VIDEO: લાયસન્સ કઢાવનારા લોકો માટે ગુજરાત સરકારે આપ્યા સારા સમાચાર, આ જૂનો નિયમ કર્યો રદ

હવે ગુજરાતમાં અભણ પણ ટ્રક-બસ-ટ્રેલર જેવા હેવી વાહનોનાં લાઇસન્સ કઢાવી શકશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરતા ભારે વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ધોરણ 8 પાસની શૈક્ષણિક લાયકાતનો નિયમ રદ કર્યો છે. શૈક્ષણિક લાયકાતનો નિયમ રદ થતા હવે કોઈ અભણ અરજદાર પણ હેવી લાયસન્સ કઢાવવા માંગતો હોય તો તેણે શૈક્ષણિક પુરાવા આપ્યા વિના માત્ર ડ્રાઈવિંગ […]

VIDEO: લાયસન્સ કઢાવનારા લોકો માટે ગુજરાત સરકારે આપ્યા સારા સમાચાર, આ જૂનો નિયમ કર્યો રદ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 17, 2019 | 6:59 AM

હવે ગુજરાતમાં અભણ પણ ટ્રક-બસ-ટ્રેલર જેવા હેવી વાહનોનાં લાઇસન્સ કઢાવી શકશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરતા ભારે વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ધોરણ 8 પાસની શૈક્ષણિક લાયકાતનો નિયમ રદ કર્યો છે. શૈક્ષણિક લાયકાતનો નિયમ રદ થતા હવે કોઈ અભણ અરજદાર પણ હેવી લાયસન્સ કઢાવવા માંગતો હોય તો તેણે શૈક્ષણિક પુરાવા આપ્યા વિના માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ આપીને પણ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટેનું લાઈસન્સ કઢાવી શકે છે.

અગાઉ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે અત્યાર સુધી 8 ધોરણ પાસ ફરજિયાત હોવાનો નિયમ અમલી હતો. પરંતુ દેશમાં રોજગારીની તકો વધારવા અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પડેલી લાખો ડ્રાઈવરોની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે હવે ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત હોવાનો નિયમ રદ કર્યો હતો. કેન્દ્ર સરકારના આ નિયમને અનસુરતા હવે ગુજરાતમાં પણ અભણ વ્યક્તિ રિક્ષા, બસ, ટ્રક, ટ્રેલર જેવા હેવી અને ટ્રાન્સપોર્ટ વાહનો માટેના ડ્રાઈવિંગ લાઇસન્સ સરળતાથી કઢાવી શકશે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજકોટ સહિત રાજ્યની તમામ આરટીઓમાં પણ આ નિયમ લાગુ કરી દેવાયો છે અને લાઈસન્સ માટેની સારથી વેબસાઈટમાં પણ હવે નવા નિયમ મુજબ અરજદારે કોઈપણ શૈક્ષણિક લાયકાતના પુરાવા આપ્યા વિના લાઇસન્સ કઢાવી શકશે. શૈક્ષણિક લાયકાત નાબૂદ કરવાનો હેતુ ડ્રાઈવરોની સંખ્યા વધારવાનો છે. હાલ દેશમાં હેવી ડ્રાઈવરની ભારે અછત પ્રવર્તે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">