ગુજરાતમાં SGST વિભાગે પાંચ દિવસમાં 104 પેટ્રોલપંપ પર દરોડા પાડયા, 400 કરોડની ગેરરીતિ ઝડપી

જેમાં પાંચ  દિવસ દરમ્યાન કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે રાજ્યભરના 104 પેટ્રોલપંપ દ્વારા વેટ રજીસ્ટ્રેશન વિના 400 કરોડનું વેચાણ કર્યું છે જેના પર મળવા પાત્ર વેરો રાજ્ય સરકારને મળ્યો નથી

ગુજરાતમાં SGST વિભાગે પાંચ દિવસમાં 104 પેટ્રોલપંપ પર દરોડા પાડયા, 400 કરોડની ગેરરીતિ ઝડપી
Petrol - Diesel Price Today
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:49 PM

ગુજરાત(Gujarat) માં SGSTવિભાગે 5મી ઓગસ્ટ દરમ્યાન રાજ્યભરના પેટ્રોલપંપ(Petrol Pump)  પર પાડેલા દરોડામાં મોટી સફળતા મળી છે. રાજ્યભરમાં વિવિધ પેટ્રોલપંપ ના વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વેટ રજીસ્ટ્રેશન વિના જ પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરાતું હોવાનું SGST વિભાગને ધ્યાને આવ્યું હતું જેને કારણે રાજ્યભરમાં એક સાથે 104 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પાંચ  દિવસ દરમ્યાન કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે રાજ્યભરના 104 પેટ્રોલપંપ દ્વારા વેટ રજીસ્ટ્રેશન વિના 400 કરોડનું વેચાણ કર્યું છે જેના પર મળવા પાત્ર વેરો રાજ્ય સરકારને મળ્યો નથી.104 માંથી 27 પેટ્રોલપંપ પાસે તો VAT નમ્બર ન હોવાનું સામે આવ્યું છે જેમના દ્વારા 400 કરોડના પેટ્રોલ-ડીઝલના વેચાણ પર 64 કરોડનો વેરો ન ચૂકવીને પેટ્રોલપંપના માલિકો દ્વારા સરકાર સાથે છેતરપિંડી તેમજ નુકસાન કરવામાં આવ્યું છે.

જેને વસુલવા માટે SGST વિભાગ દ્વારા પેટ્રોલપંપના વેપારીઓની મિલકતો ટાંચમાં લેવાની તજવીજ હાથ ધરી છે. 5 દિવસ દરમ્યાન કરવામાં આવેલી રેડ ની કામગીરી દરમ્યાન સૌથી વધુ સુરતના કેશરીનંદન પેટ્રોલપંપ દ્વારા સૌથી વધુ 62.48 કરોડનું વેચાણ વેટ રજીસ્ટ્રેશન વિના કર્યું છે ત્યારબાદ વલસાડના મારૂતિસાઈ પેટ્રોલિયમ દ્વારા 54.89 કરોડનું વેચાણ વેટ નમ્બર વિના કર્યું હોવાનું સામે આવ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સીધી રીતે ગેરરીતિ આચરી હોય એવા 27 પેટ્રોલપંપ પર હજુ દરોડાની કામગીરી યથાવત છે જેના અંતે મોટી કરચોરી સામે આવે તેવી શક્યતાઓ SGST વિભાગ દ્વારા સેવવામાં આવી છે.કોરોનાકાળ દરમ્યાન ગુજરાતના આશરે 80 હજાર જેટલા વેપારીઓના વેટ નંબર રદ કરવામાં આવ્યા હતા જેમને તેમનો વેપાર ઉદ્યોગ શરૂ કરવા માટે ફરીથી તેમના વેટ નંબર શરૂ કરાવવા જરૂરી હોય છે.

જો કે આ 104 પેટ્રોલપંપના માલિકો દ્વારા તેમના વેટ નંબર શરૂ કરાવ્યા વિના જ પેટ્રોલ-ડીઝલ નું વેચાણ ચાલુ રાખ્યું હતું જેને કારણે આવા પેટ્રોલપંપ પરથી આ સમયગાળા દરમ્યાન થયેલ પેટ્રોલ-ડીઝલના વેચાણ પણ સરકારને મળવા પાત્ર વેરો મળ્યો નથી જેને ધ્યાને લઈને રાજ્યના 104 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.

મહત્વનું છે કે પેટ્રોલિયમ કંપનીઓ પ્રથમ તબક્કાનો વેરો ભરપાઇ કરે છે.જેથી તેમને વેલ્યુ એડિશન ઉપર વેરો ભરવાનો થતો હોય છે દરોડા દરમ્યાન 27 પેટ્રોલપંપ દ્વારા વેલ્યુ એડિશન ઉપર વેરો ન ચૂકવ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં જો પેટ્રોલ પંપો અનરજીસ્ટર રહે તો તેમને રાજ્ય કરવેરા વિભાગ તરફથી મળતો વેરશાખનો લાભ મળવાપાત્ર રહેતો નથી.

દરોડા દરમ્યાન સૌથી વધુ ગેરરીતિ સૌરાષ્ટ્રમાં સામે આવી હતું. સૌરાષ્ટ્રના રાજકોટમાં 15, જામનગર માં 9, પોરબંદરમાં 5 પેટ્રોલપંપ દ્વારા ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું છે તો સુરતમાં 8 , વડોદરામાં 9, વલસાડમાં 4, ખેડામાં 7, અમદાવાદમાં 6, આણંદ-બનાસકાંઠામાં 4-4 અને અન્ય સ્થળો પર કુલ 29 એમ કુલ મળીને 104 પેટ્રોલપંપ પર સ્ટેટ GST વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો :  Google Drive પર ડિલીટ થઇ ગયેલા ફોટોઝને રિસ્ટોર કરવા છે ? ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ

આ પણ વાંચો :   ગુજરાતના આદિવાસીઓએ દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાની કરી નથી : સીએમ રૂપાણી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">