Gujarat : પાછલા 24 કલાકમાં કોરોના નોંધાયા માત્ર 14 કેસ, મૃત્યુઆંક શૂન્ય

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 14 કેસ નોંધાયા છે. જ્યારે સતત ત્રીજા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 9:26 AM

Gujarat : ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 14 કેસ નોંધાયા છે. જ્યારે સતત ત્રીજા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં હવે માત્ર 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 171 પર પહોંચી છે. તો સાજા થવાનો દર 98.76 ટકા પર સ્થિર થયો છે. મહાનગરોની વાત કરીએ તો સુરત અને વડોદરામાં 4-4 કેસ નોંધાયા. તો અમદાવાદમાં 3 અને રાજકોટ, ગાંધીનગર, અમરેલીમાં એક-એક કેસ નોંધાયો.

રસીકરણની જો વાત કરીએ તો, દર 10 લાખ લોકોના રસીકરણમાં અવ્વલ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે. માત્ર ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 1 કરોડ 18 હજાર લોકોને રસીના ડોઝ અપાયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ કરતા વધુ લોકોનું રસીકરણ કરાયું.

જેમાં સૌથી વધુ સુરતમાં 54 હજાર 148 લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 48 હજાર 438 લોકોનું રસીકરણ કરાયું. આ તરફ વડોદરામાં 21 હજાર 276 અને રાજકોટમાં 22 હજાર 617 લોકોને રસીના ડોઝ અપાયા. આમ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4 કરોડ 31 લાખ 68 હજારને પાર પહોંચ્યો છે.

રસીકરણમાં ‘ઓગસ્ટ ક્રાંતિ’
રાજ્યમાં ઓગસ્ટ માસમાં સર્વાધિક લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં ઓગસ્ટના 23 દિવસમાં 1 કરોડ 18 હજારનું રસીકરણ થયું છે. રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4.31 કરોડને પાર પહોંચ્યો છે. 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ લોકોનું રસીકરણ થયું છે. સૌથી વધુ સુરતમાં 54 હજાર 148 લોકોને રસી અપાઇ છે. અમદાવાદમાં 48 હજાર 438 લોકોને રસી અપાઇ છે. જયારે વડોદરામાં 21 હજાર 276 લોકો અને રાજકોટમાં 22 હજાર 617 લોકોને  રસી અપાઇ છે.

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">