ગુજરાતની રાજનીતિનાં “પટેલ” કેશુભાઈની વિદાય, ગુજરાત ભાજપના “બાપા”નાં વિદાયથી શોકની લાગણી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલ આજે 92 વર્ષની વયે નિધન થયુ છે. તેમની તબિયત લાંબા સમયથી ખરાબ હતી પરંતુ ખરાબ તબિયત હોવા છતા પણ સક્ષમ હતા.પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનથી પાટીદીર સમાજ અને  ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનના […]

ગુજરાતની રાજનીતિનાં પટેલ કેશુભાઈની વિદાય, ગુજરાત ભાજપના બાપાનાં વિદાયથી શોકની લાગણી
TV9 Gujarati

|

Oct 29, 2020 | 5:05 PM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા કેશુભાઈ પટેલ આજે 92 વર્ષની વયે નિધન થયુ છે. તેમની તબિયત લાંબા સમયથી ખરાબ હતી પરંતુ ખરાબ તબિયત હોવા છતા પણ સક્ષમ હતા.પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધો. તેમના નિધનથી પાટીદીર સમાજ અને  ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનના અવસાનથી લોકોમાં શોક વ્યાપી ગયો છે.

આમ તો તેમને ભાજપના કદાવર નેતા કહેવાતા હતા. ગુજરાતના રાજકારણમાં તેમને “બાપા”તરીકે સંબોધન કરાતુ હતુ. કેશુભાઈએ જ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો છે. કેશુભાઈએ તેમનું  જીવન ગુજરાતના વિકાસ અને ગુજરાતની પ્રગતિ માટે સમર્પિત કર્યુ છે.ખાસ કરીને  તેમને તેમનું જીવન ગામડાઓના લોકોના જીવન સુધારણા માટે સમર્પિત હતું. ખેડૂતોના હિતોના રક્ષક તેઓ લોકો સાથે ગજબનો નાતો ધરાવતા હતા.

ભાજપમાં રહીને ગુજરાતમાં સંગઠનને સશક્ત કરવામાં કેશુભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી. સોમનાથ મંદિરના ટ્રસ્ટીના રૂપમાં એમણે મંદિરના વિકાસ માટે હંમેશા ખૂબ સહયોગ આપ્યો હતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati