Gujarat High Court નો રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ, કોરોનાના સાચા આંકડા જાહેર કરો, રીયલ ટાઈમ પોર્ટલ બનાવો

સુઓમોટોની ત્રીજી વખતની સુનાવણીમાં Gujarat High Court એ રાજ્ય સરકારને મહત્વના નિર્દેશો આપ્યા છે.

Gujarat High Court નો રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ, કોરોનાના સાચા આંકડા જાહેર કરો, રીયલ ટાઈમ પોર્ટલ બનાવો
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 6:24 PM

રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ પર સુઓમોટો કરીને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)એ રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.15 એપ્રિલે ગુરુવારે હાઇકોર્ટે કોરોનાના આંકડાઓ અંગે રાજ્ય સરકારને વેધક સવાલ પૂછ્યા હતા, તો હવે આજે 16 એપ્રિલને શુક્રવારે રાજ્યમાં કોરોના સંક્રમણના આંકડાઓ અંગે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.

કોરોનાના સાચા આંકડા જાહેર કરો સુઓમોટો પરની બીજી વખતની સુનાવણીમાં 15 એપ્રિલને ગુરુવારે હાઇકોર્ટ (Gujarat High Court)એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના આંકડાઓ અંગે વેધક સવાલો કર્યા હતા. હાઇકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું આ આંકડાઓ સાચા છે? હાઇકોર્ટે એ પણ કહ્યું કે આ આંકડાઓ સાચા નથી લાગતા, કારણ કે રાજ્યમાં સર્જાયેલી અને વિકરાળ બનેલી કોરોનાની પરિસ્થિતિથી આ આંકડાઓ વિપરિત છે. હવે આજે 16 એપ્રિલે ત્રીજી વખતની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે સરકાર કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરે જેથી કરીને જનતામાં વિશ્વાસ બેસે.

રિયલ ટાઈમ પોર્ટલ બનાવો હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરવાની સાથે રિયલ ટાઈમ પોર્ટલ બનવાનો પણ આદેશ આપ્યો છે. આવા પોર્ટલ દ્વારા જે તે સમયે રાજ્યમાં કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિની ખબર પડશે. રિયલ ટાઈમ પોર્ટલ દ્વારા દર કલાકે અથવા જ્યારે જ્યારે અપડેટ થાય તેમ આંકડાઓ જાણવા મળશે. આ ઉપરાંત આ પોર્ટલમાં જિલ્લા ઉપરાંત તાલુકાનો પણ સમાવેશ થાય તો રાજ્યના ખૂણે ખૂણે સુધી કોરોનાની રિયલ ટાઈમ સ્થિતિનો ખ્યાલ આવશે. હાલ ગુજરાત સરકારનું કોવીડ19 ટ્રેકર https://gujcovid19.gujarat.gov.in/ નામનું પોર્ટલ શરૂ છે. Gujarat High Court ના આદેશથી આ પોર્ટલને જ લગભગ રીયલ ટાઈમ પોર્ટલમાં ફેરવવામાં આવી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હાલ કેવી રીતે આંકડાઓ જાહેર કરવામાં આવે છે? રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાલ દરરોજ સાંજે છેલ્લા 24 કલાક દરમિયાન આવેલા નવા કેસ, મૃત્યુ, એક્ટીવ કેસ, ડીસ્ચાર્જ કેસ વગેરેની માહિતી આપતી પ્રેસનોટ PDF ફાઈલ સ્વરૂપે જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સરકારની કોવીડ19 પોર્ટલ છે. પહેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પત્રકાર પરિષદ યોજીને આ આંકડાઓ જાહેર કરતા હતા. પરંતુ આ પ્રક્રિયા ગત વખતે કોરોના સંક્રમણ વધતા બંધ કરવામાં આવી હતી.

રાજ્યમાં 8152 નવા કેસ, 81 દર્દીઓના મૃત્યુ રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર રાજ્યમાં 15 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 8152 કેસ નોંધાયા હતા, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 81 દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5076 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,75,768 થઇ છે.રાજ્યમાં 15 અપ્રિલના દિવસે 3023 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,26,394 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">