ગુજરાતમાં અંડરવર્લ્ડની દસ્તક? છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરની ગુજરાત ATSની ટીમે કરી ધરપકડ, શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના નેતાઓને નિશાન બનાવવા આવ્યા હતા

ગુજરાતમાં અંડરવર્લ્ડને લખતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી. આમાંથી એકે ફાયરિંગ કરતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા અને એટીએસની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના […]

ગુજરાતમાં અંડરવર્લ્ડની દસ્તક? છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરની ગુજરાત ATSની ટીમે કરી ધરપકડ, શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના નેતાઓને નિશાન બનાવવા આવ્યા હતા
http://tv9gujarati.in/gujarat-ma-under…n-banavvana-hata/
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 10:04 PM

ગુજરાતમાં અંડરવર્લ્ડને લખતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી. આમાંથી એકે ફાયરિંગ કરતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા અને એટીએસની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર શાર્પશૂટરની તપાસ શરૂ કરી છે જ્યારે ઝડપાયેલા એકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના નેતાઓને નિશાન બનાવવા આવ્યા હતા.

ઝડપાયેલા શાર્પ શૂટરનો મોબાઈલ ફોન તપાસ કરતા વોટ્સએપમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો. નેધરલેન્ડના નંબર પરથી મેસેજ આવ્યો હતો. મંગળવારે બપોરે કમલમની રેકી હતી. જેના વીડિયો નેધરલેન્ડના નંબર પર મોકલ્યા હતા. ગોરધન ઝડફિયાના નામ અને ફોટો મળી આવ્યા હતા. હેન્ડલર દ્વારા તેને આ ફોટો મોકલવામાં આવ્યો હતો. બીજો શાર્પશૂટર આવવાનો હતો તેવી વાતચીત વોટ્સએપ ચેટમાં મળી આવી હતી. ATS લાવી પૂછપરછ કરતા તેનું નામ ઈરફાન ઈલિયાસ શેખ (રહે. મુંબઈ ચેમ્બુર) હોવાનું કહ્યું હતું. પૂછપરછ દરમિયાન અન્ય આરોપી કોણ હતો તે અંગે પૂછપરછ ચાલી રહી છે.

ગત મધ્યરાત્રિએ અમદાવાદના રિલિફ રોડ પરની વિનસ હોટલમાં ફાયરિંગથી ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ ફાયરિંગ છોટા શકીલના શાર્પશૂટરે કર્યું હતું જેમાં પીએસઆઈ નમી જતા બચી ગયા હતા. જ્યારે ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી. પળવારમાં જ એટીએસના પીએસઆઇ આરોપી પર કૂદી ગયા હતા અને તેને દબોચી લીધો હતો. આરોપી સાથે અમદાવાદના કેટલાક લોકો સંપર્કમાં હોવાની એટીએસને શંકા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગુજરાત ATSના હિમાંશુ શુક્લાને મંગળવારે રાતે 10 વાગ્યે બાતમી મળી હતી કે છોટા શકીલના 2 શાર્પશૂટર અમદાવાદ આવી ગયા છે અને રિલીફ રોડ પાસે આવેલી હોટલ વિનસમાં રોકાયા છે. જેથી ATS અને ક્રાઈમ બ્રાન્ચને ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે ગૂગલમાં હોટલનું નામ સર્ચ કર્યું હતું. જો કે, ગૂગલમાં કરતાં હોટલ મળી આવી ન હતી. ATSના હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રન તેમની ટીમ સાથે રિલીફ રોડ પર ખાનગી વાહનોમાં પહોંચ્યા હતા. રિલીફ રોડ પર હોટલની તપાસ શરૂ કરી હતી. રાતે 12.30 વાગ્યે હોટલ વિનસ મળી હતી. હોટલ કન્ફર્મ થતાં ATSથી ચાર ચેતક કમાન્ડોને બોલાવી લેવાયા હતા.

હોટલ વિનસમાં રૂમમાં વ્યક્તિ હોવાની બાતમી પાકી થતાની સાથે જ ક્રાઈમ અને ATSની ટીમ બહાર ગોઠવાઈ ગઈ હતી. રાતે દોઢ વાગ્યે ચાર અધિકારીઓ જેમાં ATSના DIG હિમાંશુ શુકલા, ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રન, DYSP ભાવેશ રોજીયા, DYSP કે.કે પટેલ સાથે હોટલના રૂમ સુધી પહોંચી ગયા હતા અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">