Gujarat : ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા, નિષ્ણાત તબીબો-શિક્ષણવિદ્દોની સલાહ લેવાશે : શિક્ષણમંત્રી

હવે પછીના તબક્કામાં કોર કમિટીની બેઠકમાં 1 થી 5 ધોરણ શાળાઓ દ્વારા શરૂ કરવાનું વિચારી રહ્યાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 1:14 PM

રાજ્ય કોર કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કહ્યું છે. આ પહેલા કોલેજ પછી 10 થી 12 અને ગયા અઠવાડિયામાં 6,7,8 ખોલવામાં અમે સફળ રહ્યાં હોવાનું પણ શિક્ષણમંત્રીએ કહ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે શાળામાં વાલીઓએ બાળકોને મોકલ્યા છે.અને શિક્ષકો પણ બાળકોને ભણાવવાને લઇને ઉત્સાહિત છે. હવે પછીના તબક્કામાં કોર કમિટીની બેઠકમાં 1 થી 5 ધોરણ શાળાઓ દ્વારા શરૂ કરવાનું વિચારી રહ્યાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલે આરોગ્ય અને શિક્ષણ વિદોની સલાહ બાદ અમે પ્રાથમીક શાળા શરૂ કરીશું.

ભગવાનને પ્રાર્થના કરીએ કે નર્મદા ડેમ જલ્દી ભરાય જાય : શિક્ષણ મંત્રી

આ સાથે શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરી કે નર્મદા ડેમ જલ્દી ભરાઈ જાય. ગુજરાતમાં પીવાના પાણીની કોઈ પણ તકલીફ ન પડે એટલો પાણીનો જથ્થો નર્મદા ડેમમાં છે તેમ પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે.નોંધનીય છેકે કેવડિયા શૂરપાણેસ્વર મહાદેવ મંદિરે પૂજા કરવા કેવડિયા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા. આ નિમિતે તેમણે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

આ પહેલા ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થઇ ગયા છે

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા આશરે દોઢ વર્ષ બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યા છે રાજ્યમાં હાલ ધોરણ-9 થી 12 સુધીના વર્ગોનું જ ઓફલાઈન શિક્ષણ શરૂ છે, બાદમાં ધોરણ-6 થી 8 ના ઓફલાઇન અને ઓનલાઇન વર્ગો  પણ શરૂ કરવામાં આવ્યાં છે.

વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવાનું ઇચ્છી રહ્યાં છે

ત્યારે હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ શાળાઓ જવાનું ઈચ્છી રહ્યાં છે. બાળકોના વાલીઓ જણાવી રહ્યાં છેકે તેમના સંતાનોને જલ્દી જ શાળાના વાતાવરણમાં અભ્યાસ કરવાનો મોકો મળે. જેથી તેમના બાળકોનું અંધકારમય બનતું ભાવિ ઉજળું બને. ત્યારે રાજયની કોર કમિટિની બેઠક બાદ આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : સાવચેતી : નિપાહ વાયરસ શું છે ? જાણો રોગના લક્ષણો અને કેવી રીતે બચી શકાય આ વાયરસથી

આ પણ વાંચો  :  શું તમે શેરબજારમાં રોકાણ કરો છો ? ટ્રેડિંગ પહેલા ધ્યાનમાં રાખશો આ બાબતો તો ક્યારેય છેતરાશો નહિ , જાણો શું છે SEBI ની માર્ગદર્શિકા

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">