Gujarat Municipal Election 2021 : JAMNAGARમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું, કોંગ્રેસના દિગ્ગજોની હાર

Gujarat Municipal Election 2021 : જામનગરમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું પાડ્યું છે. 3 બેઠકો ભાજપ જીત્યું,

Gujarat Municipal Election 2021 : JAMNAGARમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું, કોંગ્રેસના દિગ્ગજોની હાર
Follow Us:
| Updated on: Feb 23, 2021 | 4:43 PM

Gujarat Municipal Election 2021 :

જામનગરમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું પાડ્યું છે. 3 બેઠકો ભાજપ જીત્યું, 1માં કોંગ્રેસની જીત થઇ. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાની હાર થઇ છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ. જે ભાજપ છોડી આપમાં ગયા હતા. માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડી છે. પાંચ બેઠકો પર BSP આગળ છે. વોર્ડ નં. 6 ત્રણ ટર્મથી ભાજપનો ગઢ ગણાતું હતું. વોર્ડ નં. 7માં ભાજપની પેનલની જીત થઇ છે.

જામનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ હાર્યા

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

વોર્ડ નંબર 2માંથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા શહેર કૉંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે. જામનગર મનપામાં નેતા વિપક્ષ તરીકે દિગુભા જાડેજાને પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. વોર્ડ નંબર 2માં કૉંગ્રેસની પેનલનો સફાયો. અહીં ભાજપના કૃપાબેન ભારાઈ, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજાની જીત થઈ છે.

વોર્ડ નં 15માં કૉંગ્રેસના 3 દિગ્ગજો હાર્યા

તો વોર્ડ નંબર 15માં પણ કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 15માં કૉંગ્રેસે ચારેય સીટીંગ કોર્પોરેટરને રિપીટ કર્યા હતા. જેમાંથી ત્રણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો એકની જીત થઈ છે. વોર્ડ નંબર 15માં કૉંગ્રેસના મરિયમબેન સુમરા, શીતલબેન વાઘેલા અને દેવશી આહીરની હાર થઈ છે. કૉંગ્રેસના એકમાત્ર આનંદ રાઠોડ જીત મેળવવામા સફળ રહ્યા છે. વોર્ડ નંબર 15માં ભાજપના હર્ષાબા પ્રવીણસિંહ જાડેજા, શોભના પઠાણ, જેન્તીલાલ ગોહિલની જીત થઈ છે તો જયસુખલાલ ઢોલરિયાની હાર થઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">