Gujarat Top News: રાજ્યમાં કોરોના વેક્સિન, મોંઘવારી મુદ્દે વિપક્ષનું પ્રદર્શન હોય કે પછી, વરસાદ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં ક્યા શહેરમાં કોરોના વેક્સિન માટે લોકોએ ભોગવી હાલાકી,રાજકોટ AIIMSના લોગોમાં કઈ ધરોહરનો કરાયો સમાવેશ,કોરોનાની બીજી લહેર અંગે કેન્દ્રના રિપોર્ટમાં શું થયો ખુલાસો,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં કોરોના વેક્સિન, મોંઘવારી મુદ્દે વિપક્ષનું પ્રદર્શન હોય કે પછી, વરસાદ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 20, 2021 | 5:19 PM

1. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં 91 ટકા કેસો ડેલ્ટા વેરીએન્ટના, કેન્દ્રના રીપોર્ટમાં થયો ખુલાસો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક રીપોર્ટમાં ખુલાસો થયો છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં 91 ટકા કેસો પાછળ ડેલ્ટા વેરીએન્ટ હોવાનું સામે આવ્યું હતું. આ રીપોર્ટ માટે અમદાવાદમાંથી 174 સેમ્પલ લેવામાં આવ્યાં હતા જેમાંથી 158 એટલે કે 91 ટકા સેમ્પલમાં કોરોનાનો ડેલ્ટા વેરીએન્ટ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : કોરોનાની બીજી લહેરમાં 91 ટકા કેસો ડેલ્ટા વેરીએન્ટના હતા, કેન્દ્રના રીપોર્ટમાં થયો ખુલાસો

2.રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 24.64 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસું શરૂ થયાને આશરે દોઢ મહિનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 24.64 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના 30 જિલ્લાના 111 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં સવા 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.જ્યારે ધરમપુરમાં સવા 4 ઇંચ વરસાદ, ખેરગામમાં સાડા 3 ઇંચ વરસ્યો. તો ડાંગ અને વઘઈમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 24.64 ટકા વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી મેઘમહેર

3.રાજકોટ AIIMSનો લોગો થયો જાહેર, જાણો લોગોમાં કઈ બાબતોનો સમાવેશ કરાયો

રાજકોટ એઈમ્સ દ્વારા ટ્વીટર પર લોગો જાહેર કરવામાં આવ્યો છે. આ લોગોમાં ગુજરાતની કલા અને સાંસ્કૃતિક ધરોહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાદીનો ચરખો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરના સિંહ, ડોક્ટરનું પ્રતિક, ડાયમંડ, હિન્દ મહાસાગર, જ્ઞાનનું પ્રતિક પુસ્તક, દાંડિયા રમતું દંપત્તિ, લોગોની ફરતે બાંધણીની ડીઝાઇન, અને એક આરોગ્ય વિષયક સંસ્કૃત વાક્ય “सर्वे सन्तु निरोग्य:” અને બીજું શિક્ષણ વિષયક સંસ્કૃત વાક્ય “विद्या अमृतम् अश्नुते” નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: RAJKOT : રાજકોટ AIIMSનો લોગો જાહેર, જાણો લોગોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાયો

4.મોંઘવારી મુદ્દે કોંગ્રેસે યોજી સાયકલ યાત્રા, કોરોનાના નિયમનો સરેઆમ ભંગ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલાયથી સરદાર બાગ સુધી રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા.આ સાયકલ યાત્રામાં નેતાઓ કોરોના નિયમોને નેવે મુકીને ભીડ કરતા જોવા મળ્યા હતા. આ ભીડમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad: મોંઘવારી મુદ્દે કોંગ્રેસે યોજી સાયકલ યાત્રા, કોરોનાના નિયમનો સરેઆમ ભંગ

5.સાબરમતી રિવરફ્રન્ટ બાયો ડાયવર્સીટી પાર્કમાં 75,000 થી વધુ વૃક્ષો વાવવામાં આવશે

સાબરમતી રિવરફ્રન્ટમાં બાયો ડાયવર્સીટી પાર્કમાં વિસ્તરણની કામગિરી અંતર્ગત વુક્ષારોપણમાં 75,000 થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે. તેમજ રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ પ્લોટ અને સેન્ટ્રલમાં 15,000 થી પણ વધારે વૃક્ષોનું વાવેતર આગામી સમયમાં કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તરણની કામગીરી અંતર્ગત વૃક્ષારોપણમાં 75,000 થી વધુ વૃક્ષો વવાશે

6.રાજકોટમાં કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરીથી ચાલતું હાઈબ્રીડ બાઈક બનાવ્યું

રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ એક એવું બાઈક વિકસાવ્યું છે જે પેટ્રોલ અને વીજળી બંને પર દોડી શકે છે.પેટ્રોલ અથવા ઇલેક્ટ્રિક બેટરી વચ્ચેની પસંદગી માટે ચાલકે ફક્ત હેન્ડલબાર પર લગાવેલી સ્વીચને દબાવવાની જરૂર પડશે. આ બાઈકને તેના એન્જિનમાં બેટરી લગાવવા સાથે એક હાઇબ્રિડ મોડેલ આપવામાં આવ્યું છે. આ માટે એન્જીનથી એક્સેલ સુધીના પાવરટ્રેન નામના મિકેનીઝમને અલગ કરવામાં આવ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું હાઈબ્રીડ બાઈક બનાવ્યું, જાણો વિશેષતા

7.ગાંધીનગર FSLખાતે વડોદરાના PIઅજય દેસાઈનો થશે નાર્કો ટેસ્ટ

વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઈની પતિની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં ગાંધીનગર FSL ખાતે આજે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ થવાનો છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ ગુજરાત ATS અને અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાંચ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: VADODARA : ગાંધીનગર FSL ખાતે વડોદરા ગ્રામ્યના PIઅજય દેસાઈનો આજે નાર્કો ટેસ્ટ થશે

8. અમદાવાદ શહેરના મોટાભાગના સેન્ટરો પર મર્યાદિત રસીનો સ્ટોક,વેક્સિનની અછતથી લોકોને હાલાકી

શહેરના મોટાભાગના સેન્ટરો પર ખૂબ જ મર્યાદિત રસીનો સ્ટોક આવતો હોવાને કારણે શહેરીજનોને રસીકરણ સેન્ટરો પર સવારથી જ કતારમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. મહત્વનું છે કે, પૂર્વ અમદાવાદના મોટાભાગના સેન્ટરો પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. જેને કારણે મણિનગરમાં આવેલા વેક્સિનેશન સેન્ટર પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : શહેરના મોટાભાગના સેન્ટરો પર મર્યાદિત રસીનો સ્ટોક, રસીકરણ માટે વહેલી સવારથી લાગી લોકોની લાંબી લાઈન

9.ડાંગમાં ભારે વરસાદને પગલે મહુવા તાલુકાનો મધર ઇન્ડીયા ડેમ છલકાયો

ડાંગમાં ભારે વરસાદને પગલે મહુવા તાલુકામાં ઉમરા ખાતે આવેલ મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. ઉમરામાં અંબિકા નદી પર આવેલ મધર ઇન્ડીયા ડેમ છલકાયો છે. ડાંગ જિલ્લામાં પડેલ વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતા મધર ઇન્ડિયા ડેમમાં નવા નીર આવક થતા ડેમ છલકાયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: SURAT : ડાંગમાં સારો વરસાદ પડતા મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ મધર ઇન્ડીયા ડેમ છલકાયો

10.સુરતમાં વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાંબી કતાર, વેક્સિનનો જથ્થો વધારવા લોકોની માંગ

સુરત શહેરમાં કોરોના વેક્સિનનેશન માટે 173 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.પરંતુ વેક્સિનનો પર્યાપ્ત જથ્થો ન હોવાથી લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. શહેરમાં વેપારીઓને ફરજીયાત વેક્સિન લેવા માટે તંત્રએ આદેશ કર્યો છે.જ્યારે બીજી તરફ શહેરના મોટાભાગના વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનની અછતથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : શહેરમાં વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાંબી કતાર, વેક્સિનનો જથ્થો વધારવા લોકોની માંગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati