
આજે 21 સપ્ટેમ્બરને ગુરૂવાર રોજ, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરિત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
કતવારા ગામની તબીબ મહીલાએ આત્મહત્યા કરી છે. સાત વર્ષ પેહલા પ્રેમ લગ્ન કરનાર અને બે બાળકોની માતા એવી 26 વર્ષની ખાનગી હોસ્પિટલમાં તબીબ (ડોક્ટર) તરીકે પ્રેક્ટિસ કરતી મેધાબેન હાડાએ પોતાનુ જીવન ટુકાવયું છે. પોતાના ધરે પંખા સાથે ચાદર બાધી અગમ્ય કારણોસર જીવન ટુપાવયુ. કતવારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાજ્યસભામાં મહિલા અનામત બિલ પણ પસાર થઈ ગયું છે. આ બિલ બુધવારે લોકસભામાં ભારે બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર IAS સી વી સોમને નર્મદા, વોટર રિસોર્સીસનો ચાર્જ સોંપાયો છે. IAS મનીશ ભારદ્વાજ નર્મદા, વોટર રિસોર્સીસના મુખ્ય સચીવ હતા. મનીશ ભારદ્વાજની દિલ્લી ડેપ્યુટેશન પર જતા સી વી સોમને ચાર્જ સોંપાયો છે.
આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક કરાઇ છે. અગાઉ તેઓ Amcમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. હવે તેઓ આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે
રાજકોટના જસદણ વિછીયા પંથકમાં ખેડૂતોને સમસ્યાઓના શિખરો ઊભા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વર્તમાન સમયની અંદર વરસાદની અછત અને સૌથી ઓછો વરસાદ થતાં પાક નિષ્ફળ જઈ રહ્યો છે ઉપરાંત પશુઓ પાકને વેરવિખેર કરી રહ્યા હોવાનું ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. આંબરડી, દેતડ, આદસંગ, થોરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી છે.
કેનેડિયનો માટે વિઝા રોકવાના મામલે વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે કે અમારા હાઈ કમિશનના અધિકારીઓ સામે સુરક્ષા ખતરો છે, જેના કારણે કામ પ્રભાવિત થઈ રહ્યું છે. આ કારણે અમારે વિઝા અરજીઓ પર રોક લગાવવી પડી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડાએ હજુ સુધી નિજ્જર હત્યા કેસ અંગે કોઈ માહિતી શેર કરી નથી, જ્યારે ભારતે કેનેડામાં હાજર ગુનેગારોને લઈને નક્કર પુરાવા આપ્યા છે, જેના પર કેનેડાએ કોઈ કાર્યવાહી કરી નથી.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે NDPSના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ રહેલા આરોપી સુનીલ કૌશિક જેલમાંથી મોબાઈલ ફોન ઓપરેટ કરી હરિયાણા ભિવાની ખાતે રહેતા તેના પિતા ગજાનંદ શર્મા સાથે સંર્પક કરી હરિયાણાથી પડોશી રાજય રાજસ્થાનની હદમાંથી ગુજરાત રાજ્યના સુરત તથા અન્ય શહેરો તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનું કાવતરું કરે છે. બાતમીના આધારે ડીસીબી પોલીસે ગત 19 તારીખના રોજ સુનીલ કૈશિક અને તેના પિતા ગજાનંદ શર્મા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટ શહેરમાં તહેવારોના સમયમાં રોગચાળાનો (Epidemic) કહેર યથાવત છે. જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી ઉધરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના 10, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 582 કેસ અને સામાન્ય તાવના 52 કેસ નોંધાયા છે તેમજ ઝાડા ઉલટીના પણ 227 કેસ નોંધાયા છે. જેને લઈ મહાનગરપાલિકા ચિંતિત છે. તો, મચ્છરોની ઉત્પત્તિને પગલે 113 લોકોને મનપાએ નોટિસ ફટકારી છે તેમજ પોરાનાશક કામગીરી હાથ ધરી છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
પાકિસ્તાનના ચૂંટણી પંચે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં જાન્યુઆરી 2024ના અંતિમ સપ્તાહમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. ચૂંટણી પંચે પહેલા જ પાકિસ્તાનના રાજકીય પક્ષોને ખાતરી આપી હતી કે સામાન્ય ચૂંટણી જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના મધ્યમાં યોજવામાં આવી શકે છે. ચૂંટણી પંચે હવે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ચૂંટણી જાન્યુઆરી 2024ના અંતિમ સપ્તાહમાં યોજાશે.
આમિર ખાન સાથે ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ‘માં કામ કરનાર અભિનેતા અખિલ મિશ્રા (Akhil Mishra)નું નિધન થયું છે. અખિલ મિશ્રા હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા. TV9ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અખિલ મિશ્રા પોતાના ઘરના રસોડામાં ટેબલ પર ચડીને કોઈ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ટેબલ પરથી પડી ગયો અને માથામાં ગંભીર ઈજા થઈ. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અખિલ મિશ્રાએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે.
Ram Mandir Ayodhya: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અવસર પર અયોધ્યામાં (Ayodhya) ઉજવણી થશે, દેશભરમાંથી તમામ 127 સંપ્રદાયોના સંતો અને મહાત્માઓ પહોંચશે. એટલું જ નહીં, તે દિવસે દેશભરમાં અને દરેક ઘરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટે તમામ 127 સંપ્રદાયોના સંતો અને મહાત્માઓને આમંત્રણ મોકલવાની કવાયત શરૂ કરી છે.
અમદાવાદના પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ભર ચોમાસે પાણીકાપ મુકવામાં આવ્યો છે. શહેરના પશ્ચિમ ઝોનના નારણપુરા, નવરંગપુરા, નવા વાડજ, પાલડી, સાબરમતીમાં પાણી કાપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર કેશવનગરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ હોવાથી પાણીકાપ મુકવામાં આવશે. બુલેટ ટ્રેનની કામગીરી પાણીની લાઈન તૂટી હતી. AMCના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઈપ લાઈનનું કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરીના પગલે આવતીકાલ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે.
Ahmedabad : અમદાવાદમાં દિવસે દિવસે ગુનાઓનું (Crime) પ્રમાણ સતત વધી રહ્યું છે. જયાં પોલીસનો ડર ન હોય તેવી રીતે હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ફરી એક આવો બનાવ સામે આવ્યો છે.અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયો છે.
આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. હકીકતમાં, લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ નારી શક્તિ વંદન બિલ આજે રાજ્યસભામાં પણ પસાર થશે. એકવાર તે પસાર થઈ જશે, તે મહિલા સશક્તિકરણમાં એક મોટું પગલું હશે. લોકસભા અને તમામ વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિઓને 33 ટકા અનામત આપતું નારી શક્તિ વંદન બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.
ભારત, બ્રાઝિલ, જર્મની, જાપાન પણ યુએનએસસીના કાયમી સભ્ય બનવું જોઈએઃ બ્રિટન
India, Brazil, Germany, Japan should be permanent members of UNSC: UK Foreign Secy
Read @ANI Story | https://t.co/mbCbI2piQS#India #Brazil #UK #JamesCleverly #Germany #Japan #UNSC pic.twitter.com/nw54trKgeT
— ANI Digital (@ani_digital) September 21, 2023
Gandhinagar : વાયબ્રન્ટ સમિટ 2024 (Vibrant Summit) માટે સરકારે તૈયારી શરૂ કરી છે. ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ સમિટ દરમિયાન યોજાનાર ઈવેન્ટસમાં ભાગ લેવા માટે ઈચ્છુક રોકાણકારો માટે યુઝરફ્રેન્ડલી અનુભવ બની રહેશે.
Vadodara : કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક વિસ્તારોમાં તબાહી વેરી છે. નર્મદાની જેમ મહિસાગર નદીના કાંઠા વિસ્તારોમાં પણ લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નદીકાંઠાના ફાજલપુર ગામની હાલત કંઈક એવી છે કે પાણી ઓસર્યા બાદ લોકોની ઘરવખરી તણાઈ ગઈ તો ઘરોમાં ગંદકી અને કાદવ સિવાય બીજુ કંઈજ બચ્યુ નથી. સ્થાનિકોનું કહેવું છે કે અચાનક જ પાણી આવતા ઘર છોડીને ભાગવું પડ્યું હતું. પાણીની ઝડપ એટલી હતી કે લોકોને કંઈ વિચારવાનો સમય જ ન મળ્યો અને મકાનોમાં 10થી 12 ફૂટ સુધીના પાણી ઘુસી ગયા હતા.ગામમાં અનેક ઘરોની ઘરવખરી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. હવે બચી છે તો બસ એક સહાયની આશા જે અસરગ્રસ્તો સરકાર પાસે લગાવીને બેઠા છે.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવ્યા બાદ ભારત સરકારે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં ભારતે કેનેડામાં રહેતા પોતાના નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. આ દરમિયાન પાકિસ્તાન અને કેનેડામાં ખાલિસ્તાન લિંકને લઈને મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓને વધુ તીવ્ર બનાવવા માટે ફંડિંગ કરી રહી છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક મહિનામાં કેનેડામાં રહેતા ખાલિસ્તાનીઓના મોટી સંખ્યામાં વડાઓને ફંડિંગ મળ્યું છે.
વડોદરામાં ગણેશજી લઇને જતા દરમિયાન ટ્રેક્ટર ઊંધુ પડી ગયું હતું. જેના માટે કોંગ્રેસે રસ્તા પરના ખાડાને જવાબદાર ઠેરવ્યા છે અને મ્યુનિસિપલ કચેરીમાં જઇને ઉગ્ર રજૂઆત કરીને આવેદન આપ્યું તેમજ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી પણ હાજર રહ્યા. શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે વડોદરા શહેરના અનેક રસ્તા અને બ્રિજ ખખડધજ થયા છે. ખાડા પડી ગયા છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ ખાડા પૂરવામાં નથી આવતા. વહેલી તકે રસ્તા પરના ખાડા પૂરવા કોંગ્રેસે માગ કરી છે. આ રજૂઆત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સાથે કોંગ્રેસના કાર્યકરોની માથાકૂટ થઇ ગઇ અને સિક્યુરિટીને બોલાવવાની ફરજ પડી.
મહિલા અનામત બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા માટે સાડા 7 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભાજપના પક્ષમાંથી 14 મહિલા સાંસદો અને મંત્રીઓ વક્તા હશે, જેઓ ચર્ચામાં સરકાર અને તેમની પાર્ટી ભાજપનો પક્ષ રજૂ કરશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પ્રથમ વક્તા હશે. તે જ સમયે, નાણામંત્રી નિર્મલા સીતારમણ મહિલા સાંસદોમાં મુખ્ય વક્તા હશે. વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી રણજીત રંજન, રજની પાટિલ, ફૂલો દેવી, અમી બેન યાજ્ઞિક અને કેસી વેણુગોપાલની ઉપસ્થિતિ રહેશે
Published On - 6:32 am, Thu, 21 September 23