બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ખૂશ ખબર…રદ થયેલી પરીક્ષા આ તારીખે યોજાશે

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ખૂશ ખબર...રદ થયેલી પરીક્ષા આ તારીખે યોજાશે

ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી શકશે. 17 નવેમ્બરના રોજ પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ જે તે સરકારની વેબસાઈટ પરથી મળવાની શરૂઆત થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓને જે કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું તે જ કેન્દ્ર પર તેમને પરીક્ષા આપવામાં આવશે. સમગ્ર માહિતી સરકાર પોતાની વેબસાઈટ પર જાહેર કરશે. તેવા સરકારના નિર્ણય બાદ […]

TV9 Webdesk12

|

Oct 16, 2019 | 10:54 AM

ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી શકશે. 17 નવેમ્બરના રોજ પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ જે તે સરકારની વેબસાઈટ પરથી મળવાની શરૂઆત થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓને જે કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું તે જ કેન્દ્ર પર તેમને પરીક્ષા આપવામાં આવશે. સમગ્ર માહિતી સરકાર પોતાની વેબસાઈટ પર જાહેર કરશે. તેવા સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટના વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને વધાવી લીધો છે.

આ પણ વાંચોઃ ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ ઠાકોરનો મંત્રી બનવાનો દાવો, વધુ એક VIDEO વાયરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, 20 ઓક્ટોબરે પરીક્ષા યોજાવાની હતી. જે પહેલા 11 ઓક્ટોબરે સરકારે પરીક્ષા રદ કરવાનો પરીપત્ર જાહેર કર્યો હતો. પરીક્ષા રદ કરવાના દિવસે કારણ સામે આવ્યું નહોતું. પાછળથી સરકારે એવુ કારણ આપ્યું કે, આ પ્રકારની પરીક્ષામાં ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત સ્નાતક સુધીની હોવી જોઈએ. જેથી 12 ધોરણ પાસના આધારે આ પરીક્ષા આપી શકાશે નહીં. આટલું જ નહીં પરંતુ ગઈકાલે એક બીજા સમાચાર સૂત્રોની માહિતીથી સામે આવ્યા હતા. જેમાં 3500ની જગ્યાએ 5 હજાર જગ્યા માટે પરીક્ષા લેવાશે તેવી વાત જાણવા મળી હતી. તો ફરી સરકારે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. જેમાં ધો.12 પાસ વિદ્યાર્થી જેમણે ફોર્મ ભર્યા તે આ પરીક્ષામાં બેસી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati