AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ઓકટોબરના મહત્વના સમાચાર : આણંદમાં આવતીકાલે યોજાશે વિરાટ હિન્દુ ધર્મસભા, તેલંગાણાના પ્રખર હિન્દુ વક્તા ટી. રાજાસિંહ રહેશે ઉપસ્થિત, મુસ્લિમ અગ્રણીઓએ નોંધાવ્યો વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2025 | 9:12 PM
Share

આજે 11 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

11 ઓકટોબરના મહત્વના સમાચાર : આણંદમાં આવતીકાલે યોજાશે વિરાટ હિન્દુ ધર્મસભા, તેલંગાણાના પ્રખર હિન્દુ વક્તા ટી. રાજાસિંહ રહેશે ઉપસ્થિત, મુસ્લિમ અગ્રણીઓએ નોંધાવ્યો વિરોધ

આજે 11 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Oct 2025 09:00 PM (IST)

    હિંમતનગરમાં અપહ્યત બાળકીના આરોપીઓને ઝડપી લેવાયા

    સાબરકાંઠાના હિંમતનગરમાં રોડ પર ઝૂંપડા બાંધી રહેતા પરિવારની 3 માસની બાળકીના અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવ્યા હતો. ત્યારે પોલીસ CCTVની મદદથી ગણતરીના કલાકમાં અમદાવાદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બાળકીની ઉઠાંતરી કરનાર દંપતી ગઢા મદરેસામાં રહે છે અને છેલ્લા કેટલાક દિવસથી આ પરિવાર પ્રકાશ ભાભોરનું પરિવાર તેમની નજરમાં હતું અને તક મળતા જ બાળકની દંપતીએ બાળકીની ઉઠાંતરી કરી. હાલ તો પોતાને બાળક નહીં હોવાથી બાળકીની ઉઠાંતરી કરી હોવાનું આરોપી દંપતી રટણ કરે છે પરંતુ પોલીસે સાચી હકીકત જાણવા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે

  • 11 Oct 2025 08:45 PM (IST)

    ભરૂચઃ અંકલેશ્વરના સજોદમાં માતાજીના મંદિરમાં તોડફોડ

    ભરૂચઃ અંકલેશ્વરના સજોદમાં માતાજીના મંદિરમાં તોડફોડ કરવામાં આવી. માતાજીના મંદિરમાં તોડફોડ કરતી મહિલા CCTVમાં કેદ થઈ છે. મંદિરનું તાળુ તોડીને મહિલાએ મંદિરમાં તોડફોડ તોડફોડ કરી હતી. CCTVના આધારે પોલીસે ગુનો નોંધી મહિલાની તપાસ હાથ ધરી છે.

  • 11 Oct 2025 08:17 PM (IST)

    વડોદરામાં અસામાજિક તત્વો ફરી બેફામ

    વડોદરામાં અસામાજિક તત્વો ફરી બેફામ થયા છે. કેટલાક શખ્સોએ યુવક પર તલવારથી હુમલો કર્યો. હુમલાખોરોના સીસીસીટી સામે આવ્યા છે. વૃંદાવન ટાઉનશીપ પાસે  હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જૂની અદાવતમાં હુમલો કરાયાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

  • 11 Oct 2025 07:30 PM (IST)

    જામનગરઃ દરબારગઢ વિસ્તારમાં વિવાદિત નારાનો કેસ

    જામનગરઃ દરબારગઢ વિસ્તારમાં વિવાદિત નારાનો કેસ નોંધાયો છે.  વિવાદિત નારા લગાવનારા 7 શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે. વીડિયોના આધારે 7 આરોપીની અટકાયત કરાઈ છે. ઉશ્કેરણીજનક નારા મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીઓએ પોલીસ ચોકી નજીક જ વિવાદિત નારા લગાવ્યા હતા, જુલુસમાં ‘સર તન સે જુદા’ના લાગ્યા નારા લગાવતા પોલીસ હરકતમાં આવી છે. સપ્તાહ પહેલા ઇદના જુલુસમાં નારા લાગ્યા હતા

  • 11 Oct 2025 07:10 PM (IST)

    અમદાવાદમાં લોદરીયાદ ગામમાં હત્યા બાદ આત્મહત્યા

    અમદાવાદમાં લોદરીયાદ ગામમાં હત્યા બાદ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રણય ત્રિકોણમાં બનાવ બન્યો હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. પરિણીત પ્રેમિકાના અન્ય સાથે સંબંધ હોવાની પ્રેમીને જાણ થઈ હતી. મૃતક પ્રેમીની સૂસાઈડ નોટમાં સંજય ઠાકોર નામનો ઉલ્લેખ કરાયો છે. સંજય ઠાકોરની પૂછપરછમાં મૃતક મહિલાના 2 વર્ષથી સંબંધ હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલા સંજય ઠાકોર સાથે લગ્ન કરવા માગતી હોવાનો દાવો કરાયો છે. પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને તેની પુત્રીની ઘાતકી હત્યા કરી હતી. માતા-પુત્રીની હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ જીવન ટૂંકાવ્યું છે. મૃતક પ્રેમી તેની પ્રેમિકા સાથે કરવા લગ્ન માંગતો હતો. બન્ને વચ્ચે 7 વર્ષથી પ્રેમ સંબંધ હતા.

  • 11 Oct 2025 06:50 PM (IST)

    દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ પર તવાઈ

    દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ પર તવાઈ બોલાવાઈ છે. ફટાકડાના વેપારીઓને ત્યાં GSTનું રાજ્યવ્યાપી સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. જામનગર, મોરબી, ગાંધીધામ, સુરત,અમદાવાદ ,વડોદરા અને રાજકોટમાં તપાસ હાથ ધરાઈ છે. બિલમાં ઓછી કિંમત દર્શાવી લાખોની કરચોરી થયાની આશંકાને જોતા રાજકોટમાં શ્રીરામ ફટાકડામાં તપાસ શરૂ કરાઈ છે. રાજકોટમાં કાળીપાટ ખાતેના ગોડાઉનમાં અને કેનાલ રોડ પર આવેલા સ્ટોરમાં GSTની ટીમ ત્રાટકી હતી.  GSTની ટીમે અમદાવાદમાં 3, સુરતમાં 4 સ્થળે, વડોદરા અને સાવલીમાં 2-2 સ્થળે સર્ચ હાથ ધરી હતી. રાજ્યભરમાંથી કરોડો રૂપિયાની GST ચોરી પકડાવાની શકયતા છે.

  • 11 Oct 2025 06:20 PM (IST)

    PM મોદીએ ખેડૂતો માટે ‘PM ધન-ધાન્ય યોજના’ કરી જાહેર

    PM મોદીએ ખેડૂતો માટે ‘PM ધન-ધાન્ય યોજના’  જાહેર કરી છે. ‘PM ધન-ધાન્ય યોજના’ની PM મોદીએ શરૂઆત કરાવી છે. 1.7 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. ઓછી ઉપજ ધરાવતા ક્ષેત્રોમાં યોજનાનો લાભ મળશે. દેશભરમાંથી 100 જિલ્લાઓને યોજનાનો લાભ મળશે મળશે ગુજરાતના દાહોદ, કચ્છ, છોટાઉદેપુર, પંચમહાલનો પણ સમાવેશ થાય છે.

  • 11 Oct 2025 06:18 PM (IST)

    ટેકાના ભાવે માત્ર 70 મણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ

    ટેકાના ભાવે માત્ર 70 મણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની 100 ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવાની કોંગ્રેસે માગ કરી છે. મગફળી ખરીદવા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે સરકારના એકતરફી નિર્ણયોથી ખેડૂતોની અધોગતિ થઈ રહી છે. પહેલા કપાસ પરની આયાત ડ્યુટી નાબુદ કરી ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું, હવે સરકારે મગફળી પકવતા ખેડૂતો પર વજ્રઘાત કરી રહી છે.  કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મગફળી ખરીદી મુદ્દે CMને પત્ર લખ્યો છે. ખેડૂતો દ્વારા જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે તે તમામની ખરીદી કરવાની અમિત ચાવડાએ માગ કરી છે.

  • 11 Oct 2025 06:16 PM (IST)

    NIA કરશે ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસ

    NIA ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસ કરશે. ગુજરાત ATSએ ચાર આતંકવાદીની ધરપકડ કરી હતી. આ આતંકીઓ સોશિયલ મીડિયા પર આતંકી પ્રવૃતિઓનો પ્રચાર કરતા હતા. તેમની તપાસમાં મળ્યા ઈન્સ્ટાગ્રામના અનેક એકાઉન્ટ પણ મળી આવ્યા છે.

  • 11 Oct 2025 05:00 PM (IST)

    વડોદરા: તાંદલજાની કિસ્મત ચોકડી પાસે ભયાવહ અકસ્માત

    વડોદરા: તાંદલજાની કિસ્મત ચોકડી પાસે ભયાવહ અકસ્માત સર્જાયો. રાહદારી યુવકને ટુવ્હીલર ચાલકે અડફેટે લીધો હતો. યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બેફામ ચાલકે ટક્કર મારતા યુવકને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે  હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાક્રમ CCTVમાં થયો કેદ

  • 11 Oct 2025 04:35 PM (IST)

    અમદાવાદની એશિયા કોલેજ કેમ્પસમાં ABVPના બે જૂથો વચ્ચે મારામારી

    અમદાવાદની એશિયા કોલેજ કેમ્પસમાં ABVPના બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. હકીકતમાં કોલેજ કારોબારીની બેઠકમાં ABVPના બે જૂથો સામસામે આવી ગયા હતા. ચોક્કસ સમાજના વ્યક્તિને જ કેમ્પસ પ્રમુખ બનાવવાની માગ હતી. જોકે ABVP પ્રમુખ અન્ય સમાજના વ્યક્તિને બનાવતા મામલો બિચકાયો. અને પોલીસની હાજરીમાં જ લાકડીઓ વડે મારામારી થઈ, પોલીસની મંજૂરી વગર જ રેલી યોજવામાં આવી. સમગ્ર કોલેજ વિસ્તારને બાનમાં લીધો હતો. એશિયા કોલેજ પ્રશાસને ફરિયાદ નોંધવા અરજી આપી છે. તો બીજી તરફ NSUI પણ બબાલ કરાનારા સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.

  • 11 Oct 2025 04:33 PM (IST)

    બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરીનો દબદબો

    બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 15 બિનહરીફ રહી હતી, જ્યારે માત્ર દાંતા બેઠક પર જ અમરતજી પરમાર અને પૂર્વ ડિરેક્ટર દિલીપસિંહ બારડ વચ્ચે સીધી ટક્કર થઈ હતી. જેમાં અમરતજી પરમારનો ભવ્ય વિજય થયો. ગઈકાલે દાંતા બેઠકની ચૂંટણી માટે 100 ટકા મતદાન થયું હતું. જે બાદ ઉમેદવાર દિલીપસિંહ બારડના સમર્થકોએ આખી રાત કલેકટર કચેરીમાં વિતાવી હતી. આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં અમરતજી પરમારને 55 મત તો દિલીપસિંહને 30 મતો મળ્યા. જીત બાદ અમરતજી પરમારે પશુપાલકો તથા પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો. દાંતા બેઠકની ચૂંટણી એ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટે પણ પ્રતિષ્ઠાનો જંગ હતો. અંતે અમરતજી પરમારની જીતે શંકર ચૌધરીની સંગઠન પરની પકડ વધુ મજબૂત કરી દીધી છે.

  • 11 Oct 2025 04:29 PM (IST)

    આણંદમાં આવતીકાલે વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન

    આણંદમાં આવતીકાલે વિરાટ હિંદુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે સાંજે 4 વાગ્યે લાંભવેલ રોડ પરના મેદાનમાં આ ધર્મસભા યોજાશે. તેલંગાણાના ભાજપના ધારાસભ્ય અને પ્રખર હિંદુ વક્તા ટી.રાજાસિંહની આ ધર્મસભામાં ખાસ ઉપસ્થિતિ રહેસે. આ તકે 10 હજાર લોકો હાજર રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના 26 સાધુ સંતો હાજર રહેશે. અખીલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ પણ હાજર રહેશે. અમદાવાદ જગન્નાથ મંદિરના દિલિપદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. વડતાલ મંદિરના નૌતમ સ્વામી, દંડી આશ્રમના વિજયદાસ મહારજ પણ હાજર રહેશે.

  • 11 Oct 2025 02:35 PM (IST)

    વડોદરા: પાદરાના બે રહેણાંક વિસ્તારોમાંથી મહાકાય મગરનું રેસ્ક્યૂ

    વડોદરા: પાદરાના બે રહેણાંક વિસ્તારોમાંથી મહાકાય મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. આતી અને ઝવેરીપુરા ગામના રહેણાંક વિસ્તારમાં  મગર દેખાયા હતા. આતી ગામમાં 9 ફૂટ લાંબો મગર દેખાતા ભયનો માહોલ ફેલાયો હતો. ઝવેરીપુરા ગામમાંથી જાહેરમાં પાંચ ફૂટ લાંબો મગર દેખાયો હતો. બન્ને વિસ્તારોમાં વન વિભાગે મહાકાય મગરોનું રેસ્ક્યૂ કર્યું.

  • 11 Oct 2025 02:18 PM (IST)

    અરવલ્લી: તહેવારો પહેલા રાજસ્થાનથી દારૂ ઘૂસાડવાનો પ્રયાસ

    ગીર-સોમનાથઃ દુકાનમાં સળગતી બોટલ ફેંકવાના કેસમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. ગ્રાહક-વેપારીની માથાકૂટમાં બાળકી આગનો ભોગ બની હતી. ગ્રાહક સોલ્યુશન પરત આપવા જતા વેપારીએ લેવાની ના પાડી હતી. ગ્રાહકે ઉશ્કેરાઇને સોલ્યુશનમાં આગ લગાવીને દુકાનમાં ફેંક્યું હતું. બાળકીના હાથ, છાતી અને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

  • 11 Oct 2025 12:50 PM (IST)

    પોરબંદરઃ બરડા પંથકના ખેડૂતો પોલીસ મથકે પહોંચ્યા

    પોરબંદરઃ બરડા પંથકના ખેડૂતો પોલીસ મથકે પહોંચ્યા. મોઢવાડા ગામના ખેડૂત અગ્રણીની ધરપકડ મામલે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા થઈ હતી PGVCL અને અગ્રણી વચ્ચે બોલાચાલી ચાલી રહી છે. વીજ ચેકિંગ દરમિયાન PGVCLના કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી. ફરજમાં રૂકાવટ મામલે ફરિયાદ થયા બાદ ધરપકડ કરાઈ. અગ્રણી ખેડૂતની ધરપકડથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

  • 11 Oct 2025 12:07 PM (IST)

    રાજકોટ: આજીડેમ ચોકડી નજીકથી વ્હેલ માછલીની ઉલટી ઝડપાઈ

    રાજકોટ: આજીડેમ ચોકડી નજીકથી વ્હેલ માછલીની ઉલટી ઝડપાઈ છે. શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી સાથે એક શખ્સ ઝડપાયો. વ્હેલ માછલીની ઉલટીની કિંમત 49 લાખ હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપી પાસેથી 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બાબરાના કરિયાણા ગામના યુવકની ધરપકડ કરી છે. વન વિભાગના અધિકારી અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

  • 11 Oct 2025 12:06 PM (IST)

    જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માત

    જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માત થયો. ધ્રોલ નજીક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો. બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

  • 11 Oct 2025 11:44 AM (IST)

    સુરેન્દ્રનગર: નર્મદા કેનાલની મુખ્ય પાઈપલાઈનનો વાલ્વ તૂટ્યો

    સુરેન્દ્રનગર: નર્મદા કેનાલની મુખ્ય પાઈપલાઈનનો વાલ્વ તૂટ્યો. વાલ્વ તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. મુળી તાલુકાના રામપરડા ગામની આ ઘટના છે. વેડફાયેલું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને મોટું નુકસાન થયુ. સિઝનમાં પાંચ વખત વાલ્વ તૂટ્યાનો સ્થાનિક આગેવાનનો આક્ષેપ છે.

  • 11 Oct 2025 10:30 AM (IST)

    બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરીનો દબદબો

    બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો. દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટ પરના ઉમેદવારનો વિજય થયો. ઉમેદવાર અમરતજી પરમારનો 55 મતથી વિજય થયો. અમરતજી પરમારે પશુપાલકો અને પક્ષનો આભાર માન્યો. અમરતજી પરમારને 55 મત અને દિલીપસિંહ બારડને 30 મત મળ્યા. સમર્થકોએ હાર પહેરાવી અમરતજી પરમારનું સન્માન કર્યું. દિલીપસિંહ બારડ અને અમરતજી પરમાર જંગ વચ્ચે હતી.

  • 11 Oct 2025 10:14 AM (IST)

    વડોદરા: અટલ બ્રિજ પર ફરી ભયંકર અકસ્માત

    વડોદરા: અટલ બ્રિજ પર ફરી ભયંકર અકસ્માત થયો છે. બેફામ કારની ડિવાઈડર સાથે જબરદસ્ત ટક્કર થઇ. અકસ્માતમાં બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે. એક જ મહિનામાં બ્રિજ પર ત્રીજો અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે ACP, DCPનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ફરિયાદ નોંધાઈ.

  • 11 Oct 2025 10:13 AM (IST)

    પાકિસ્તાન: પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર આત્મઘાતી હુમલાનો પ્રયાસ

    પાકિસ્તાન: પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર આત્મઘાતી હુમલાનો પ્રયાસ થયો છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત સ્થિત ડેરા ઈસ્માઈલ ખાનમાં ઘટના બની છે. આત્મઘાતી હુમલાના પ્રયાસને સુરક્ષાદળોએ નિષ્ફળ કર્યો. હુમલાના પ્રયાસમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી. પાકિસ્તાની સેના અને હુમલાખોરો વચ્ચે અથડામણ થઈ. અથડામણમાં 6 આતંકીને મરાયા ઠાર, 3 પોલીસકર્મીઓના મોત થયા છે. પ્રતિબંધિત સંગઠન TTP દ્વારા હુમલાને અપાયો હતો અંજામ

  • 11 Oct 2025 09:05 AM (IST)

    અમદાવાદઃ ચાંગોદરના લોદરિયાળ ગામે પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને તેની પુત્રીની કરી ઘાતકી હત્યા

    અમદાવાદઃ ચાંગોદરના લોદરિયાળ ગામે હચમચાવતી ઘટના બની છે. પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને તેની પુત્રીની ઘાતકી હત્યા કરી. માતા-પુત્રીની હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ જીવન ટૂંકાવ્યું. મૃતક પ્રેમી પાસેથી પોલીસને ૧૦ પાનાની સુસાઈડ નોટ મળી. પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. સુસાઈડ નોટમાં બંનેના પ્રેમસબંધનો ઉલ્લેખ છે. પ્રેમિકાનો અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી હત્યા કર્યાની આશંકા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ ઘટનાસ્થળે છે.

  • 11 Oct 2025 08:46 AM (IST)

    પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર અલવરના એક યુવાનની ધરપકડ

    રાજસ્થાન ઇન્ટેલિજન્સે પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરવાના આરોપસર અલવરના રહેવાસી મંગલ સિંહની ધરપકડ કરી છે. મંગલ સિંહને ‘ઇશા શર્મા’ નામની એક પાકિસ્તાની મહિલા હેન્ડલર દ્વારા કથિત રીતે હનીટ્રેપ કરવામાં આવ્યો હતો. તેના પર અલવર કેન્ટોનમેન્ટ વિસ્તાર પર નજર રાખવાનો આરોપ છે. આ કાર્યવાહી 1923ના ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કરવામાં આવી છે.

  • 11 Oct 2025 07:45 AM (IST)

    દક્ષિણ અમેરિકાના ઉત્તરીય છેડા પર 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાના છેડા વચ્ચે ડ્રેક પેસેજ પર 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો – 1,000 કિલોમીટરની અંદરના દરિયાકાંઠા માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી.

  • 11 Oct 2025 07:44 AM (IST)

    અમદાવાદના એક્કા ક્લબ ખાતે આજે 70મો ફિલ્મફેર એવોર્ડ

    ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન આજે અમદાવાદના એક્કા ખાતે થશે. આ કાર્યક્રમ ક્લબ સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં યોજાશે. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નેતાઓ અને પ્રખ્યાત કલાકારો હાજર રહેશે.

Published On - Oct 11,2025 7:42 AM

g clip-path="url(#clip0_868_265)">