Botad: ખરીદ કેન્દ્ર શરૂ ન થતા ચણાનો ખોટમાં સોદો, ખેડૂતોને પ્રતિ મણે 200 રૂપિયાની ખોટ

બોટાદમાં ચણાની મબલખ આવક થઈ છે જોકે ખેડૂતો ખોટનો વેપાર કરી રહ્યા છે. બોટાદ માર્કેટયાર્ડમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ચણાની 25 થી 40 હજાર મણ વધુ આવક નોંધાઈ છે, તેમ છતા ખેડૂતો પ્રતિ મણે રૂપિયા 200ની ખોટ સહન કરી રહ્યા છે.

| Updated on: Feb 24, 2021 | 8:59 AM

બોટાદમાં ચણાની મબલખ આવક થઈ છે જોકે ખેડૂતો ખોટનો વેપાર કરી રહ્યા છે. બોટાદ માર્કેટયાર્ડમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ચણાની 25 થી 40 હજાર મણ વધુ આવક નોંધાઈ છે, તેમ છતા ખેડૂતો પ્રતિ મણે રૂપિયા 200ની ખોટ સહન કરી રહ્યા છે. 16 ફેબ્રુઆરીના રોજ ટેકાના ભાવે ચણાની ખરીદી થવાની હતી અને ખેડૂતોને પ્રતિ મણે 1020 રૂપિયા મળવાના હતા. જેને જોતા મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે ખરીદી કેન્દ્રની વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરવામાં ન આવતા ખેડૂતો માર્કેટયાર્ડમાં પ્રતિ મણે 800 રૂપિયામાં ચણાનું વેચાણ કરવા મજબુર બન્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">