Patanની HNGU યુનિવર્સિટીમાં 13 હજાર લિટરની ક્ષમતાની ટેન્ક પહોચી, બાજુનાં 5 જિલ્લાને રાહત

Patan HNGU: ઉત્તર ગુજરાતમાં ઓક્સિજનને લઈ સૌથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 13 હજાર લિટરની વિશાળ ક્ષમતા સાથેની એક ટેંક પહોંચી ગઈ છે.

| Updated on: May 11, 2021 | 11:45 PM

Patan HNGU: ઉત્તર ગુજરાતમાં ઓક્સિજનને લઈ સૌથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 13 હજાર લિટરની વિશાળ ક્ષમતા સાથેની એક ટેંક પહોંચી ગઈ છે. આ ઓક્સિજન ટેંક હાલમાં ફિટ કરવાની કામગીરી ચાલુ છે. પાટણમાં વિશાળ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતાં જ પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ જિલ્લામાં પણ સપ્લાય કરવામાં આવશે. કોરોના કાળમાં ઓક્સિજનની તંગીમાંથી એક મોટી રાહત મળી ગઈ છે.

કોરોના વચ્ચે ઝીંક ઝીલવા માટે પાટણમાં ઓક્સિજનની અછતને લઈને બેઠક યોજાઈ હતી જેમા પાટણમાં નવો ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરાયો હતો. પાટણની HNGU દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે. મહત્વનું છે કે, પાટણ જિલ્લામાં એક જ ઓક્સિજન પ્લાન્ટ હોવાના કારણે ઓક્સિજનની અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચી શકતો નથી જેથી નવા ઓક્સિજન પ્લાન્ટથી મોટી રાહત મળી શકે છે.

 

ઓક્સિજનની મોટા પાયા પર ડિમાન્ડ વધ્યા બાદ હવે કોરોનાનાં કેસમાંજ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના વળતા પાણી શરૂ થઇ ગયા છે.એક તરફ ઘણા દિવસો બાદ રાજ્યમાં કોરોનાના નવા 11 હજારથી નીચે કેસ નોંધાયા છે, તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં સતત સાતમા દિવસે નવા કેસ કરતા રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં વધુ રેકોર્ડબ્રેક 15,198 દર્દીઓ સાજા થયા છે જેની સામે નવા 10,990 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 118 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 8629 પર પહોંચ્યો છે.

તો રાજ્યમાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5 લાખ 63 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં હજુ પણ 1 લાખ 31 હજાર 832 એક્ટિવ કેસ છે..જેમાંથી 798 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે જો કે રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 80.04 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યના મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં રેકોર્ડબ્રેક દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં 3,127 કેસ નોંધાયા જ્યારે 18 દર્દીઓના મૃત્યુ થયા તો સુરતમાં 13ના મૃત્યુ સાથે 1,055 કેસ નોંધાયા જ્યારે 2,090 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા તો આ તરફ વડોદરામાં 10 દર્દીના મૃત્યુ સાથે 1,057 કેસ નોંધાયા જ્યારે 789 દર્દીઓ સાજા થયા.

તો રાજકોટમાં 11 દર્દીના મૃત્યુ સાથે 553 કેસ નોંધાયા જ્યારે 699 દર્દીએ કોરોનાને હરાવ્યો તો જામનગરમાં 11ના મૃત્યુ સાથે 516 કેસ નોંધાયા જ્યારે 608 દર્દીઓએ કોરોનાને હરાવ્યો તો જૂનાગઢમાં 10 દર્દીઓના મૃત્યુ થયા જ્યારે મહેસાણામાં 6, કચ્છમાં 5 અને ભાવનગરમાં 3 દર્દીના મોત થયા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">