સારા સમાચાર : રાજ્યમાં 17 ઓગષ્ટ બાદ મેઘમહેર થવાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં આનંદ

સારા સમાચાર : રાજ્યમાં 17 ઓગષ્ટ બાદ મેઘમહેર થવાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં આનંદ
Gujarat Meteorological Department forecasts rains after August 17

હવામાન વિભાગના ડિરેકટર મનોરમા મોહંતી નું માનવું છે કે એક અઠવાડિયા બાદ ગુજરાતમાં ચાલી રહેલી ડ્રાય સ્પેલ ની પૂર્ણાહુતિ થશે અને ગુજરાતને સારો વરસાદ મળશે.

Pratik jadav

| Edited By: Nakulsinh Gohil

Aug 11, 2021 | 3:08 PM


AHMEDABAD : 17 ઓગષ્ટ બાદ ગુજરાતમાં મેઘરાજનું પૂનઃ આગમન થાય તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે જેનાથી ખેડૂતો ચિંતિત છે. જો કે ખેડૂતોની આ ચિંતા થોડા જ દિવસોમાં દૂર થવાની છે કારણ કે આગામી એક અઠવાડિયા પછી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ બનશે જેનાથી ગુજરાતમાં વરસાદનું કમબેક થશે.

એક અઠવાડિયા બાદ ડ્રાય સ્પેલ પૂરું થશે
હાલ રાજ્યમાં ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પણ વધારે સમયથી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ચોમાસાની સીઝનમાં ચોક્કસ પેટર્ન પ્રમાણે વરસાદ વરસતો હોય છે. જેમાં વેટ સ્પેલ, ડ્રાય સ્પેલ ત્યારબાદ ફરીથી વેટ સ્પેલ અને ડ્રાય સ્પેલના ભાગરૂપે વરસાદ વરસતો હોય છે.

હવામાન વિભાગના ડિરેકટર મનોરમા મોહંતી નું માનવું છે કે એક અઠવાડિયા બાદ ગુજરાતમાં ચાલી રહેલી ડ્રાય સ્પેલ ની પૂર્ણાહુતિ થશે અને ગુજરાતને સારો વરસાદ મળશે. 18મી ઓગસ્ટ થી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર શરૂ થશે જેના 3 દિવસ બાદ એટલે કે 21 દિવસ પછી ગુજરાત રિજયનમાં એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર શરૂ થશે.

રાજ્યમાં 46 ટકા વરસાદની ઘટ
જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી છે. છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાના કારણે 46 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે જેમાં સૌથી વધુ વરસાદની ઘટ ગુજરાત રિજયનમાં જોવા મળી છે જેમાં ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

રાજ્યમાં અત્યાર સુધી માત્ર 254 mm વરસાદ પડ્યો
અત્યાર સુધી ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો 467.1 mm જેટલો વરસાદ વરસવો જોઈતો હતો પરંતુ ગુજરાતમાં વેટ સ્પેલ એક્ટિવ હોવાના કારણે માત્ર 254 mm જેટલો જ વરસાદ વરસ્યો છે જે ખેડૂતો માટે ચિંતા નો વિષય છે જો કે ગુજરાતમાં જળાશયો ની સ્થિતિ સારી હોવાના કારણે પીવાના પાણીની કોઈ અછત વર્તાય તેમ નથી પરંતુ ખેંચાયેલા વરસાદના કારણે સિંચાઈ લક્ષી પાણી ઓછા પ્રમાણમાં મળશે જેનાથી રાજ્યમાં સરેરાશ સિંચાઈ પણ ઓછી થાય તેવું ખેતી નિષ્ણાત માની રહ્યા છે.

આ પણ વાંચો : GANDHINAGAR : તાઉતે વાવાઝોડાના વળતર અંગે સરકાર અને વિપક્ષ આમને-સામને, સરકારે રિ-સર્વેની સ્પષ્ટ ના પાડી દીધી

આ પણ વાંચો : SURAT : બાયોડીઝલના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલની સૌથી મોટી રેડ, 11 ટેન્કરો સાથે 1.5 લાખ લીટર બાયોડીઝલ જપ્ત


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati