Investor Summit 2021 LIVE: PM MODIની ઉપસ્થિતિમાં દેશ માટેની નવી સ્ક્રેપ પોલિસી જાહેર, પૉલિસીથી દેશમાં 10 હજાર કરોડનું રોકાણ આવશે, નવા ભારતની મોબિલિટીને નવી ઓળખ આપશે

Pinak Shukla
| Edited By: | Updated on: Aug 13, 2021 | 2:41 PM

PM Modi in Investor Summit LIVE: દેશમાં વાહનોના સ્ક્રેપ દ્વારા નવો ઉદ્યોગ વિકસે તે દિશામાં ભારત સરકાર આ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. નવી સ્ક્રેપ પોલિસી દ્વારા દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું નવું રોકાણ થવાની શક્યતા

Investor Summit 2021 LIVE: PM MODIની ઉપસ્થિતિમાં દેશ માટેની નવી સ્ક્રેપ પોલિસી જાહેર, પૉલિસીથી દેશમાં 10 હજાર કરોડનું રોકાણ આવશે, નવા ભારતની મોબિલિટીને નવી ઓળખ આપશે
Gujarat Investor Summit 2021 LIVE Updates (File Picture)

Investor Summit 2021 LIVE: શું આપનું વાહન 15 વર્ષ જૂનું છે ? તો આપના માટે આ સમાચાર અગત્યના છે. કેન્દ્ર સરકાર (Central Govt) આજથી 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી (Scrap Policy) જાહેર કરી. રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)થી કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી (Union Transport Minister Nitin Gadkari)નવી સ્ક્રેપ પોલિસી જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો જ્યાં PM મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે દિલ્લી જેવા મેટ્રો સિટીમાં 15 વર્ષથી ગ્રીન ટ્રિબન્યુનલે જૂના વાહનો પર પ્રતિબંધ મુક્યો છે જેની પાછળનો હેતુ પ્રદુષણમાં ઘટાડો થાય અને ઈલેક્ટ્રીક વાહનોને પોત્સાહન મળે તેવો છે જેનો હવે દેશમાં અમલ થવા જઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં સ્થપાશે. ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલાથી જ જૂના વાહનોના ભંગાર માટે કોઇ સિસ્ટમ ન હોવાથી તેનો ઉપયોગ ચાલુ રહેતો હતો અને આવા વાહનો પ્રદુષણમાં વધારો કરતા હતા ત્યારે દેશમાં વાહનોના સ્ક્રેપ દ્વારા નવો ઉદ્યોગ વિકસે તે દિશામાં ભારત સરકારે આ પોલિસી જાહેર કરી હતી.

નવી સ્ક્રેપ પોલિસી દ્વારા દેશમાં 10 હજાર કરોડ રૂપિયાના રોકાણની આશા સેવવામાં આવી રહી છે.  50 હજારથી વધુ નવી નોકરીઓનું સર્જન થશે જ્યારે સ્ક્રેપ પોલિસીના કારણે ઓટો સેક્ટરને મોટો લાભ થવાની શક્યતા છે અને 4.5 કરોડનું ઓટો સેક્ટરનું ટર્ન ઓવર વધીને 6 લાખ કરોડ થાય તેવો દાવો કરાઇ રહ્યો છે.

20 વર્ષથી વધારે જૂના ખાનગી વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ જાય છે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ નહીં કરાવો તો 1 જૂન 2024થી પોતાની જાતે જ રજિસ્ટ્રેશન ખત્મ થઇ જશે. ફિટનેસમાં નિષ્ફળ થવા પર ગાડીને સ્ક્રેપ કરવામાં આવશે. સરકાર તરફથી કાર વેચતી કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવવા પર નવી ગાડી પર 5 ટકાની છૂટ આપે. આ રીતે જે વાહનો પોતાની લાઇફ સાયકલના અંતમાં પહોંચી ચૂક્યા છે, તે જૂના વાહનો પર 10થી 15 ટકા સુધી કુલ ફાયદાઓનો લાભ લઇ શકાય છે.

નવી સ્ક્રેપ પૉલિસીને લઈ પીએમ મોદીએ કર્યું સંબોધન

15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પૉલિસીની જાહેરાત જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સર્ટિફિકેટ મળશે સર્ટિફિકેટથી નવા વાહનની ખરીદીમાં કોઈ ટેક્સ નહીં લાગે ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે “નવી સ્ક્રેપ પૉલિસીથી દેશમાં 10 હજાર કરોડનું રોકાણ આવશે” “આ પૉલિસી નવા ભારતની મોબિલિટીને નવી ઓળખ આપશે” “અનફિટ વાહનોને રસ્તા પરથી દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ પૉલિસી” “દેશની અર્થવ્યવસ્થા માટે મોબિલિટી ખૂબ મહત્વનું ફેક્ટર” “આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ મહત્વના” “પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે મહત્વની પૉલિસી”

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Aug 2021 11:54 AM (IST)

    Investor Summit 2021 LIVE: સ્ક્રેપ પોલિસીથી 10 હજાર કરોડનાં રોકાણની આશા

    Investor Summit 2021 LIVE: વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પોલિસી કચરાથી માંડીને કંચન સુધી છે. આગામી સમયમાં મોટું પરિવર્તન જોવા મળશે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્વનાં છે

  • 13 Aug 2021 11:45 AM (IST)

    Investor Summit 2021 LIVE: નવી સ્ક્રેપ પોલિસી રોજગારીની તકો ઉભી કરશે, દેશમાં પ્રદૂષણમાં ઘટાડો આવશે

    Investor Summit 2021 LIVE: વડાપ્રધાન મોદીએ નવી સ્ક્રેપ પોલિસી અંગે માહિતિ આપતા જણાવ્યું કે વાહનો વર્ષનાં આધારે જ નહી પરંતુ સ્થિતિનાં આધારે પણ સ્ક્રેપ કરવામા આવશે. ગુજરાતનું અલંગ સ્ક્રેપિંગ માટેનું હબ બની શકે છે. ઓટો અને મેટલ સેક્ટરને મોટો ફાયદા થશે

  • 13 Aug 2021 11:41 AM (IST)

    Investor Summit 2021 LIVE: ટેકનોલોજી બદલાઈ રહી છે સાથે તેમાં પરિવર્તન પણ આવી રહ્યું છે, ભારત દુનિયાનાં મહત્વનાં દેશમાં સામેલ થઈ રહયો છે

    Investor Summit 2021 LIVE: વડાપ્રધાન મોદી એ જણાવ્યું કે રીસાઈકલ, રીયુઝ અને રીસાઈઝનો તેમણે મંત્ર ઉજાગર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ભારત આજે સર્ક્યુલર ઈકોનોમી પર ભાર મુકી રહ્યું છે. ક્લાઈમેટના પડકાર વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે મોટા પગલા ઉઠાવવાની જરૂર છે.

  • 13 Aug 2021 11:37 AM (IST)

    Investor Summit 2021 LIVE: PM Modi એ કહ્યું નવી વાહન સ્ક્રેપ પોલિસી ઓટો સેક્ટરને દેશનાં વિકાસમાં સકારાત્મક પરિવર્તન લાવશે

    Investor Summit 2021 LIVE: PM Modi એ કહ્યું નવી વાહન સ્ક્રેપ પોલિસી ઓટો સેક્ટરને દેશનાં વિકાસમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તેમણે કહ્યું કે મોબીલીટી એ દેશની આર્થિક વિકાસ માટે પણ મદદગાર રહેશે . 21મી સદીનું ભારત ક્લીન, કન્જકે્શન ફ્રી અને કન્વીનિયન્ટ હોવાની માગ તરફ છે.

  • 13 Aug 2021 11:31 AM (IST)

    Investor Summit 2021 LIVE: PM Modiની હાજરીમાં 7 એજન્સીએ કર્યા સરકાર સાથે MOU

    Investor Summit 2021 LIVE: વાહન સ્ક્રેપ પોલિસી વચ્ચે PM Modiની હાજરીમાં 7 એજન્સીએ સરકાર સાથે MOU પણ કર્યા છે અને  આ 7 એજન્સીનાં માધ્યમથી મૂડીરોકાણ સાથે રોજગારીની તક પણ ઉપલબ્ધ થશે. 7 એજન્સીમાં 6 ગુજરાતની છે જ્યારે કે 1 આસામની છે.

  • 13 Aug 2021 11:26 AM (IST)

    Investor Summit 2021 LIVE: CM વિજય રૂપાણીએ કહ્યું આત્મનિર્ભર ભારત અભિયાનમાં આ પોલિસી મહત્વની

    Investor Summit 2021 LIVE: CM વિજય રૂપાણીએ કહ્યું આત્મનિર્ભર ભારત અભિયાનમાં આ પોલિસી મહત્વની હોવાનું જણાવ્યું. તેમણે એમ પણ જણાવ્યું કે ખરાબ વાહનોની સંખ્યામાં ઘટાડો થશે. પોલિસી નવા મોડેલ સહિત રિસાયકલ પોલિસી માટે પણ કામની રહેશે. તેમણે જણાવ્યું કે ગુજરાત માટે આ કાર્યક્રમ દેશનાં મંચ પર પહોચવા માટેનો મહત્વનો બની રહેશે.

  • 13 Aug 2021 11:09 AM (IST)

    Investor Summit 2021 LIVE: રાજ્યમાં સવા કરોડ વાહનો ભંગારમાં જવાની સંભાવના

    Investor Summit 2021 LIVE: રાજ્યમાં શું થશે અસર ? રાજ્યમાં સવા કરોડ વાહનો ભંગારમાં જવાની સંભાવના સ્ક્રેપ પોલિસીનો કડક અમલ થાય તો થશે મોટી અસર 2021 ડિસેમ્બર સુધીમાં સવા કરોડ વાહનો ભંગારમાં જશે વર્ષ 2019-20 મુજબ રાજ્યમાં 4.79 કરોડ નોંધાયેલા વાહનો 2.52 કરોડ મુસાફર અને 2.27 કરોડ ભારવાહક વાહનો

  • 13 Aug 2021 11:06 AM (IST)

    Investor Summit 2021 LIVE: સ્ક્રેપ પોલિસીથી 25 થી 30 ટકા પ્રદુષણ ઘટશે, નવા વાહનોની કિંમત 30 ટકા સુધી ઘટશે

    Investor Summit 2021 LIVE:

    સ્ક્રેપ પોલિસીની જરૂર કેમ ? દેશમાં કરોડો જૂના વાહનો પ્રદુષણ ફેલાવે છે દેશમાં 1 કરોડથી વધુ 15 વર્ષથી જૂના વાહનો જૂના વાહનો 10 થી 12 ટકા વધુ પ્રદુષણ ફેલાવે છે પ્રદુષણ વધવાથી સીધી અસર પર્યાવરણ પર થાય છે સ્ક્રેપ પોલિસીથી 25 થી 30 ટકા પ્રદુષણ ઘટશે જૂની કારમાંથી સ્ટિલ, રબર, એલ્યુમિનિયમ મળશે રૉ મટેરિયલની નિકાસમાં મોટો ઘટાડો થશે નવા વાહનોની કિંમત 30 ટકા સુધી ઘટશે

  • 13 Aug 2021 11:04 AM (IST)

    Investor Summit 2021 LIVE: પોલિસીથી દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું નવું રોકાણ થશે

    Investor Summit 2021 LIVE: પોલિસીથી શું થશે ફાયદો ? દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું નવું રોકાણ થશે 50 હજારથી વધુ નવી નોકરીઓનું સર્જન થશે સ્ક્રેપ પોલિસીના કારણે ઓટો સેક્ટરને લાભ થશે ઓટો સેક્ટરનું ટર્ન ઓવર વધીને 6 લાખ કરોડ થશે

  • 13 Aug 2021 11:02 AM (IST)

    Investor Summit 2021 LIVE: શું છે સ્ક્રેપ પોલિસી? 15 વર્ષથી જૂના વાહનો હવે ભંગારમાં જશે?

    Investor Summit 2021 LIVE:

    શું છે સ્ક્રેપ પોલિસી ? 15 વર્ષથી જૂના વાહનો હવે ભંગારમાં જશે સરકારી અને કોમર્શિયલ વાહનો 15 વર્ષે સ્ક્રેપમાં જશે પ્રાઇવેટ વાહનો 20 વર્ષ બાદ સ્ક્રેપ થશે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર પર વાહનોની તપાસ થશે જૂની કારની કીંમતની 4 થી 6 ટકા રકમ મળશે નવી કાર ખરીદીમાં રોડ ટેક્સમાં 25 ટકા છૂટ મળશે નવા કોમર્શિયલ વાહનોની ખરીદીમાં 15 ટકાની છૂટ સ્ક્રેપ સર્ટિફિકેટ સામે કાર નિર્માતા 5 ટકાની છૂટ આપશે નવું વાહન ખરીદવામાં રજીસ્ટ્રેશન ફીમાં મળશે માફી

  • 13 Aug 2021 10:59 AM (IST)

    Investor Summit 2021 LIVE: ગુજરાત સરકાર જુના વાહનો માટે સ્ક્રેપેજ પોલિસી લાગુ કરશે, 2 કરોડ જેટલા વાહનો સ્ક્રેપ થશે

    Investor Summit 2021 LIVE: ગાંધીનગરઃ ગુજરાત સરકાર જુના વાહનો માટે સ્ક્રેપેજ પોલિસી લાગુ કરશે, કેન્દ્રીય સ્ક્રેપેજ પોલિસીના નિયમ મુજબ ગુજરાતમાં પણ સ્ક્રેપેજ પોલિસી લાગુ થશે. વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા મહાત્મા મંદિર ખાતે ખાસ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું. વાહનોના સ્ક્રેપિંગ માટે રોકાણકારોને આવકારવા સમિટ યોજાઈ જેમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાત્મા મંદિર ખાતે હાજર રહેશે રાજ્યમાં 15 વર્ષ જુના વાહનોને સ્ક્રેપ કરવાની વિચારણા છે. રાજ્યમાં 2005માં પહેલાના વાહનો સ્ક્રેપ થશે અને 2001થી 2005 સુધીના 2 કરોડથી વધુ વાહનો સ્ક્રેપ થશે.

Published On - Aug 13,2021 11:54 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">