2 જાન્યુઆરીના મહત્વના સમાચાર : હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન
આજે 2 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તિરુચિરાપલ્લી પ્રવાસે છે. તેઓ ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ હશે. આ પછી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે તમામ પ્રદેશ અધ્યક્ષો અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને તે પહેલા સંઘ દ્વારા રામ મંદિરને લઈને ચાલી રહેલી ગતિવિધિઓને લઈને રણનીતિ બનાવવામાં આવશે.
ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) આજે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન શરૂ કરવા જઈ રહ્યા છે, આ કવાયત 15 જાન્યુઆરી સુધી ચાલશે. આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, વારાણસી વતી અગ્નિવીર આર્મી ભરતી રેલી 2 જાન્યુઆરીથી શરૂ થશે. અનેક શક્તિશાળી ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જારી કરી છે. જોકે, હળવી સુનામીના સંકેતો છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો..
LIVE NEWS & UPDATES
-
ઇઝરાયેલના હુમલામાં હમાસના ટોચના નેતા સાલેહ અરોરી માર્યા ગયા
હમાસના ટોચના અધિકારી સાલેહ અરોરી ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. હમાસની લશ્કરી પાંખના સ્થાપકોમાંના એક સાલેહ અરોરીએ પશ્ચિમ કાંઠે જૂથનું નેતૃત્વ કર્યું હતું.
-
રૂડકીમાં પ્લાય મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી
ઉત્તરાખંડના રૂરકીના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પ્લાય મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરી ગામની નજીક હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તમામ ગ્રામજનો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
-
-
ટોંકમાં દુઃખદ માર્ગ અકસ્માત, રોડવેઝ બસ અને ટ્રોલી વચ્ચે અકસ્માત
રાજસ્થાનના ટોંક જિલ્લાના દૂનીમાં રોડવેઝની બસ રોડ કિનારે પાર્ક કરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલ સહિત બેના મોત થયા છે. આમાં એક ડઝનથી વધુ મુસાફરો ઘાયલ પણ થયા છે. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને જયપુર રિફર કરવામાં આવ્યો છે.
-
ગુજરાતમાં હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ નહીં થાય
હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.
-
ઓસ્ટ્રેલિયાએ ભારતને 190 રને હરાવ્યું, ODI સિરીઝ 3-0થી જીતી
કાંગારૂ ટીમે ત્રીજી મેચ જીતીને ભારતને હરાવ્યું અને સિરીઝ 3-0થી જીતી લીધી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 338 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 148 રનમાં સમેટાઈ ગઈ હતી અને 190 રનથી મેચ હારી ગઈ હતી.
-
-
ઈન્દોરમાં વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ સરકારી બસો પર પથ્થરમારો કર્યો
નવા કાયદા હેઠળ હિટ એન્ડ રન કેસમાં કડક સજાની જોગવાઈઓ વિરુદ્ધ હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોએ મંગળવારે ઈન્દોરમાં ત્રણ જાહેર પરિવહન બસો પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી.
-
જમ્મુ-કાશ્મીર પર ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય બેઠક પૂરી થઈ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર પર ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ ભાગ લીધો હતો.
-
સિંગરૌલીમાં માસૂમ બાળક પર રેપ આચરનારા આરોપીની ધરપકડ
સિંગરૌલી જિલ્લામાં એક મહિલા પર નિર્દયતાના કેસમાં પોલીસે ત્રણ દિવસ પછી આરોપીની ધરપકડ કરી છે. પોલીસને આ વાતનો હવાલો મળતા જ આરોપી છત્તીસગઢ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તત્પરતા દાખવતા આરોપી રાહુલ ગુપ્તાની ધરપકડ કરી.
-
કેજરીવાલ સરકાર રાણીખેડામાં ઈન્ડસ્ટ્રીયલ હબ બનાવશે
દિલ્હી સરકારે નવા વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં રોજગારની નવી તકો ઊભી કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. દિલ્હી સરકાર રાનીખેડામાં 147 એકર જમીન પર ઔદ્યોગિક હબ બનાવશે. મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના પ્રસ્તાવને મંજૂરી આપી.
-
જ્ઞાનવાપી કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી
જ્ઞાનવાપી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરાયેલી અરજીમાં સીલબંધ વિસ્તારની સફાઈની માગ કરવામાં આવી છે. હિન્દુ પક્ષે કથિત શિવલિંગ ધરાવતા સીલબંધ બાથરૂમની સફાઈ કરવાની માગ કરી છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે માછલીઓના મૃત્યુ બાદ બાથરૂમમાં ગંદકી ફેલાઈ ગઈ છે.
-
પીએમ મોદી 5 જાન્યુઆરીએ રાજસ્થાનના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ એક દિવસ માટે રાજસ્થાનની મુલાકાત લેશે. જ્યાં તેઓ રાત્રે રાજભવન ખાતે રોકાશે અને 6 જાન્યુઆરીએ સવારે DGP અને IGP કોન્ફરન્સમાં હાજરી આપશે. વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદી બીજી વખત રાજસ્થાનની મુલાકાત લેશે.
-
અરવલ્લીમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા
દેશભરમાં ટ્રક ચાલકોએ હીટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ કર્યો છે. જેની અસર ગુજરાતમાં પણ પડી રહી છે, રાજ્યના અનેક વિસ્તારોમાં ટ્રક ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. અરવલ્લીમાં કોંગ્રેસે ટ્રક ચાલકોના વિરોધમાં સમર્થન કરતા કાર્યકરો જોડાયા હતા. જુઓ વીડિયો….
-
આનંદો! આવી ગઈ સરકારી ભરતી
સરકારી ભરતીની તૈયારી કરતા વિધાર્થીઓ જેની આતૂરતાથી રાહ જોતા હતા એ સરકારી ભરતીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ માટે ઉમેદવારો આજથી એટલે કે 2 જાન્યુઆરી 2024થી Ojasની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વધુ વિગતો અહીં મેળવો.
-
અમદાવાદ રામકથા માટે આવેલા જગદગુરુ રામભદ્રાચાર્યનો હુંકાર
અમદાવાદમાં ઘોડાસરમા આયોજિત રામકથામાં આવેલા જગતગુરુ રામભદ્રાચાર્ય મહારાજે ગુજરાતની ધરતી પરથી કાશી મથુરા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યુ કે 2024-2025 સુધીમાં કાશી મથુરા વિવાદનો પણ જલ્દી અંત આવશે. લોકસભા 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને લઈને પણ તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે. જુઓ વીડિયો
-
જાપાનમાં વિમાન દુર્ઘટનામાં 5ના મોત
જાપાનની રાજધાની ટોક્યોમાં એક વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટનામાં, એક વિમાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું જેમાં 379 લોકો સવાર હતા, જ્યારે બીજા વિમાનમાં સવાર છમાંથી પાંચ લોકોના મોત થયા હતા.
-
ગુજરાત રાજકારણના મહત્વના સમાચાર
- ભાજપનો 26 લોકસભા બેઠકો માટેનો એક્શન પ્લાન
- ભાજપે 26 લોકસભા બેઠક માટે નક્કી કરી જવાબદારી
- 26 બેઠકોને 3,3 ના ક્લસ્ટરના જૂથ બનાવાયા
- જુના જોગીઓને સોંપાઈ કમાન
-
જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં મોટી બેઠક યોજી, આર્મી ચીફ પણ હાજરી આપશે
જમ્મુ-કાશ્મીરને લઈને આજે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આર્મી ચીફ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, દેશની ગુપ્તચર એજન્સી આઈબીના વડા તપન દેગા, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.
-
જાપાનમાં મોટી વિમાન દુર્ઘટના, 300થી વધુ મુસાફરો સવાર હતા, ભીષણ આગ
જ્યારે પ્લેન ટોક્યો એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક પ્લેનમાં આગ લાગી હતી. આ આગ જંગલમાં તણખલાની જેમ બળી રહી હતી. આગએ આખા પ્લેનને લપેટમાં લીધું હતું. આથી ખળભળાટ મચી ગયો હતો.
-
લખનઉમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો, ટ્રક ડ્રાઈવરોની હડતાળથી મુશ્કેલીઓ વધી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લખનઉમાં પેટ્રોલ ભરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પેટ્રોલ પંપ પર નવો સપ્લાય આવતો નથી, જેના કારણે સમસ્યા સર્જાઈ છે.
-
પીએમ મોદીએ તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લીધી
PM નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. તેને 1100 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે.
#WATCH | Tamil Nadu: PM Narendra Modi to shortly inaugurate the new terminal building at Tiruchirappalli International Airport
Developed at a cost of more than Rs 1,100 crores, the two-level new international terminal building has the capacity to serve more than 44 lakh… pic.twitter.com/kDich3KVo4
— ANI (@ANI) January 2, 2024
(@ANI)
-
ચીન મુદ્દે સરદારની રણનીતિ પર કામ કરી રહી છે મોદી સરકાર: જયશંકર
એસ. જયશંકરે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે વાતચીતનો ઇનકાર કરી રહ્યા નથી, પરંતુ અમે એવી શરતો પર વાત નહીં કરીએ જ્યાં પાકિસ્તાન આતંકવાદને કાયદેસર માનવાની વકાલત કરી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન તરફથી વાતચીત માટે કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્વનું છે.
વિદેશ મંત્રીએ ચીન સાથેના સંબંધો અંગે પણ ખુલીને ચર્ચા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ચીનને કેવી રીતે જવાબ આપવો તે મુદ્દે નેહરુ અને સરદાર પટેલ વચ્ચે શરૂઆતથી જ ઊંડો મતભેદ હતો. મોદી સરકારના સમયમાં ચીન સાથે ભારતના સંબંધો પર જયશંકરે કહ્યું કે અમારી સરકાર ચીન સાથેના વ્યવહારમાં સરદાર પટેલે શરૂ કરેલી રણનીતિ પ્રમાણે કામ કરી રહી છે.
-
ગૌતમ અદાણીએ નવા વર્ષના પહેલા દિવસે જ કરી 20,593 કરોડ રૂપિયાની કમાણી
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 2.38 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીનો શેર 2916.90 રૂપિયા પર બંધ રહ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં 7,740.61 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. અદાણી પોર્ટ અને સેઝના શેરમાં 2.33 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના શેર 1048.05 રૂપિયા પર બંધ થયા હતા.
1 જાન્યુઆરી, 2024 ના દિવસે અદાણી ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેનાથી અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં વધારો થયો છે. નવા વર્ષના પહેલા દિવસે જ અદાણી ગ્રુપના વેલ્યુએશનમાં 20,593 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધારે ઉછાળો NDTVના શેરમાં જોવા મળ્યો હતો.
-
ટ્રક ચાલકોની હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય: પેટ્રોલ પંપ એસોસિએશન
કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાનો દેશભરમાં વિરોધ યથાવત છે. લાખો ટ્રકોના પૈડા થંભી ગયા છે, તો ડ્રાઇવરો રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન તરફ વળ્યા છે. ત્યારે ટ્રક ચાલકોની હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય. પેટ્રોલ પંપ એસોસિએશને ગ્રાહકોને ધ્યાને રાખી આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અસર નહીં થાય.
ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાશની અછત નહીં વર્તાય. ટ્રક ડ્રાઈવરોની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે, જો કે લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, કેમ કે ગુજરાતમાં હડતાળના પગલે કોઈ અછત નહીં સર્જાય.
-
જગતના તાતને ખોટી રીતે ફટકારેલો દંડ માફ કરવાની માગ
ખેડૂતોએ ખોટી રીતે દંડ આપ્યાની રજુઆત બાદ તપાસમાં ખુલાસાઓ થયા હતા કે વીજ વિભાગના અધિકારીઓ ઓફિસમાં બેસી ખેડૂતોના દંડ નક્કી કરતાં હોવાનું સામે આવ્યું છે. વીજ વિભાગની તપાસ બાદ 1 કરોડના દંડની રકમ ઘટાડી અને 26 લાખ કરી હતી. હજુ પણ અમુક ખેડૂતોને વીજ કનેક્શન નથી તેવા ખેડૂતોને વીજદંડ ફટકાર્યો છે. તો ખેડૂતોને ખોટી રીતે ફટકારેલો દંડ માફ કરવા જગતના તાતની માગ છે.
-
અયોધ્યામાં 70 એકર જમીન પર બની રહેલા ભવ્ય રામ મંદિરના માલિક કોણ છે ?
દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂર્ણ બન્યા બાદ રામ મંદિર વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. તે અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેઓ 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના જાલેસરમાં બનેલા મંદિરમાં 2100 કિલો વજનની 6 ફૂટ ઉંચી અને 5 ફૂટ પહોળી ઘંટડીની સ્થાપના કરવામાં આવશે. મંદિરમાં 500, 250 અને 100 કિલો વજનની 10 નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી ધરાવે છે.
-
એક વર્ષમાં અમદાવાદમાં 8.52 લાખ પાસપોર્ટ ઈસ્યું થયા
અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને વિતેલા વર્ષ 2023માં નવા પાસપોર્ટ માટે વિક્રમી સંખ્યામાં એટલે કે, 8.70 લાખ અરજીઓ મળી હતી. જે પૈકી 8.52 લાખ અરજદારોને પાસપોર્ટ પણ આપી દેવાયા હતા. ગયા વર્ષ 2022ની સરખામણીમાં 2023ના વર્ષમાં 36 ટકા વધુ પાસપોર્ટ આપવામાં આવ્યા હતા. છેલ્લા છ વર્ષમાં પાસપોર્ટ મેળવવા માટે સૌથી વધુ અરજીઓ 2023ના વર્ષમાં કરવામાં આવી હતી. તેની સાથોસાથ વધુને વધુ પાસપોર્ટ પણ ઈસ્યું કરવામાં આવ્યા હતા.
આ માહિતી સોમવારે અમદાવાદના આરપીઓ દ્વારા શેર કરવામાં આવી હતી. આરપીઓ અરજદારોને તેમના પાસપોર્ટ વહેલી તકે મળી રહે તે માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે. આ તેનું પરિણામ છે, જ્યાં ગયા વર્ષે 6 લાખ 24 હજાર 384 પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. તેની સરખામણીમાં 2023માં 2 લાખ 27 હજાર 910 વધુ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. જે ટકાવારીની દૃષ્ટિએ 36.5 ટકા વધુ છે.
-
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છવાઈ બરફની ચાદર
ગુજરાતીઓનું ખૂબ જ પસંદગીનું ફરવા જવાનું સ્થળ માઉન્ટ આબુ છે, જ્યાં હાલ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો છે.લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી પહોંચી ગઇ છે. માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડતાં સહેલાણીઓ ઠુંઠવાયા છે.
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. તીવ્ર ઠંડીના કારણે લોકોની દિનચર્યા પર પણ ખાસ્સી અસર પડી છે, ત્યારે રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુના લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હિલ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન માઈનસ 1 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ગગડતા હિલ સ્ટેશન પર બરફની ચાદર છવાઈ હતી.
-
અમદાવાદ : કબૂતરબાજીમાં ચોક્કસ ગ્રૂપની સંડોવણીની આશંકા,
CID ક્રાઈમે વધુ 10 એજન્ટોના ડેટા ભેગા કર્યા છે. તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવાયું છે. માહિતી મળી છે કે દુબઇ પહોંચેલા 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર 12મું ધોરણ પાસ છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા.
મળતી માહિતી પ્રમાણે તમામ 65 ગુજરાતીઓ 10થી 16 ડિસેમ્બર 2023 સુધીમાં દુબઈ પહોંચ્યા છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવી હતી. તમામને રાત્રિની શિફ્ટમાં જ નોકરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ગુજરાતથી દિલ્હી અને દિલ્હીથી દુબઈ કેવી રીતે પહોંચ્યા તેની CID તપાસ કરશે. એજન્ટોએ આ તમામ લોકો જો મેક્સિકોની બોર્ડર પર ઝડપાઇ જાય તો કેવી રીતે બચાવવા તે માટે ખાસ તૈયારી કરી હતી. ઇમિગ્રેશન લોયરની ખાસ ટીમ એજન્ટોએ બનાવેલી હતી.
-
ક્રિસમસનું વેકેશન પૂર્ણ થવા છતા અમદાવાદ અને ગાંધીનગરમાં હોટેલ બૂકિંગ ફુલ, ભાડું દોઢ લાખ રુપિયા સુધી પહોંચ્યું
અમદાવાદ અને ગાંધીનગરમાં 9થી 12 જાન્યુઆરી માત્ર હોટેલ બૂકિંગ ફુલ થઇ ગયુ છે. સાથે જ હોટેલ્સના ભાડામાં ખૂબ જ વધારો થઇ ગયો છે. હોટેલ્સનું ભાડું 1.50 લાખ રુપિયા સુધી પહોંચી ગયુ છે.
ગુજરાતના હોટેલ ઉદ્યોગમાં તેજી
અમે તમને જણાવી દઇએ કે 9થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમીટ યોજાશે. વાઇબ્રન્ટ સમીટને લઇને ચાલુ વર્ષે ગુજરાતના હોટેલ ઉદ્યોગમાં તેજી જોવા મળી છે. ગાંધીનગર અને અમદાવાદની હોટલોમાં મોટાપાયે બુકિંગ હાથ ધરાયું છે. વાઇબ્રન્ટને લઇને 9થી 12 જાન્યુઆરી સુધી હોટલોમાં બુકિંગ ફૂલ છે.
દેશ વિદેશના 70 હજાર ડેલીગેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું
થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર હોટેલના ભાડા 20 હજારથી 1.50 લાખ સુધીના છે, તો ફાઇવસ્ટાર હોટેલ સ્યુટનુ ભાડુ બે લાખને પાર થયુ છે. કોરોનાના પગલે વર્ષ 2019 બાદ ચાર વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજાઇ રહી છે. દેશ વિદેશના 70 હજાર ડેલીગેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્રણ દિવસમાં એક લાખથી વધારે લોકો ગુજરાતના મહેમાન બનશે. -
અમદાવાદમાં પોલીસકર્મીઓ જ નશાની હાલતમાં ઝડપાયા
અમદાવાદના મેઘાણીનગરમાં નશાની હાલતમાં પોલીસકર્મીઓ ઝડપાયા છે. પીધેલી હાલતમાં ઝડપાયેલા પોલીસ કર્મચારીઓના નામ અક્ષય ડોડીયા અને રોહિત પરમાર હોવાનું સામે આવ્યુ છે. બંને પોલીસકર્મીઓ શાહીબાગ હેડ ક્વાર્ટરના LRD જવાન હોવાનો ખુલાસો થયો છે. બંને પોલીસકર્મીઓ પાર્વતીનગર સોસાયટીમાં ભાડે રહે છે.
-
સુરત : બસ ચાલકોની હડતાળના કારણે મુસાફરો પરેશાન
સુરત : વાહન વ્યવહારને લગતા કાયદા સામે ટ્રક અને બસ ચાલક વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ સરકાર દ્વારા માર્ગ અકસ્માતને લઈને આ નવા કાયદાની રચના કરવામાં આવી છે જે મુજબ 10 વર્ષની સજા અને 7 લાખના દંડ સહિતની જોગવાઈ કરાઈ છે .
સોમવારથી ટ્રક અને બસ ચાલક આ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહયા છે. સુરત અને ભરૂચમાં ને.હા નંબર 48 પર ટ્રક ચાલકો દ્વારા વાહન વ્યવહાર ઠપ્પ કરી દેવાયો હતો. સીટી બસ ચાલક પણ વિરોધમાં જોડાયા છે. તંત્રની સમજાવટ બાદ 50 ટકા નોકરી પર પરત ફર્યા છે પણ ઓછી બસ દોડતી હોવાના કારણે હજુ લોકો હેરાન થઈ રહ્યા છે.
-
સુરેન્દ્રનગરમાં 3 વર્ષના બાળકના અપહરણની ઘટના
સુરેન્દ્રનગરમાં 3 વર્ષના બાળકના અપહરણની ઘટના સામે આવી છે.એક્ટિવા લઇને આવેલા 2 શખ્સો 3 વર્ષના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતુ થયુ હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બાળકની માતાના પૂર્વ પતિએ બાળકનું અપહરણ કર્યું છે.
છૂટાછેડા બાદ પત્નીએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. અને સુખી લગ્નજીવન જોઇ ન શકતા પૂર્વ પતિએ બાળકનું અપહરણ કર્યું હોવાનો આરોપ બાળકની માતાએ લગાવ્યો છે.હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.અને પોલીસે પૂર્વ પતિ સહિત અપહરણ થયેલા બાળકની શોધખોળ હાથ ધરી છે.
-
ટ્રકચાલકોની હડતાળ થતા નાગપુરના પેટ્રોલ પંપો પર લોકોની પડાપડી
ટ્રક ચાલકના હડતાળને પગલે પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો પહોંચ્યો નથી.જેના પગલે મહારાષ્ટ્રના નાગપુરમાં પેટ્રોલ પંપો પર લોકોની પડાપડી થઈ છે. જો આગામી સમયમાં પણ હડતાળ યથાવત રહી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની કાળાબજારીની શક્યતા છે. તો મધ્યપ્રદેશના ભોપાલના અનેક પંપો પર પેટ્રોલ-ડીઝલ ખૂટ્યું છે.
-
મહેસાણામાં ઝડપની મજામાં મળી મોતની સજા
મહેસાણા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીને પરત ફરી રહેલા એક યુવક બુલેટ લઈને હોર્ડિંગ્સના થાંભલા સાથે અથડાયો હતો. અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યુ હતુ હતું. ખૂબ જ ઝડપી ગતિએ બુલેટ હંકારતા અકસ્માત સર્જાતા યુવકનો હાથ કપાઈ ગયો હતો. બુલેટ પર સવાલ અન્ય યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
-
લોકસભા ચૂંટણી, રામ મંદિર ઉદ્ઘાટનને લઈ બેઠકોનો દોર, ધરમપાલ આજે દિલ્હી પોંહચશે
અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સહિત લોકસભા ચૂંટણીને લઈને યુપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને મહાસચિવ (સંગઠન) ધરમપાલ દિલ્હી પહોંચ્યા હતા. રામ મંદિરના ઉદ્ઘાટન અને લોકસભા ચૂંટણી પ્રચારને લઈને આજે યોજાનારી બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે.
-
દક્ષિણ કોરિયામાં વિપક્ષી નેતા પર ચાકુ વડે જીવલેણ હુમલો
દક્ષિણ કોરિયાના મુખ્ય વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી નેતા લી જે-મ્યુંગ પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, આ હુમલો બુસાનની તેમની મુલાકાત દરમિયાન કરવામાં આવ્યો હતો જ્યારે લી જે-મ્યુંગ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તે જ સમયે હુમલાખોરે તેની ગરદન પર છરી વડે હુમલો કર્યો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર પડી ગયા
-
ડુંગળીના ભાવ આંખમાં આસું ન લાવે તે માટે સરકારે મોટું પગલું ભર્યું, કિંમતો કાબુમાં રાખવા મહત્વના નિર્ણય લેવાયા
-
રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં વધારો જોવા મળશે. તો આજે અમદાવાદ,અરવલ્લી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહીસાગર,મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો ભરુચ, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ આણંદ, ભાવનગર, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
-
PM મોદી આજે તમિલનાડુની મુલાકાતે, 19 હજાર 850 કરોડ રૂપિયાની ભેટ આપશે
પીએમ મોદી દક્ષિણના રાજ્યોના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન તમિલનાડુને 19 હજાર 850 કરોડ રૂપિયાની ભેટ આપશે. તેઓ તિરુચિરાપલ્લીમાં નવા એરપોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન લક્ષદ્વીપ અને કેરળની પણ મુલાકાત લેશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની આ મુલાકાત ભાજપ માટે મહત્વની છે. 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે ઉત્તર ભારતમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ દક્ષિણના રાજ્યોમાં તે પોતાની છાપ છોડી શકી નહોતી.
-
બ્રિટનમાં વિઝાના નિયમો કડક, પરિવારને લાવવા પર પ્રતિબંધ, ભારતીય વિદ્યાર્થીઓની પણ વધી મુશ્કેલી?
બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલીએ વિદેશી વિદ્યાર્થીઓને આશ્રિતોને લાવવાની આ પ્રથાને ‘ખરાબ પ્રથા’ ગણાવી હતી તે પછી આ કડક નિયમોને ઘટાડા તરીકે જોવામાં આવી રહ્યા છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2019 થી આશ્રિતોને લાવવામાં આવતા વિદેશી વિદ્યાર્થીઓના દરમાં 930 ટકાથી વધુનો વધારો થયો છે.
યુકે હોમ ઑફિસે જણાવ્યું હતું કે વિઝા નિયમોમાં આ ફેરફારોનો હેતુ વિદ્યાર્થી વિઝાનો ઉપયોગ કરીને બ્રિટનમાં કામ કરવા આવતા લોકોને રોકવાનો છે અને એવો અંદાજ છે કે આ નિર્ણયથી બ્રિટનમાં 140,000 ઓછા લોકો આવશે. આ નિયમની જાહેરાત પૂર્વ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને ગયા વર્ષે મેમાં કરી હતી.
-
મણિપુરમાં ફરી હિંસા, 3 લોકોની ગોળી મારી હત્યા, ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
સોમવારે સાંજે મણિપુરના થૌબલ જિલ્લામાં ત્રણ લોકોના ગોળીબાર કરવામાં આવ્યા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા, જેના પગલે રાજ્યના પાંચ ખીણ જિલ્લાઓમાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ત્રણ ફોર વ્હીલરને આગ ચાંપી દીધી હતી.
-
જાપાનમાં 7.6ની તીવ્રતાના ભૂકંપમાં છ લોકોના મોત થયા
જાપાનના NHK ન્યૂઝના અહેવાલ મુજબ, સોમવારે જાપાનના સમુદ્રમાં ઇશિકાવા પ્રીફેક્ચરમાં 7.6ની તીવ્રતાના ભૂકંપથી ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.
At least six people have been reported dead in Ishikawa Prefecture on the Sea of Japan after a magnitude 7.6 earthquake struck the region on Monday, reports Japan’s NHK News
— ANI (@ANI) January 2, 2024
-
દેવભૂમિ દ્વારકામાં બોરવેલમાં પડી જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત
દેવભૂમિ દ્વારકા, ગુજરાત: ખંભાળિયા જનરલ હોસ્પિટલના આરએમઓ કેતન ભારતીએ જણાવ્યું હતું કે બાળકીને રાત્રે 10.15 વાગ્યે અહીં લાવવામાં આવી હતી. તેને મૃત લાવવામાં આવ્યો હતો. અહીં લાવવામાં આવતા તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પૂરતો ઓક્સિજન નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે.
#WATCH | Devbhumi Dwarka, Gujarat: Khambhalia General Hospital RMO Ketan Bharti says, “The girl was brought here at around 10.15 pm. She was brought dead. She had lost her life while on the way here… Asphyxia is the main cause. She did not get enough oxygen. The exact reason… https://t.co/B2xz3LNtsj pic.twitter.com/6cIpc8FvXk
— ANI (@ANI) January 1, 2024
-
જાપાન સરકારે સુનામીની ચેતવણીનું સ્તર ઘટાડ્યું
જાપાને સોમવારે પશ્ચિમ સમુદ્રમાં જોરદાર ધરતીકંપ આવ્યા બાદ સુનામીની ચેતવણીનું સ્તર ઘટાડ્યું હતું, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને ઘાતક મોજાના ભયને કારણે તેમના ઘરે પાછા ન ફરવા જણાવ્યું હતું. હજુ પણ આવી શકે છે.
-
શેર બજાર પર મોટું સંકટ ! NSE/BSE વિરુદ્ધ ખાલિસ્તાની મોટું કાવતરું રચી રહ્યા હોવાની વાત આવી સામે
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ભારત વિરુદ્ધ ‘આર્થિક વિનાશ’નું કાવતરું ઘડી રહ્યો છે. અહેવાલ છે કે તેણે ફરી એકવાર ભારત વિરુદ્ધ ધમકીભર્યો સંદેશ જાહેર કર્યો છે, જેમાં શેરબજારને નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે. પન્નુએ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો પર થયેલા હુમલાનું પણ સમર્થન કર્યું હતું.
ખાસ વાત એ છે કે પન્નુએ મુંબઈ સિરિયલ બ્લાસ્ટની 31મી વરસી પર 12 માર્ચથી ભારતીય શેરબજારને નિશાન બનાવવાની તૈયારી કરી છે. એક અહેવાલ મુજબ, 1993ના વિસ્ફોટોથી વિપરીત, પન્નુ એ જણાવ્યું કે, ‘શિખ ફોર જસ્ટિસ 12 માર્ચથી NSE/BSEને નિશાન બનાવવાની હાકલ કરે છે.’ તેમનું કહેવું છે કે ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
-
વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરશે PM, પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ
વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા અને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. આ સેગમેન્ટને “પરીક્ષા પે ચર્ચા” નામ આપવામાં આવ્યું છે. જેમાં ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લે છે. પરિક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે 12 જાન્યુઆરી 2024 સુધીનો સમય છે.
Published On - Jan 02,2024 6:34 AM