નવસારી પ્રાંત અધિકારી અને તેમની ટીમે ગેરકાયદેસર રેતી ખનન અંગે કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોએ કરેલી મુખ્યમંત્રીને ફરિયાદ બાદ વહીવટી તંત્રએ કરી કાર્યવાહી, પૂર્ણા નદી પર આવેલા આમડપોર ગામે છેલ્લા છ મહિનાથી કરવામાં આવતું હતું ગેરકાયદેસર રેતી ખનન. પૂર્ણ નદીના પટ તોડીને કરાતું હતું રેતી ઉલેચવાનું કામ. પ્રાંત અધિકારીની ટીમે બે કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો. પાંચ હિટાચી મશીન, છ નાવડી અને 12 ખાલી ગાડી પકડી પાડી કબજે લીધી. પ્રાંત અધિકારી દ્વારા ડીઆઈએલાર અને આરટીઓની ટીમોને સાથે રાખી કાર્યવાહી શરૂ કરી. રેતી માફીઆઓ પર્યાવરણના નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર રીતે કરતા રહેતી ખનન. રેતી માફિયાઓ ગેરકાયદેસર ખનન કરતા હોવાનું વારંવાર સ્થાનિકોએ મુખ્યમંત્રીને કરી હતી ફરિયાદ. મુખ્યમંત્રીને ફરિયાદ બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી. નવસારી ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ઊભા થયા સવાલો.
અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બનાવવા માટે ભાજપે કેટલાક કોર્પોરેટરોને ફોન કર્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનવા માટેના ફોર્મ ભરવા માટે પાર્ટીએ, સિનિયર કાઉન્સિલરોને ફોન કર્યાં છે. 30 કાઉન્સિલરોને 25 મે ના રોજ ફોર્મ ભરવા અપાઈ સુચના. 30 માંથી 12 સભ્યોની નિયુક્તિ કરવામાં આવશે, જ્યારે 18 કોર્પોરેટરોના ફોર્મ પરત ખેંચાશે.
ગુજરાતના સિસ્મેક ઝોન-5માં આવેલ કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર આવેલ હતુ. જો કે, ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 3 મેગ્નિટ્યુડની નોંધાઈ હતી. ભૂકંપના આંચકાને કારણે જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસ નજીક ફરી એકવાર ગોળીબાર થયાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ છે. સિક્રેટ સર્વિસે હાલમાં આ વિસ્તારમાં તપાસ અને સુરક્ષા કામગીરી ચલાવી રહી છે. FBIના ડિરેક્ટર કાશ પટેલે ગોળીબારની ઘટનાને પુષ્ટિ આપવા સાથે જણાવ્યું કે, FBI પણ ઘટનાસ્થળે હાજર છે.
આજે 24 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:12 am, Sun, 24 May 26