AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 ઓકટોબરના મહત્વના સમાચાર : ભરૂચના સાંસદે નવા બનતા રોડની કામગીરી સંદર્ભે કોન્ટ્રાકટરને જાહેરમાં જ ખખડાવ્યાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2025 | 8:56 PM
Share

આજે 24 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 ઓકટોબરના મહત્વના સમાચાર : ભરૂચના સાંસદે નવા બનતા રોડની કામગીરી સંદર્ભે કોન્ટ્રાકટરને જાહેરમાં જ ખખડાવ્યાં

આજે 24 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Oct 2025 08:24 PM (IST)

    ભરૂચના સાંસદે નવા બનતા રોડની કામગીરી સંદર્ભે કોન્ટ્રાકટરને જાહેરમાં જ ખખડાવ્યાં

    ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રોડની કામગીરી બાબતે કોન્ટ્રાકટરને રોડ પર જ તતડાવ્યા હતા. નેત્રંગની મોવી ચોકડી નજીક બની રહેલ રોડની કામગીરીમાં બેદરકારીના પગલે સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો. રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ સામગ્રી ગુણવત્તાયુક્ત ના હોવાના કારણે કોન્ટ્રાકટરને જાહેરમાં જ તતડાવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ધ્યાન આપવા સૂચના આપી

  • 24 Oct 2025 07:37 PM (IST)

    હાર્દિક પટેલના મતવિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીંમાં જોડાયા

    અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠકમાં આવતા ગ્રામ્ય  વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દેત્રોજના રૂદાતલા ગામમા 100 વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીંમાં જોડાયા છે. આપના પ્રદેશ કોષાધ્યક્ષ કિરણ પટેલ સહિત સ્થાનિક હોદેદારોની ઉપસ્થિતિમા આપમા જોડાયા.

  • 24 Oct 2025 07:31 PM (IST)

    ફતેપુરા ખાતેના વડલી ગામના સલીયાટા નદી પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળ્યું

    દાહોદના ફતેપુરા ખાતેના વડલી ગામના સલીયાટા નદી પાસેથી નવજાત મળી આવ્યું છે. નવજાત બાળકના રડવાનો અવાજ આવતા આસપાસના લોકોની તેના પર નજર પડી હતી. તાત્કાલિક ઘટનાની જાણ વિસ્તારના લોકોએ પોલીસને કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયું છે. નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનાને લઇ વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો છે.

  • 24 Oct 2025 07:28 PM (IST)

    જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા 3 યુવાનો જેલ હવાલે

    ગીર સોમનાથના જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા વેરાવળના 3 યુવાનને બાબરીયા રેન્જના અધિકારીએ ઝડપી જસાધાર RFOને સોંપ્યા છે. ત્રણેય યુવકો પર શંકા જતા વનવિભાગ દ્વારા તેના મોબાઈલ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો. વનવિભાગે ઝડપાયેલા શખ્સોના મોબાઇલ તપાસતા સિંહ પજવણીના વીડિયો મળી આવ્યા હતા. વનવિભાગે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ જેલ હવાલે કરાયા છે. આગામી સુનાવણી 27 ઓક્ટોબર ના રોજ થશે. વનવિભાગે કાર અને મોબાઈલ કબ્જે કર્યા. બાબરીયા રેન્જના પણ વીડિઓ મોબાઇલમાં મળી આવેલ છે.

  • 24 Oct 2025 05:37 PM (IST)

    ખંભાળિયા નજીક એસ્સાર કંપનીમાં આગ, દૂર દૂરથી જોવા મળ્યાં ધુમાડાના ગોટેગોટા

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક એસ્સાર કંપનીમાં આગની ઘટના બનવા પામી છે. કોલસા સપ્લાય કરતા કન્વર્ટર બેલ્ટમાં ભીષણ આગ લાગી છે. આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા છવાયા છે. આગને કાબૂમાં લેવા માટે 5 ફાયર ફાઇટરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

  • 24 Oct 2025 05:04 PM (IST)

    રાજકોટમાં કારમાંથી ફટાકડા ફોડતા નબીરાઓનો વીડિયો વાયરલ

    રાજકોટમા કાયદાનો ડરના હોય તેવા નબીરાઓનો એક વીડિયો વાયરલ થયો છે. આ નબીરાઓને રાજકોટ શહેર પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેમ લાગે છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું કે, રાજકોટના લક્ષ્મીનગર અન્ડરબ્રિજ પાસે ચાલુ કારમા ફટાકડા ફોડી જાહેર જનતાનો જીવ જોખમ મૂક્યો ! કારમાંથી ફટાકડા બહાર ફેંકતા નબીરાઓનો વીડિયો થયો વાયરલ.

  • 24 Oct 2025 04:29 PM (IST)

    વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ત્રણ સગીરે, એક યુવક પર ચપ્પુ વડે કર્યો હુમલો

    વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં ત્રણ સગીરે, એક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો. મોગરાવાડી ખાતે આવેલ હીરા ફેકટરી પાસે યુવક જઈ રહ્યો હતો તે સમયે બની ઘટના. ત્રણ સગીરોએ યુવકને હેપ્પી ન્યુ યર કહી હુમલો કર્યો હતો. હુમલાનું કારણ હજુ અકબંધ છે. યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. સમગ્ર મામલે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 24 Oct 2025 03:45 PM (IST)

    સરખેજમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો, SMC એ દરોડા પાડી 4ની કરી ધરપકડ

    અમદાવાદના સરખેજમાંથી લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે. અમવાજ રેસિડન્સીના બાજુમાં હર્માઈન 33 માં એસએમસીએ દરોડા પાડ્યા હતા. 28 લાખથી વધુની કિંમતનો 289.770 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો. રોકડ, વાહન, ડ્રગ્સ, રૂપિયા ગમવાનું મશીન સહિત 53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પરવેજમિયા શેખ, મહંમદઝૈદ કુરેશી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્લેટમાં  જથ્થો રાખી લોકોને આપતા હતા. એમડી ડ્રગ્સના સપ્લાયરની શોધખોળ હાથ ધરાઈ.

  • 24 Oct 2025 02:48 PM (IST)

    વડોદરા આવેલા કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા થયા નારાજ

    વડોદરા આવેલા કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા હતા. રોજગાર મેળામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા નારાજગી દર્શાવી. સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કી સોની મોડા પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ પણ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. સિંધિયાએ સાંસદ અને મેયરને સ્ટેજ પર જ ખખડાવ્યા. તેમણે કહ્યુ કે હું વડોદરાનો મહેમાન છું, તમે કેમ મોડા આવ્યા. સ્થાનિક નેતાઓ આવે તેના અડધા કલાક પહેલા સિંધિયા પહોંચી ગયા હતા.

  • 24 Oct 2025 02:31 PM (IST)

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 72 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે.

  • 24 Oct 2025 01:59 PM (IST)

    વડોદરા: અકોટા મુજમહુડા રોડ પર વિશાળ ભૂવો

    વડોદરા: અકોટા મુજમહુડા રોડ પર વિશાળ ભૂવો પડ્યો છે. વરસાદની વિદાય બાદ પણ ભૂવા પડવા યથાવત છે. ભૂવાના કારણે એકતરફનો રોડ બંધ કરાયો. એક તરફનો વાહન વ્યવહાર બંધ થતા મુશ્કેલી સર્જાઇ છે. પાલિકાએ દિશા સૂચન બોર્ડ લગાવી ડાયવર્ઝન  આપ્યું.

  • 24 Oct 2025 01:49 PM (IST)

    દેવભૂમિ દ્વારકા: ભારે ભીડ વચ્ચે મોટી દુર્ઘટના ટળી

    દેવભૂમિ દ્વારકા: ભારે ભીડ વચ્ચે મોટી દુર્ઘટના ટળી છે. મંદિર પાસે ઊભો કરાયેલ હંગામી ગેટ ધરાશાયી થયો છે. ગેટ નંબર-2નો એક ભાગ એકાએક તૂટી પડ્યો. ગેટ તૂટી પડતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો. સદનસીબે અનિચ્છનિય બનાવ ટળી ગયો.

  • 24 Oct 2025 01:33 PM (IST)

    ભારતના “એડમેન” તરીકે જાણીતા પિયુષ પાંડેનું અવસાન

    અબકી બાર મોદી સરકાર” સૂત્ર આપનાર અને ભારતીય જાહેરાત ઉદ્યોગમાં પ્રખ્યાત વ્યક્તિત્વ પિયુષ પાંડેનું 70 વર્ષની વયે અવસાન થયું છે. તેમની સર્જનાત્મકતા અને સરળતાથી, તેમણે જાહેરાતને ફરીથી વ્યાખ્યાયિત કરી. જયપુરથી શરૂ થયેલી તેમની સફરએ તેમને ભારતનો સાચો એડમેન બનાવ્યો, જે દરેક જાહેરાતને હૃદય સાથે જોડતો હતો.

  • 24 Oct 2025 01:04 PM (IST)

    જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો

    જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 12.37 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર 3.6ની તિવ્રતા નોંધાઈ. ગોંડલથી 24 કિ.મી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું. આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા.

  • 24 Oct 2025 12:56 PM (IST)

    અમદાવાદઃ છઠ પૂજાની તૈયારીઓ જોરશોરથી શરૂ

    અમદાવાદઃ છઠ પૂજાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આની છે. ઈન્દિરા કેનાલ પાસે છઠ પૂજાને લઈને કામગીરી પૂર્ણતાને આરે છે. 20,000 થી પણ વધુ પરિવારો છઠ પૂજા ઘાટ પર પૂજા કરે છે. છઠ પૂજા માટે સાફ સફાઈથી માંડીને તમામ વ્યવસ્થા કરાઈ. પૂર્વ CM આનંદીબેન પટેલે છઠ પૂજા ઘાટ બનાવડાવ્યો હતો.

  • 24 Oct 2025 12:51 PM (IST)

    સુરત: છઠ પૂજાને લઇ રેલવે વિભાગની તૈયારીઓ

    સુરત: છઠ પૂજાની તૈયારીઓને લઇ રેલવે વિભાગ સજ્જ, સુરત રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રિત કરવા વિશેષ વ્યવસ્થા કરાઈ; ખાસ હોલ્ડિંગ વિસ્તાર સાથે ટ્રેનો ચલાવી, દરેક 10-15 મુસાફરો પાસે પોલીસકર્મીઓ અને RPF તૈનાત. ટિકિટ બારીઓ પર પોર્ટેબલ ટિકિટ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ, મુસાફરો લાંબી કતારમાં ઊભા રહેવાનાં રહેશે નહીં, મોબાઇલ અને રિઝર્વડ ટિકિટ સિસ્ટમ મારફતે ટિકિટ અપાઈ. પશ્ચિમ રેલવેના 80 હજારથી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા.

  • 24 Oct 2025 12:49 PM (IST)

    અમદાવાદમાં જૂની અદાવતમાં કાકી અને ભત્રીજા પર જીવલેણ હુમલો

    અમદાવાદ: વેજલપુરમાં જૂની અદાવતમાં કાકી અને ભત્રીજા પર જીવલેણ હુમલો થયો.  4 શખ્સોએ ધારીયા, છરી અને દંડા વડે માર માર્યો. ઘટનામાં યુવકના શરીર પર ઠેર-ઠેર ઘા વાગ્યા. હુમલો કરનાર આરોપીઓ CCTVમાં કેદ થયા. ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો.

  • 24 Oct 2025 11:34 AM (IST)

    સુરત: ભેસ્તાનની ભીંડી બજારમાં થઇ હત્યા

    સુરત: ભેસ્તાનની ભીંડી બજારમાં હત્યા થઇ. 18 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી. અન્ય એક યુવકને ગંભીર ઇજા થતા સારવાર હેઠળ છે. અંગત અદાવતમાં હત્યા થઇ હોવાનું અનુમાન છે. હત્યામાં લસ્સી ગેંગ અને દાલ-ચાવલ ગેંગ હોવાનો આરોપ છે. બંને ગેંગના 4 શખ્સોએ મળીને હત્યા કર્યાનો આરોપ છે. ભેસ્તાન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

  • 24 Oct 2025 11:20 AM (IST)

    અમદાવાદઃ બેદરકારી પૂર્વક ફટાકડા ફોડતા લેવાયો કિશોરીનો ભોગ

    અમદાવાદમાં ચકચારી ઘટના સામે આવી છે. કેટલાક યુવકોની બેદરકારીને કારણે કિશોરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો. ચેનપુર વિસ્તારમાં મેઘા આર્કેડ નજીક યુવકો લોખંડની પાઈપમાં ફટાકડા ફોડતા હતા. ત્યારે હેના પુરોહિત નામની કિશોરી ત્યાં ફટાકડા ફૂટતા જોઈ રહી હતી. ત્યાંજ એક ધડાકો થયો ને લોખંડની પાઈપ બંદૂકની ગોળીની જેમ છૂટી. સીધી કિશોરીની માથા પર વાગી. કિશોરીની ગંભીર ઈજા પહોંતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવે છે. પરંતુ કમનસીબે તેનો જીવ બચી ન શક્યો. ત્યારે પોલીસે ફટાકડા ફોડતા ત્રણ યુવકો સામે ફરીયાદ નોંધી વઘુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 24 Oct 2025 10:37 AM (IST)

    તાપીઃ નિઝરમાં ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત

    તાપીઃ નિઝરમાં ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. દેવલપાડા ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 1 કિશોર સહિત 2ના મોત, 4 ઈજાગ્રસ્ત થયા છે. નિઝર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • 24 Oct 2025 10:26 AM (IST)

    દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા કૃત્રિમ વરસાદની લેવાશે મદદ

    દિલ્લી: વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા તંત્ર એલર્ટ પર, વાયુ પ્રદૂષણ ઘટાડવા કૃત્રિમ વરસાદની મદદ લેવાશે, ક્લાઉડ સીડિંગનું પરીક્ષણ સફળ રહ્યું, 29 ઓક્ટોબરે દિલ્લીમાં કૃત્રિમ વરસાદ વરસાવાશે અને પ્રદૂષણમાં ઘટાડાની આશા છે.

  • 24 Oct 2025 10:03 AM (IST)

    વલસાડ : 3 સગીરે યુવક પર છરી વડે કર્યો હુમલો

    વલસાડમાં Mogarwadi વિસ્તારમાં 3 સગીરાએ હીરા ફેક્ટરી પાસે યુવક પર છરી વડે હુમલો કર્યો; તેઓએ યુવકને “હેપ્પી ન્યુ ઇયર” કહી માર્યા, હુમલાનું કારણ હજુ અજ્ઞાત, ઘાયલ યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ.

  • 24 Oct 2025 09:32 AM (IST)

    અમદાવાદઃ છઠ પૂજા ને લઈને પશ્ચિમ રેલવેની ખાસ તૈયારીઓ

    અમદાવાદઃ છઠ પૂજા ને લઈને પશ્ચિમ રેલવેની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદથી 7 ટ્રેન ઉત્તર ભારત તરફ રવાના થશે. મુસાફરી દરમિયાન ભીડ ન થાય તે માટે રેલવેનું આયોજન છે. કાલુપુર રેલવે સ્ટેશન પર અલગથી વેઇટિંગ એરિયા ઉભો કરાયો. પ્રતિક્ષાખંડમાં મુસાફરો માટે પાણી સહિતની સુવિધાઓ રહેશે. જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ તૈયારીઓની સમીક્ષા કરી.

  • 24 Oct 2025 09:07 AM (IST)

    મહેસાણાના આકાશમાં વાયુસેના લખશે શૌર્યની ગાથા

    મહેસાણાના એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિકની ટીમ દ્વારા એર-શોનું આયોજન કરાયું છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 9 જેટ્સ સાથે એર શો યોજાઈ રહ્યો છે. મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર ભારતના ફાઇટર જેટ્સ 900થી 1000ની ઝડપે શૌર્યની ઉડાન ભરશેઆ એર-શોનો મુખ્ય હેતુ યુવાઓને સશસ્ત્ર દળોમાં જોડાવવા માટે પ્રેરિત કરવાનો છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની ગૌરવશળી ટીમ છે. જેણે 700થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એર શો કર્યા છે. આપને જણાવી દઇએ આ એર શો પહેલા સૂર્યકિરણ ટીમે ભવ્ય રિહર્સલ કર્યું હતું. મહત્વનું છે, આજે વાયુસેના શૌર્ય. પરાક્રમ સાહસ વીરતા હિંમત અને ઉમંગથી આકાશ ગૂંજવી દેશે.

  • 24 Oct 2025 08:37 AM (IST)

    દેવભૂમિ દ્વારકા: ગોમતી ઘાટ પર મહાઆરતી અને ચુંદડીનો મનોરથ

    ભાઈબીજનાં દિવસે ગોમતી નદીમાં સ્નાન કરી પ્રવાસી અને સ્થાનિકોએ નદીમાં દિવડા તરતા મુક્યા હતા. એવી માન્યતા છે કે ભાઇબીજનાં દિવસે ગોમતી નદીમાં દિવડાઓ તરતા મુકવાથી ભાઇઓને કદી અકાળે યમરાજનું તેડુ નથી આવતુ. ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતા બહેનોએ નદીનાં જળમાં દીવડાઓ મુક્યા.

  • 24 Oct 2025 08:33 AM (IST)

    NBA માં ગેરકાયદેસર જુગાર પર કાર્યવાહીમાં FBI એ ઘણા ખેલાડીઓની ધરપકડ કરી

    NBA માં ગેરકાયદેસર જુગાર પર કાર્યવાહીમાં FBI એ ઘણા ખેલાડીઓની ધરપકડ કરી. NBA સટ્ટાબાજી અને પોકર રમતોમાં છેતરપિંડી કરવા માટે માફિયા-સમર્થિત યોજનામાં આરોપ મૂકવામાં આવેલા 34 લોકોમાં ચૌન્સી બિલઅપ્સ અને ટેરી રોઝિયરનો સમાવેશ થાય છે.

  • 24 Oct 2025 08:13 AM (IST)

    વાપી : GIDC વિસ્તારમાં ભીષણ આગ

    વાપી : GIDC વિસ્તારમાં રામા પેપર મિલમાં  ભીષણ આગ લાગી છે. મિલમાં મોટી સંખ્યામાં કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી  આગ વિકરાળ બની. 10 જેટલી ફાયરની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો. આગની દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે.

  • 24 Oct 2025 07:47 AM (IST)

    દિલ્હીના અનેક વિસ્તારોમાં ખરાબ હવા ગુણવત્તા સૂચકાંક (AQI)

    કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, શુક્રવારે સવારે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 403 નોંધવામાં આવ્યો હતો, જે “ગંભીર” શ્રેણીમાં આવે છે. તેવી જ રીતે, AIIMS અને તેની આસપાસ AQI 295 નોંધવામાં આવ્યો હતો, જે “ગંભીર” શ્રેણીમાં આવે છે. ITO વિસ્તારમાં 316 નો AQI નોંધવામાં આવ્યો હતો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે.

  • 24 Oct 2025 07:44 AM (IST)

    આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બસમાં આગ લાગી, 20 લોકો જીવતા બળી ગયા

    આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં એક ખાનગી ટ્રાવેલ બસમાં આગ લાગતાં લગભગ 20-30 લોકો જીવતા બળી ગયા. અહેવાલ મુજબ, બસ હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહી હતી ત્યારે કુર્નૂલની બહાર ચિન્નાટેકુરુ વિસ્તારમાં એક ટુ-વ્હીલર સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ. બસમાં લગભગ 40 લોકો સવાર હતા, જેમાંથી 12 ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બચવામાં સફળ રહ્યા, જ્યારે બાકીના આગમાં લપેટાઈ ગયા.

Published On - Oct 24,2025 7:42 AM

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">