13 ઓકટોબરના મહત્વના સમાચાર : ગુજરાતમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન

આજે 13 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 ઓકટોબરના મહત્વના સમાચાર : ગુજરાતમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન
| Edited By: | Updated on: Oct 13, 2025 | 9:40 PM

આજે 13 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Oct 2025 09:00 PM (IST)

    અમદાવાદમાં લોકોને ઠગતા ઢોંગી બાબાની ધરપકડ

    અમદાવાદની વેજલપુર પોલીસે એક ઢોંગી બાબાની ધરપકડ કરી છે. જે લોકોને ઠગતો ખાસ કરીને મહિલાઓને જાળમાં ફસાવી તાંત્રિક વિધિના નામે રૂપિયા પડાવી લેતો. આ આરોપી રાજસ્થાનના બિકાનેરનો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે ગુરૂમાતા ઉર્ફે વિજેન્દ્રદેવી નામની મહિલા પણ સામેલ છે. જેની ધરપકડ બાકી છે. આ ઢોંગી લોકોએ મળીને જુહાપુરાની એક મહિલા પાસેથી 14 લાખથી વધુની રકમ પડાવી લીધી. જેની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છે. તપાસમાં સામે આવ્યું કે, આ બાબા બ્રેકઅપ સોલ્યુશન નામની એક યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. જેના પર તાંત્રિક વિધિના વીડિયો પોસ્ટ કરીને લોકોને ભરમાવે છે. લોકોને તેમની સમસ્યા અને અસલ તાંત્રિક વિધિ કરી આપવાના પ્રચાર કરે છે. જેમાં જુહાપુરાની મહિલા પણ ભરમાઇ ગઇ.

  • 13 Oct 2025 08:45 PM (IST)

    અમદાવાદ: ફટાકડા વેચાણનું લાઇસન્સ અંગે અસમંજસ પર સ્પષ્ટતા

    અમદાવાદ: ફટાકડા વેચાણનું લાઇસન્સ અંગે અસમંજસ પર સ્પષ્ટતા કરવામાં આવી છે. ફટાકડા સ્ટોરમાં ફાયર સેફ્ટીની મંજૂરી હવે ફાયર ઓફિસર જ આપશે. ફાયર વિભાગનાં અભિપ્રાય બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર  લાઇસન્સ આપશે.
    સરકારે નવો પરિપત્ર કરી ફાયર વિભાગને લેખિતમાં અભિપ્રાય આપવા જણાવ્યું છે.  અગાઉ ગૃહ વિભાગનાં પરિપત્રથી પોલીસને કામગીરી સોંપાતાં અસમંજસ સર્જાયુ હતું. જો કે હવે ફાયર વિભાગ દ્વારા લેખિતમાં અભિપ્રાય આપ્યા બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દુકાન કે સ્ટોલ ધરાવનારા લોકોને લાઇસન્સ આપવામાં આવશે.


  • 13 Oct 2025 08:20 PM (IST)

    સાવરકુંડલાના કેરાળા ગામે સિંહ બાદ શિયાળનો આતંક

    સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સિંહનો આતંક જોવા મળતો હોય છે. એવામાં અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામમાં સિંહ બાદ હવે શિયાળનો આતંક જોવા મળ્યો છે. જેમાં સાવરકુંડલામાં પરપ્રાંતીય મજૂરના એક વર્ષના બાળક પર શિયાળે હિંસક હુમલો કર્યો. હુમલા બાદ બાળકે ચીસા-ચીસ કરતા માતા પિતા સહિત સ્થાનિકો દોડી આવ્યા. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  • 13 Oct 2025 07:59 PM (IST)

    જુનાગઢ: ગોરખનાથની મૂર્તિ ખંડિત કરવા મામલે આરોપીઓએ કર્યો ચોંકાવનારો ખૂલાસો

    જુનાગઢમાં ગોરખનાથની મૂર્તિ ખંડિત કરવા મામલે આરોપીઓએ ચોંકાવનારો ખૂલાસો કર્યો છે.  પોલીસે આ મામલે મંદિરના પગારદાર પૂજારી કિશોર અને દુકાનદાર રમેશ ભટ્ટની ધરપકડ કરી છે. કિશોરીી શિખરરના કાચ તોડ્યા હતા ત્યારબાદ કિશોર અને રમેશે મૂર્તિને જંગલમાં ફેંકી દીધી હતી. પોલીસની પૂછપરછમાં બંનેએ લાઈમ લાઈટમાં આવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યુ હોવાની કબુલાત કરી છે.  હાલ પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

     

     

     

     

  • 13 Oct 2025 07:53 PM (IST)

    રાજકોટઃ કાંગશીયાળીમાં નકલી જંતુનાશક દવા ઝડપાવા મામલે ચોંકાવનારો ખૂલાસો

    રાજકોટઃ કાંગશીયાળીમાં નકલી જંતુનાશક દવા ઝડપાવા મામલે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખૂલાસા થયા છે.  કુલ 6 કંપનીઓની નકલી જંતુનાશક દવા બનતી હોવાનો ખુલાસો થયો છે. રૂરલ SOGએ ₹7.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
    ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝમાં ત્રણ મહિનાથી નકલી જંતુનાશક દવાનું ઉત્પાદન થતું હતું. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ખેડૂતોને નકલી જંતુનાશક દવા વેચાતી હતી. ફેક્ટરી સંચાલકને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર સાહિલ ટીંબડીયા હાલ ફરાર છે. ગોંડલ DYSPના જણાવ્યા પ્રમાણે કાંગશીયાળીના ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 11માં નકલી જંતુનાશક દવા બનતી હોવાની લેખિત અરજી મળી હતી. તેના આધારે SOGએ દરોડા પાડ્યા હતા. ઝડપાયેલ આરોપી દર્શન ગઢાડિયા વચેટીયા તરીકે અને કમિશન પર કામ કરતો હતો. જ્યારે નકલી દવાનો મુખ્ય ઉત્પાદક સાહિલ હાલ ફરાર છે.

  • 13 Oct 2025 06:27 PM (IST)

    જુનાગઢમાં બાબા ગોરખનાથની મૂર્તિ ખંડિત થવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો

    જુનાગઢઃ ગીરનારમાં ગોરખનાથજીની મુર્તિ ખંડિત કરવા મામલે ચોંકાવનારો ખૂલાસો થયો છે. પગારદાર પૂજારી અને દુકાનદાર રમેશે ગોરખનાથની મૂર્તિ ખંડિત કરીને જંગલમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યુ છે. 5 ઓક્ટોબરે આ મૂર્તિ ખંડિત થઈ હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ કૃત્ય શા માટે કરવામાં આવ્યુ? તે અંગે પણ બહુ જલદી વિગતો સામે આવશે.

  • 13 Oct 2025 06:00 PM (IST)

    મહેસાણા: વિસનગરમાં સામૂહિક દુષ્કર્મને લઈ ભારે આક્રોશ

    મહેસાણા: વિસનગરમાં સામૂહિક દુષ્કર્મને લઈ ભારે આક્રોશ જોવા મળ્યો છે. સર્વ સમાજે રેલી યોજી આવેદનપત્ર આપ્યુ હતુ. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દીકરીને ન્યાય મળે તેવી માગ સાથે રેલી યોજવામાં આવીય આરોપીઓને ફાંસી અથવા આજીવન કેદ આપવાની માગ કરાઈ છે.  4 ઓક્ટોબરે ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા ઘરેથી બહાર ગઈ હતી ત્યારબાદ સગીરાનું 3 દિવસમાં 3 વખત અપહરણ કરી કુલ 6 નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જે બાદ પોલીસે તમામની ધરપકડ કરી હતી.

     

     

  • 13 Oct 2025 05:40 PM (IST)

    ગીર-સોમનાથઃ ઘીના વેપારીઓને ત્યાં SOGના દરોડા

    ગીર-સોમનાથઃ ઘીના વેપારીઓને ત્યાં SOGએ દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. ઉના વાસાચોકમાં ઘીના વેપારીઓને ત્યાં દરોડા કરવામાં આવ્યા. 15 કિલો લૂઝ ધીનો જથ્થો મળી આવ્યો છે. શંકાસ્પદ ઘી ના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લાયસન્સ વગર ઘીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. 15 કિલો લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો છે. ફૂડ વિભાગને સાથે રાખીને SOGએ કાર્યવાહી હાથ ધરી છે.

  • 13 Oct 2025 04:45 PM (IST)

    ગોરખનાથની મૂર્તિ ખંડિત કરવા મામલે પોલીસ કરશે આજે ખૂલાસો

    જુનાગઢમાં ગરવા ગીરનારમાં આવેલા ગોરખનાથ મંદિરમાં રહેલી ભગવાન ગોરખનાથની મૂર્તિને ખંડિત કરવા મામલે પોલીસે આજે ઘટનાનું ડિટેક્શન કર્યુ. થોડીવારમાં પોલીસ પત્રકાર પરિષદ કરી ખૂલાસો કરશે. 5 ઓક્ટોબરે મૂર્તિ ખંડિત થઈ હતી. આવુ હીન કૃત્ય શા માટે કરવામાં આવ્યુ, તેમજ તેમા કોનો હાથ છે તે અંગે પોલીસ મોટો ઘટસ્ફોટ કરશે.

     

  • 13 Oct 2025 04:33 PM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલ અને નવા પ્રદેશ પ્રમુખ જગદિશ પંચાલ દિલ્હીની મુલાકાતે

    દિવાળી પહેલા ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી શકે છે. તહેવારો પહેલા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનું વિસ્તરણ થવાની અટકળો પ્રબળ બની છે. નવા મંત્રીમંડળની ચર્ચા કરવા માટે CM દિલ્હી પહોંચ્યા છે. CM સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ દિલ્લીની મુલાકાતે છે. કેબિનેટ વિસ્તરણ અને ભાજપ પ્રદેશના માળખા મુદ્દે દિલ્લીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા થઈ શકે છે. PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે થઇ શકે છે બેઠક

    હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી જગદીશ પંચાલની ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ તેમની નવી ટીમનું ગઠન કરશે સાથે જ મંત્રીમંડળમાં પણ ફેરફાર થશે. ત્યારે શક્યતા છે કે દિવાળી પહેલા નવું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી શકે છે અને નવા વર્ષે નવું કેબિનેટ ગુજરાતીઓને જોવા મળશે. સાથે જ પ્રદેશ ભાજપના માળખામાં પણ ફેરફાર થઈ શકે છે.

  • 13 Oct 2025 04:30 PM (IST)

    દાહોદ પોલીસે ચેકપોસ્ટ પર વધારી સુરક્ષા

    મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની હદ ને અડીને આવેલા જિલ્લા દાહોદની પોલીસે બોર્ડર પરની ચેક પોસ્ટ પર ચોકસાઇ વધારી છે. તહેવારોનાં સમયે બૂટલેગરો સક્રિય થતાં હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે. આ બોર્ડર પર અનેક વાર લાકો રૂપિયાનો દારૂ ઝડપાઇ ચુક્યો હોવાથી પોલીસ વાહનોની સઘન તપાસ કરી રહી છે. રાજસ્થાનની ધાવડિયા ચેકપોસ્ટ મોના ડુંગર ચેકપોસ્ટ તેમજ અંતરિયાળ માર્ગો પર પણ પોલીસનું વાહન ચેકીંગ હાથ ધરાયું છે.

  • 13 Oct 2025 03:00 PM (IST)

    બોટાદ: હડદડ ઘર્ષણ મામલે પાળીયાદ પોલીસ મથકે 85 લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો

    બોટાદ: હડદડ ગામે ખેડૂતો સાથે  ઘર્ષણ મામલે પાળીયાદ પોલીસ મથકે 85 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. AAPના રાજુ કરપડા, પ્રવીણ રામ સામે પણ ગુનો દાખલ થયો છે. રાયોટીંગ, 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં કુલ 65 લોકોની અટકાયત કરાઈ છે. પોલીસે 50થી વધુ વાહનો પણ જપ્ત કર્યા છે.

  • 13 Oct 2025 02:57 PM (IST)

    અમદાવાદ: દિવાળી પહેલાં બિનહિસાબી રોકડ ઝડપાઈ

    અમદાવાદ: દિવાળી પહેલાં બિનહિસાબી રોકડ ઝડપાઈ છે. રામોલ પોલીસે ₹50 લાખની રોકડ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા. સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી રોકડ સાથે શખ્સ ઝડપાયા. રામોલ પોલીસે રોકડ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

  • 13 Oct 2025 02:22 PM (IST)

    જામનગર: સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ

    જામનગર: સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પાડોશમાં જ રહેતા બે શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બે શખ્સો સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. બન્ને આરોપીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ.

  • 13 Oct 2025 02:07 PM (IST)

    MS યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ ચેનચાળા

    વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે. MS યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ ચેનચાળા થયા. ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ચુંબન કર્યુ. અશ્લીલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન છે. વાયરલ વીડિયોની TV9 પુષ્ટિ કરતું નથી.

  • 13 Oct 2025 01:27 PM (IST)

    જામનગરઃ તહેવારો પહેલા ફુડ વિભાગનો સપાટો

    જામનગરઃ તહેવારો પહેલા ફુડ વિભાગે સપાટો બોલાવ્યો છે. મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. દુકાનોમાંથી મીઠાઈ અને ફરસાણના નમૂના લેવાયા છે. નાનકપુરી વિસ્તારમાં અખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. 15 કિલો તેલ, 3 કિલો જેટલી મીઠાઈનો નાશ કરાયો. એક અઠવાડિયામાં 70 જગ્યાએથી નમૂના લેવાયા છે. દરોડાને કારણે વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

  • 13 Oct 2025 01:23 PM (IST)

    સુરત: સરકારી શાળામાં નોનવેજ પાર્ટી મામલે મોટો ખુલાસો

    સુરત: સરકારી શાળામાં નોનવેજ પાર્ટી મામલે મોટો ખુલાસો થયો છે. નોનવેજ પાર્ટી પહેલા સરસ્વતીની મૂર્તિને ઢાંકવામાં આવી હતી.મૂર્તિને ઢાંકીને નોનવેજ પાર્ટી  કરવામાં આવી હતી.

  • 13 Oct 2025 12:04 PM (IST)

    અમરેલીના ગામમાં એક નહીં બે નહીં પરંતુ 10 સિંહોની લટાર

    એક નહીં બે નહીં પરંતુ 10 સિંહોની લટારનો વીડિયો વાયરલ થયો. અમરેલી જિલ્લાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક સાથે 10 સાવજ શેરીમાં દેખાયા હતા. શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા સિંહોનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, નવ સિંહોનું ટોળું ગામની શેરીઓમાં શ્વાનની માફક આંટાફેરા કરી રહ્યું હતું. એક દુકાન નજીકથી પણ તેઓ પસાર થયા હતા, જ્યાં દુકાનદાર હાજર હતો. જેને સિંહોનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. રાજુલા-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે સિંહો હવે રહેણાંક વિસ્તારો તરફ વળી રહ્યા છે, જેથી સ્થાનિકો પણ ભયમાં મુકાયા છે.

  • 13 Oct 2025 11:13 AM (IST)

    વડોદરાઃ અકોટા ગાર્ડન નજીક પીધેલા કારચાલકે સર્જ્યો અકસ્માત

    વડોદરાઃ અકોટા ગાર્ડન નજીક પીધેલા કારચાલકે અકસ્માત સર્જ્યો છે. પીધેલા નિવૃત પોલીસ અધિકારીએ અકસ્માત સર્જયો. કારની અડફેટે આવતા મહિલા ચાલકને ઇજા પહોંચી છે. અકોટા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. નિવૃત PSIને અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા છેો.

  • 13 Oct 2025 10:32 AM (IST)

    કચ્છઃ ભૂજમાં પત્નીએ પતિને જીવતો સળગાવ્યો

    કચ્છઃ ભૂજમાં સામત્રા ગામે પત્નીએ પૈસા માટે પતિને જીવતો સળગાવ્યો. પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા આંગણામાં આવેલા ગેરેજમાં લઈ જઈ પતિ પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યું. 60 વર્ષીય પતિ પર 42 વર્ષીય પત્નીએ દિવાસળી ચાંપી દીધી. ગંભીર દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત થયું છે.

  • 13 Oct 2025 10:16 AM (IST)

    અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં PCBના દરોડા

    અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં PCBએ દરોડા પાડ્યા છે. મકાનના બાથરૂમમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. શુભલક્ષ્મી પ્રહલાદ પાર્કના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો છે. દારૂનો જથ્થો, બાઈક, રોકડ સહિત ૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયા. એક આરોપીની ધરપકડ, મહિલા આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

  • 13 Oct 2025 09:41 AM (IST)

    ફટાંકડાના વેપારીને ત્યાં 20 કરોડની કરચોરી ઝડપાઇ

    રાજ્યમાં ફટાંકડાના વેપારીને ત્યાં GSTની તપાસમાં 20 કરોડની કરચોરી ઝડપાઇ છે. રાજ્યના અનેક શહેરોમાં GST વિભાગે તવાઇ બોલાવી હતી. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત 37 સ્થળે તપાસ કરાઇ હતી.

  • 13 Oct 2025 08:55 AM (IST)

    સુરતઃ બેફામ રફતારે લીધો વધુ એક જીવ

    સુરતઃ બેફામ રફતારે વધુ એક જીવ લીધો છે. હજીરા વિસ્તારમાં રફતારના રાક્ષકનો કેર જોવા મળ્યો. બેફામ ટ્રક ચાલકે યુવકને અડફેટે લીધો. અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. બાઈક પર ખમણ વેચવા યુવક જઈ રહ્યો હતો. બેફામ ટ્રકોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • 13 Oct 2025 07:59 AM (IST)

    પશ્ચિમ બંગાળ: બર્ધમાન રેલ્વે સ્ટેશન પર ભાગદોડ, 7 થી 8 મુસાફરો ઘાયલ

    રવિવારે પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. સ્ટેશન પર ફૂટઓવરબ્રિજ પરથી નીચે ઉતરતી એક મહિલા ભીડને કારણે સંતુલન ગુમાવી બેઠી અને સીડી પરથી નીચે પડી ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ. સાતથી આઠ મુસાફરો ઘાયલ થયા. ઘાયલોને બર્ધમાન મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

  • 13 Oct 2025 07:47 AM (IST)

    કચ્છના ધોળાવીરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

    કચ્છના ધોળાવીરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 27 કિમી દૂર નોંધાયું.

Published On - 7:46 am, Mon, 13 October 25