ગુજરાતમાં આ વર્ષે ચોમાસા ઋતુનો 102 ટકા વરસાદ વરસ્યો
ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે, રાજ્યનો સરેરાશ વરસાદ 102 ટકા નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં જ 7 ટકા વરસાદ વરસ્યો છે. ગઈકાલ સવારના છ થી આજ સવારના છ વાગ્યા સુધીના 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયા તાલુકામાં 13.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઓગસ્ટે મહિનામાં રાજ્યનો સરેરાશ 20 ઈંચ વરસાદ નોંધાયો છે. જે સિઝનનો 34 […]
ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે, રાજ્યનો સરેરાશ વરસાદ 102 ટકા નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં જ 7 ટકા વરસાદ વરસ્યો છે. ગઈકાલ સવારના છ થી આજ સવારના છ વાગ્યા સુધીના 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયા તાલુકામાં 13.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઓગસ્ટે મહિનામાં રાજ્યનો સરેરાશ 20 ઈંચ વરસાદ નોંધાયો છે. જે સિઝનનો 34 ટકા જેટલો થવા જાય છે. મહેસાણાના કડીમાં 13, ટંકારમાં 11, ઉમરપાડા, મોરબીમાં 10 ઈંચ, બેચરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો