GUJARAT : વિદેશગમનમાં ગુજરાતી અગ્રેસર, છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ગુજરાતી વિદેશ સ્થાયી થયા ?

GUJARAT : છેલ્લા 5 વર્ષમાં GUJARATમાંથી અભ્યાસ તેમજ રોજગાર માટે વિદેશ જતા નાગરિકોની સંખ્યામાં સતત વધારો થયો છે. જેમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમજ 1.98 લાખ લોકો રોજગારી માટે AMERICA, CANADA, LONDON, Australia સહિતના દેશોમાં ગયા છે.

GUJARAT : વિદેશગમનમાં ગુજરાતી અગ્રેસર, છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ગુજરાતી વિદેશ સ્થાયી થયા ?
ફાઇલ ફોટો
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 5:02 PM

GUJARAT : છેલ્લા 5 વર્ષમાં GUJARATમાંથી અભ્યાસ તેમજ રોજગાર માટે વિદેશ જતા નાગરિકોની સંખ્યામાં સતત વધારો થયો છે. જેમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમજ 1.98 લાખ લોકો રોજગારી માટે AMERICA, CANADA, LONDON, Australia સહિતના દેશોમાં ગયા છે. જોકે સમગ્ર દેશમાંથી વાત કરીએ તો અન્ય રાજ્યોની સરખામણીમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછા ગુજરાતીઓ વિદેશમાં જઈ સ્થાયી થયા છે, જ્યારે સૌથી વધારે KERALA, TAMILNADU તેમજ UTTAR PRADESHના લોકો વિદેશમાં સ્થાયી થયા છે.

2020માં સૌથી ઓછા ગુજરાતી ફોરેન ગયા

વિદેશ જવાના મામલે તાજેતરમાં કેટલાક આંકડા જાહેર થયા છે. જેમાં 2016થી 2021 એટલે કે છેલ્લા 5 વર્ષમાં આંકડા અનુસાર, ગુજરાતમાંથી વર્ષ 2016માં 24,000થી વધુ, 2017માં 33,000થી વધુ, 2018માં 41,000થી વધુ, 2019માં 48,000થી વધુ ગુજરાતીઓ અભ્યાસ તેમજ રોજગાર માટે વિદેશમાં જઈને વસી ગયા છે. 2020માં કોરોનાને પગલે વિદેશ જનારની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લે 2020માં કોરોના સમયગાળામાં કુલ 23,000 ગુજરાતી વિદેશ ગયા હતા.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

2021ના શરૂઆતથી ફરી વિદેશ યાત્રા શરૂ

જ્યારે 2021ની શરૂઆતના 2 મહિનામાં 6,000ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે America, Canada, London સહિતના દેશોમાં ગયા છે. એટલે કે CORONAની સ્થિતિ વચ્ચે પણ 2020 કરતા 2021માં વિદેશ જનાર લોકોની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે. જોકે હજુ પણ ભારતમાંથી વિદેશ જઈને વસતા લોકોમાં GUJARATI પાછળ છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ 2018-19ના વર્ષમાં વિદેશ જઈને વસનાર GUJARATIઓની સંખ્યા વધારે જોવા મળી હતી. બીજીતરફ 2020થી CORONA મહામારીને પગલે હજારોની સંખ્યામાં લોકો Abroadથી પોતાના વતન પરત ફર્યા છે. કેટલાકે તો હવે અહીં જ અભ્યાસ તેમજ પોતાનો કોઈ નાનો-મોટો બિઝનેસ શરૂ કરી દીધો છે.

Abroad જવા માટે સ્ટૂડન્ટ વિઝા ગેટ પાસ બન્યો

Abroad જવા માટે મોટાભાગના ગુજરાતીઓ કોઈપણ ભોગે ત્યાં પહોંચી જવા આતૂર હોય છે. વિદેશ જવા માટે સ્ટૂડન્ટ વિઝા જાણે ગેટપાસ હોય તેમ દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. જોકે, વિદેશ જઈને ત્યાંની વાસ્તવિક સ્થિત જોતા આ વિદ્યાર્થીઓ પારવાર મુશ્કેલીમાં મુકાતા હોય છે. કારણકે, દેવું કરીને આવેલા આ વિદ્યાર્થીઓ ન તો ભારત પાછા આવવા લાયક રહે છે અને ન તો જે તે દેશમાં રહેવા લાયક.

આ 5 કારણોથી વિદેશમાં પણ ગુજરાતીઓની બોલબાલા

વિશ્વભરમાં રાજકારણ, વેપાર-ઉદ્યોગથી લઈને કળા-સાહિત્ય સુધીના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતીઓનો ડંકો છે. આ ગુજરાતીઓ પર ગર્વ કરી શકાય એવા અનેક કારણો છે જેમાં પાંચ મુખ્ય છે.

The first reason: ભારતની કુલ વસ્તીમાં ગુજરાતીઓનું પ્રમાણ ભલે 6 % હોય પણ અમેરિકાના કુલ ભારતીયોમાં 20 % ગુજરાતી છે. અમેરિકામાં 9.27 લાખ ગુજરાતીઓ વસે છે.

The SECOND reason: અમેરિકામાં છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 26%થી વધુનો વધારો થયો છે. અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી છે.

The THIRD reason: યુએસ-યુકેમાં ગુજરાતીઓની સંખ્યા 22 લાખથી વધુ છે. આ દેશોમાં સૌથી પોપ્યુલર સરનેમમાં 140 ક્રમે પટેલ છે.

The FOURTH reason: અમેરિકામાં આજે 17 હજારથી વધુ મોટેલ અને 12 હજારથી વધુ દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. 1940માં અમેરિકામાં મૂળ દક્ષિણ ગુજરાતના કાનજી પટેલે મોટેલ શરૂ કરી હતી. આજે USમાં 40 ટકા મોટેલ ગુજરાતીઓની છે.

The FIFTH reason: વિશ્વભરના દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ પાસે 58 લાખ કરોડ રૂપિયાથી વધુ ધન છે તથા ભારતના અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ એટલે કે 58 ગુજરાતી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">