Gujarat : છેલ્લા 24 કલાકમાં કુલ 205 તાલુકાઓમાં વરસાદ ખાબકયો, સૌથી વધારે વાપી,ઉંમરગામ, વલસાડમાં વરસાદ નોંધાયો

લાંબા સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર વરસી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Gujarat : છેલ્લા 24 કલાકમાં કુલ 205 તાલુકાઓમાં વરસાદ ખાબકયો, સૌથી વધારે વાપી,ઉંમરગામ, વલસાડમાં વરસાદ નોંધાયો
Gujarat: In the last 24 hours, a total of 205 talukas received rainfall, the highest in Vapi, Umragam, Valsad.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:14 AM

Gujarat : લાંબા સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર વરસી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે વાપીમાં સવા ચાર ઈંચ વરસાદ, કપરાડામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

વલસાડમાં દે ધનાધન મેઘરાજા વરસ્યાં

વલસાડ જિલ્લામાં મેઘરાજા દે ધનાધન વરસ્યા, ઉમરગામમાં સર્વાધિક 12 ઈંચ વરસાદ ખાબક્યો, તો વાપીમાં સાડા 4 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી, પારડી, કપરાડામાં 2 ઈંચ અને વલસાડમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, ઉમરગામ અને વલસાડના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં, આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી, ઉમરગામની કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા, જો કે દુકાનદારોએ માલ ઉપર મૂકી દીધો હોવાથી મોટી નુકસાની ટળી, તો દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો અંત ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો,

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વલસાડમાં નદીઓ છલકાઇ, ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ

વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેરથી નાના-મોટા નદી-નાળા છલકાઈ ગયા છે, કેટલાક બેઠા પુલ પર પાણીનો પ્રવાહ વધ્યો, તો વહીવટી તંત્રએ લોકોને પુલ પરથી પસાર થવાની મનાઈ ફરમાવી, વલસાડના ઉમરગામની વારોલી નદી બે કાંઠે વહેવા લાગી, વારોલી નદીમાં પ્રચંડ પ્રવાહ જોવા લોકો પુલ પર ટોળે વળ્યાં, મેઘરાજાએ વલસાડ જિલ્લાની સાથે દક્ષિણ ગુજરાતમાં મહેર વરસાવતા ખેતીને ફાયદો મળશે.

વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી મધુબન ડેમમાં 46 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે, મધુબન ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, મધુબન ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 26 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી મોટાભાગના નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે.

ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન બન્યા

ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ સતત બીજા દિવસે મહેર વરસાવી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદી ઝાપટા પડ્યા. મહેસાણા, વડનગર અને વિજાપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા, તો અંબાજીમાં ગાજવીજ સાથે એક કલાકમાં અડધો ઈંચથી વધારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી અંબાજીના બજારોમાં નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યું, હિંમતનગર અને વડાલી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાને લઈ મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળશે.

ભાવનગર શહેર અને અમરેલીના વડિયામાં વરસાદનું આગમન

લાંબા સમય બાદ અમરેલીના વડિયામાં વરસાદનું આગમન થયું. વડિયાના તાલુકાના અનેક ગામડામાં મેઘો અનરાધાર વરસ્યો.વડિયા તેમજ મોટી કુંકાવાવમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તા પર પાણીની રેલમછેલ થઈ. તો ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">