભાવ વધારોનો વિરોધ કરનાર સ્વેજલ વ્યાસની જાહેરનામાના ભંગ બદલ અટકાયત

વડોદરામાં દૂધના ભાવ વધારોનો અનોખો વિરોધ કરનાર સ્વેજલ વ્યાસની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, સ્વેજલ વ્યાસ દ્વારા દુધનું મફત વિતરણ કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

8. અમદાવાદમાં રથયાત્રાને લઇને હજુ કોઇ જાહેરાત નહીં, પરંતુ મોસાળમાં તૈયારીઓ પુરજોશમાં

ગુજરાતની સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. ત્યારે ભગવાનના મોસાળમાં રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભગવાન જગન્નાથજીના મોસાળમાં રથયાત્રાના પર્વ દરમ્યાન કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

9. કચ્છને મળશે નર્મદાનું વધારાનું પાણી

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, કચ્છના ૬ તાલુકાના ૯૬ ગામોને નર્મદા પાણીનો લાભ મળશે. મહત્વનું છે કે,કચ્છમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે, ત્યારે નર્મદાના પાણીથી ખેડુતોને જરુરથી ફાયદો થશે.

10.ગાંધીનગરમાં કોરોના ગાઈડલાઈન સાથે રથયાત્રા નિકળશે

ગાંધીનગરમાં કોરોના ગાઈડલાઈન સાથે પરંપરાગત રીતે રથયાત્રા નિકળશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો સાંજે ભગવાનના દર્શનનો પણ લાભ લઈ શકશે.

આ પણ વાંચો : Sports Authority Of India : વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગે જાગૃતિ માટે રમત વિભાગ યોજશે ફિટ ઇન્ડિયા ક્વિઝ, 13 ભાષામાં યોજાશે આ ક્વિઝ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati