
આજે 03 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આણંદના લાંભવેલ ખાતે ભીષણ આગની ઘટના ઘટવા પામી છે. ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સિસનું ઉત્પાદન કરતી સંકેત ઇન્ડિયાના ગોડાઉનમાં આગ લાગી. કરમસદ-આણંદ મનપાના 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા. આગમાં મોટા પાયે નુકસાની થઈ હોવાની સંભાવના. ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ આખા ગોડાઉનમાં ફેલાઈ જતાં ભારે નુકસાન થયું હોવાની વાત ચર્ચાઈ રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતાએ ખંડણી, બદનામ કરવાની ધમકી મળ્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે, રૂપિયા 2 કરોડની ખંડણી માંગીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ રફીક ઉફે વેપારી શેખ સામે નોંધાવી છે. રફીક શેખ ચંડોળામાં થયેલું ડીમોલેશન શહેજાદખાન પઠાણે કરાવ્યું હોવાનો વીડિયો અપલોડ કરતો હતો. સમાજમાં બદનામ કરવા અને રૂપિયા 100 કરોડનું નુકસાન કરાવવાની ધમકી આપતો હતો. આરોપીએ સમાધાન માટે 2 કરોડની ખંડણી અને 3 BHK ફ્લેટની માંગણી કરી હતી. ઈસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
પાટણના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. ગણતરીની જ મિનિટોમાં માર્ગો પર પાણી ભરાયા હતા. અચાનક બદલાયેલા વાતાવરણને પગલે લોકોમાં દોડધામ મચી ડવા પામી છે.
તાજેતરમાં થયેલા કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ, રાજ્યમાં 249 તાલુકાના 16000થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોચ્યા કોડીનારના કડવાસણ ગામ. ખેડૂતોના ખેતર પર સીએમ મુલાકાત કરવા પહોચ્યા છે. ખેતરમાં જઇને ખેડૂતોની મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું અને નુકશાનીનો તાગ મેળવ્યો હતો.
CA ઈન્ટરમિડીયેટ અને ફાઇનલના પરિણામ જાહેર, અમદાવાદના સુમીત હસરાજનો સમગ્ર ભારતમાં 10 મો રેન્ક આવ્યો છે. બને ગ્રૂપનું 16. 23 ટકા પરિણામ આવ્યું છે. 16,800 માંથી 2727 ઉમેદવાર થયા પાસ. ઈન્ટરમિડીયેટનું 10.6 ટકા જ્યારે ફાઉન્ડેશનનું 14.78 ટકા પરિણામ આવ્યું છે. સી એ. ફાઈનલ અમદાવાદ સેન્ટરનું પરિણામ 23.18 ટકા આવ્યું છે. CA ફાઇનલમાં અમદાવાદના સુમીત હસરાજનો સમગ્ર ભારતમાં 10 મો રેન્ક આવ્યો છે. અમદાવાદની જ ઈશા અરોરાએ 20 મો રેન્ક મેળવ્યો છે. સી એ ઇન્ટરમિડીયેટમાં ક્રીતિ શર્માનો ઓલ ઇન્ડિયામાં બીજો રેન્ક આવ્યો છે. જ્યારે કુશવત કુમારે ઓલ ઇન્ડિયામાં 18મો રેન્ક મેળવ્યો છે.
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કુલે વાલીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં DEO દ્વારા રચાયેલ કમિટીએ રિપોર્ટ સુપરત કર્યા બાદ કેટલાક ખુલાસા શાળાએ કર્યા છે. કમીટીએ રજૂ કરેલ રિપોર્ટ ખોટો હોવાનો શાળાએ દાવો કર્યો છે. 40 વર્ષથી સ્કુલ ચાલુ હોય તો ખોટા ડોક્યુમેન્ટને આધારે ના ચાલી શકે તેવો તર્ક રજૂ કરાયો છે. કમીટી શાળાનું કાર્ય અને સંગઠનાત્મક માળખાને સમજી ના શકી હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે. કમીટીએ માંગેલ તમામ દસ્તાવેજ સબમીટ કર્યા હોવાનો પણ પત્રમાં શાળાએ દાવો કર્યો છે. વાલીઓની સંવેદના મેળવવા શાળાએ લખેલા પત્ર અંગે DEO નું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું છે કે, જો શાળાએ જરૂરી ડોક્યુમેન્ટ, કમીટીને આપ્યા હોય તો તે પબ્લિકલી મુકવા જોઇએ, જેથી કોણ સાચુ છે તેનો સૌને ખ્યાલ આવી શકે. શાળા પાસે તમામ ડોક્યુમેન્ટ હોય તો તપાસ કમીટીને સહયોગ કેમ નથી કરી રહી ? તેવો સવાલ પણ કર્યો છે.
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાથી ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસે કાર્યવાહી કરી હતી. દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે કરજણના સુરવાડા ગામની સીમમાંથી થાય છે પસાર. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બનેલ હતો. ટેકનીકલ, હ્યુમન રિસોર્સ, સી.સી.ટી.વી ના આધારે ડીઝલ ચોર ગેંગને કરજણ પોલીસે ઝડપી પાડી. સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારૂતી સ્વિફ્ટ ગાડીમાંથી ઝડપાયા હતા.
આવતીકાલથી શરૂ થતી SIR કામગીરી પહેલા, બુથ લેવલ ઓફિસર(બીએલઓ)ને અપાઈ વિશેષ તાલીમ. ઘરે ઘરે જનાર બુથ લેવલ ઓફિસરને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આવતીકાલથી લઈને 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે પ્રક્રિયા. 3 થી વધુ વખત નાગરિકોના ઘરે જઈને સમગ્ર કામગીરી કરવા અપાઇ સૂચના. સાબિતી અને પુરાવા સંબધિત કામગીરી અંગે પણ BLO ને અપાઇ સૂચના. મતદારો પાસે કોઈ પણ દસ્તાવેજ પુરાવા તરીકે ના લેવા માટે પણ અપાઈ સ્પષ્ટ સૂચના. સમગ્ર SIR માટે હાલ લાખો ફોર્મ પ્રિન્ટિંગ થવાનું કામ પ્રગતિમાં છે.
આજે સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વઘુ વરસાદ કચ્છના અંજારમાં 3 ઈંચ નોંધાયો છે. જ્યારે ભાવનગરના ઘોઘામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા, ભરૂચ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ અને દેવભૂમિદ્વારકા જિલ્લાના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદ એરપોર્ટ પર 2018ના વર્ષમાં પકડાયેલ ડ્રગ્સના કેસમાં, સ્પેશિયલ કોર્ટે વિદેશી નાગરિકને લઈને સંભળાવ્યો મહત્વનો ચુકાદો. વિદેશથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડનાર વ્યક્તિને કોર્ટે સંભળાવી સજા. ડ્રગ્સ કેરીયર નાઈઝીરીયન શખ્સને 15 વર્ષ સખત કેદની સજા સંભળાવી. કોર્ટે આરોપીને 2 લાખનો દંડ પણ ફટકાર્યો. અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ 2018માં SOG ક્રાઇમે નાઈઝીરીયન શખ્સ પાસે કબ્જે કર્યું હતું કોકેઈન ડ્રગ્સ. આરોપી ઝોહું એલેક્સિસ પાસેથી પકડાયું હતું ₹2.17 કરોડનું ડ્રગ્સ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે આજે સોમવારે બપોર બાદ આ જિલ્લાઓના ગામોની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી, ભુપેન્દ્ર પટેલ ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા તથા જુનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ જોડાશે.
નીતિ આયોગની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, નીતિ આયોગની પહેલોને અપનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને “વિકસિત ભારત” માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેતીને અત્યાધુનિક બનાવવા માટે અનેક પગલાં લીધા છે. આ રોડમેપ કૃષિ ક્ષેત્રના વિકાસની ચાવી સાબિત થશે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે એક વિગતવાર બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને વધુ ઉપજ અને નફો મળી શકે. તેમણે કહ્યું કે, કૃષિ માટે ડેડિકેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે, જે ખેડૂતોને ટેકનોલોજી, માર્કેટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ દોરી જશે.
રાજસ્થાનઃ જયપુરમાં કાળ બનીને ડમ્પર દોડ્યું. બેફામ ડમ્પરના અકસ્માતમાં દસ લોકોનાં મોત થયા છે. 18થી વધુ લોકો ઘાયલ થયા છે. ડમ્પરે 10 જેટલી ગાડીઓને અડફેટે લીધી. અકસ્માત બાદ ત્રણ કાર પર બેકાબૂ ડમ્પર પડ્યું. ડમ્પરનો ડ્રાઈવર નશામાં ધૂત હોવાની શક્યતા છે.
કચ્છ: ગાંધીધામમાં અપહરણ કેસમાં પોલીસને મળી વધુ એક સફળતા મળી છે. સંકેતનિધિ આંગડિયા સંચાલક કેતન કાંકરેચાના અપહરણ કેસનો આરોપી ઝડપાયો. પોલીસે મુખ્ય આરોપી પૈકી એક શ્રવણસિંહ સોઢાને ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ગુના દાખલ છે. રીઢા આરોપી વિરુદ્ધ ચાર રાજ્યોમાં કુલ 25 ગુનાઓ દાખલ છે. પોલીસે આરોપીની ધરપકડ બાદ ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું.
સુરત: ઉમરપાડાના દેવઘાટ ધોધમાં ડૂબી જતા એકનું મોત થયુ છે. ધોધ પાસે મોજમસ્તી કરતા યુવકનું મોત થયું. ધોધ પરથી નદીમાં કૂદતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. ઊંચાઈ પરથી પાણીમાં છલાંગ માર્યા બાદ યુવક ડૂબ્યો. ઊંડા પાણીમાં ડૂબી જતા યુવકનું મોત થયુ છે. યુવક મિત્રો સાથે દેવઘાટ ધોધ ખાતે ફરવા આવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદ: સસ્તા અનાજના દુકાનદારોની 20 પૈકી 11 માગ સ્વીકારાઈ. કલેક્ટર કચેરીએ તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારોની બેઠક યોજાઈ. વાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અપીલ કરાઈ. જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ પહોંચાડવાની દુકાનદારોને અપીલ કરવામાં આવી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવે અનુરોધ કર્યો. કલેક્ટર કચેરીએ સસ્તા અનાજના દુકાનદારો સાથે બેઠક યોજાઈ હતી. સહયોગ આપવા અગ્રસચિવ મોના ખંધારે અનુરોધ કર્યો.
જૂનાગઢઃ એક કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું. LCBએ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો. એક કરોડથી પણ વધુ રકમનું ડ્રગ્સ હોવાનું માલૂમ થયું. LCB પોલીસે ચાર લોકોની અટકાયત કરી. જૂનાગઢ પોલીસ ચારેય આરોપીની પૂછપરછ કરી રહી છે.
અમદાવાદઃ નારોલ સર્કલ પાસે દારૂ નશામાં PSI પકડાયા. જયેન્દ્રસિંહ વીરપુરા નામના PSIની પોલીસે ધરપકડ કરી. દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી. PSI જયેન્દ્રસિંહ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. PSI ફરજ દરમિયાન નારોલ સર્કલ પર દારૂના નશામાં હતા. સ્થાનિકે પોલીસે કંટ્રોલમાં જાણ કરતા PCR વાને પહોંચી કાર્યવાહી કરી. નારોલ પોલીસે PSI જયેન્દ્રસિંહ વીરપુરા ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના પાંડેસરામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાટલીબોય નજીક બનેલી ઘટનામાં એક રાહદારીનું મોત નિપજ્યું છે. અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મહત્વનું છે કે રાહદારી રાત્રી ભોજન લીધા બાદ ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યો વાહન ચાલક તેને અડફેટે લઈને ફરાર થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી અંદાજે 36 વર્ષીય રાહદારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે રાહદારીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલકને પકવા તજવીજ હાથ ધરી છે.
સુરતના વી.આર સ્ક્વેર મોલમાં હોટલમાંથી દેહ વ્યપારનું રેકેટ ઝડપાયુ. રાંદેરના મોલમાં હોટલના રૂમમાં હ્યુમન એન્ટી ટ્રાફિકિંગ સેલે દરોડા પાડ્યા. કમ્ફર્ટ કોટેજમાંથી દેહ વ્યપારના ધંધાનો પર્દાફાશ થયો. હોટલમાંથી 4 ભારતીય મહિલાઓને મુક્ત કરાવવામાં આવી. પોલીસે દલાલ સહિત હોટલ મેનેજરની ધરપકડ કરી.
મહારાષ્ટ્રઃ પૂણેમાં હચમચાવતો અકસ્માત બન્યો છે. વહેલી સવારે મેટ્રો સ્ટેશન પર દુર્ઘટના બની છે. પૂરપાટ ઝડપે આવતી કાર થાંભલા સાથે અથડાઈ. અકસ્માત થતાં કારમાં સવાર બે યુવકોના મોત થયા છે. કારમાં સવાર અન્યને ગંભીર ઈજા પહોંચી છે. નશાની હાલતમાં સ્પીડ ડ્રાઈવિંગ થયાનું અનુમાન છે.
સુરતમાં સગીરાને ધમકી આપતા શખ્સની ધરપકડ કરાઈ. આરોપીએ ટ્યૂશન જતી કિશોરીના ગળા પર ચપ્પુ મૂકી ધમકી આપી હતી. મહત્વનું છે કે આરોપી પરવેઝ ઉર્ફે મોહમદ મોઈન આરીફ છેલ્લા કેટલાક સમયથી 17 વર્ષીય કિશોરીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો. આરોપીએ કિશોરીને સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. જોકે કિશોરીએ ઈનકાર કરતા આરોપી પરવેઝે કિશોરીના ગળા પર ચપ્પુ જેવું હથિયાર મુકીને ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં સિઝનનો કુલ 128.32 ટકા વરસાદ નોંધાયો. કચ્છમાં સૌથી વધુ અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો. જેમાં કચ્છમાં સૌથી વધુ 149.94 ટકા વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં 132.87 ટકા વરસાદ નોંધાયો. તો ઉત્તર ગુજરાતમાં 126.83 ટકા વરસાદ નોંધાયો. મધ્ય ગુજરાતમાં 126.79 વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 123.58 ટકા વરસાદ નોંધાયો.
સુરતઃ કોસંબા નજીકમાં બેગમાંથી મૃતદેહ મળ્યો. બંધ બેગમાંથી અંદાજીત 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો. યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન દેખાયા. કોસંબા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. મૃતદેહ કોનો છે, કોને હત્યા કરીએ દિશામાં તપાસ ચાલુ.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. એ પછી, ધીરે-ધીરે વરસાદથી રાહત મળશે. હાલ, તો આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે. તો, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે. અને 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી કરાઇ છે. 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થવાની આગાહી છે. 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા છે.
બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. દાંતા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. વહેલી સવારે જ વાતાવરણમાં પલટા બાદ વરસાદ થયો. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયુ છે.
અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની 6.3ની તીવ્રતા નોંધાઇ. ભૂકંપથી નુકસાનના કોઇ અહેવાલ નહીં. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખુલ્મથી 22 કિલોમીટર દૂર છે.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ ICC મહિલા વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ₹51 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી.
BCCI Secretary Devajit Saikia announces ₹51 Crore cash reward for the Indian Women’s cricket team after it won the ICC Women’s World Cup https://t.co/NkU9VOC3jB
— ANI (@ANI) November 2, 2025
મહિલા વિશ્વકપમાં ભારતની જીત બાદ દેશમાં ખુશીની લહેર ફેલાઇ છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને મહિલા ટીમ ઇન્ડિયાને શુભેચ્છા આપી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આ જીત નવી પેઢીને પ્રેરણા આપશે. ભારતીય ખેલાડીઓએ ટીમ વર્ક અને દ્રઢતા દર્શાવી.
Published On - 7:24 am, Mon, 3 November 25