
એક તરફ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે, હવે દરિયામાં પણ ખતરો વધ્યો છે. અમરેલીના જાફરાબાદ બંદર પર આ જ આશંકાને બદલે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. જાફરાબાદની જેમ જ વેરાવળ અને નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: સુગર ફ્રી બટાકાની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી, જુઓ VIDEO
અરબ સાગરમાં ઉદભવેલા હળવા દબાણની અસર વર્તાઈ રહી છે. અને એટલે જ દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે માછીમારોને સાવચેત કરાયા છે. આજથી 7 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, અમરેલી જિલ્લાની કુલ 500થી વધુ બોટ દરિયામાં છે. ત્યારે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો