ગુજરાતના વિકાસમાં ત્રણ મહત્વનાં પ્રોજક્ટનું છોગુ ઉમેરાયું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સુર્યોદય યોજના અને UN મહેતા કાર્ડીયાક હોસ્પિટલનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ

ગુજરાતનાં વિકાસનાં ભાથામાં વધુ ત્રણ યશ કલગીનો ઉમેરો આજે થયો છે જે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સુર્યોદય યોજના અને UN મહેતા કાર્ડીયાક હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે બોલતા મુખ્ય પ્ધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીઝ, ટુરીઝમ અને મેડીકલ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. આજે રાજ્યનો વિકાસ […]

ગુજરાતના વિકાસમાં ત્રણ મહત્વનાં પ્રોજક્ટનું છોગુ ઉમેરાયું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સુર્યોદય યોજના અને UN મહેતા કાર્ડીયાક હોસ્પિટલનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ
Pinak Shukla

|

Oct 24, 2020 | 1:12 PM

ગુજરાતનાં વિકાસનાં ભાથામાં વધુ ત્રણ યશ કલગીનો ઉમેરો આજે થયો છે જે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સુર્યોદય યોજના અને UN મહેતા કાર્ડીયાક હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે બોલતા મુખ્ય પ્ધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીઝ, ટુરીઝમ અને મેડીકલ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. આજે રાજ્યનો વિકાસ દેશ અને દુનિયામાં દેખાઈ રહ્યો છે. કોરોનામાં ગુજરાતે 90% રીકવરી લીધી છે, મત્યુઆંકમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની અનેક યોજના ખોરંભે ચઢાવવાનાં પ્રયાસ કરવામાં આવ્યા હતા જેને લઈને આ યોજના ખાસ્સી લંબાઈ ગઈ જો કે વડાપ્રધાનનાં આશિર્વાદનાં કારણે આ યોજના શક્ય બની.

ત્રણ મહત્વનાં પ્રોજક્ટનાં લોકાર્પણ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદી એ કહ્યું કે ગુજરાત પર માતાજીના શક્તિરૂપેણ આશિર્વાદ બનેલા છે. ખેડુતો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો માટે આશિર્વાદ રૂપ કિસાન સર્વોદય યોજના પર બોલતા જણાવ્યું કે એક સમય હતો કે જ્યારે ગુજરાતનાં બજેટનો મોટો ભાગ પાણી પાછળ વપરાતો હતો પણ આ યોજના પર એ પ્રકારે કામ કરવામાં આવ્યું કે આજે ભારત વિશ્વમાં સોલર પાવર જનરેશનનાં ક્ષેત્રમાં પાંચમાં સ્તરે પહોચી ગયું છે. વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડનો રસ્તો ભારતે દેખાડ્યો છે. એક સમય હતો કે જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢનાં ખેડુતોને રાતે વિજળી આવવાનાં કારમે પાણી સિંચાઈમાં ભારે તકલીફ રહેતી હતી. આજે રાજ્યનાં 1000 જેટલા ગામમાં આ યોજના શરૂ થઈ ગઈ છે. નલ સે જલ યોજના હેઠળ રાજ્યનાં 80% લોકોનાં ઘરે પાણી પહોચી ગયું છે. આ સાથે જ તેમણે “પર ડ્રોપ મોર ક્રોપ”નું સૂત્ર પણ આપ્યું હતું.

ગીરનાર રોપ વેનો પ્રોજેક્ટ કે જે ઘણાં લાંબા સમયથી ટળી રહ્યો હતો તેના પર વાત કરતા વડાપ્રધાન મોદી એ કહ્યું કે આ પ્રોજેક્ટ શરૂ થવાનાં કારણે સ્થાનિય યુવાનોને રોજગારી મળી રહેશે. સમયની માગ પણ એ છે કે દુનિયાભરમાં ટુરીસ્ટો જ્યાં પણ પોતાના પરિવાર સાથે જાય છે ત્યાં અગર તેમને આધુનિક સુવિધાઓ આપવામાં આવે છે તો તેને બેસ્ટ બનતા વાર નથી લાગતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે ઘણાં ટુંકા સમયમાં તે દુનિયાભરમાં નામ કાઢી ચુક્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati