Gujarat Corona Update : ગુજરાતમાં 12 હજારથી વધુ નવા કેસ, 121 મૃત્યુ, એક્ટીવ કેસ 76,500

Gujarat Corona Update : અમદાવાદમાં સૌથી વધુ 4631 નવા કેસ, સુરતમાં 1553 નવા કેસ નોંધાયા.

Gujarat Corona Update : ગુજરાતમાં 12 હજારથી વધુ નવા કેસ, 121 મૃત્યુ, એક્ટીવ કેસ 76,500
રચનાત્મક તસ્વીર

Gujarat Corona Update : આજે 20 એપ્રિલે રાજ્યમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યમાં આજે 20 એપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજારથી વધુ નવા કેસ સામે આવ્યાં છે તો કોરોનાના કારણે 121 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

12,206 નવા કેસ, 121 મૃત્યુ રાજ્યમાં આજે 20 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 12,206 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 121 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, મહાનગરો અને જિલ્લાઓ પ્રમાણે મૃત્યુઆંક જોઈએ તો

સુરતમાં – 25( 1 મૃત્યુ જિલ્લામાં) અમદાવાદમાં – 23 મૃત્યુ, વડોદરામાં – 13 (4 મૃત્યુ જિલ્લામાં), રાજકોટમાં – 12 (4 મૃત્યુ જિલ્લામાં), સુરેન્દ્રનગર – 4 મૃત્યુ, જામનગરમાં – 6 (3 મૃત્યુ જિલ્લામાં), ગાંધીનગરમાં – 4 (3 મૃત્યુ જિલ્લામાં), ભાવનગરમાં – 3 (1 મૃત્યુ જિલ્લામાં),

બનાસકાંઠા, ભરૂચ, મોરબી, સાબરકાંઠામાં 3-3 દર્દીઓના મૃત્યુ, અને

અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મહેસાણા, પાટણમાં 2-2 દર્દીઓના મૃત્યુ, અને

અમરેલી, છોટાઉદેપુર, ખેડા મહીસાગર, પંચમહાલમાં એક-એક દર્દીના દુઃખદ મૃત્યુ થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5615 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4,28,178 થઇ છે.

અમદાવાદમાં સૌથી વધુ 4631 નવા કેસ રાજ્યમાં આજે 20 એપ્રિલે મહાનગરોમાં નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 4631, સુરતમાં 1553, રાજકોટમાં 764, વડોદરામાં 460, જામનગરમાં 324, ગાંધીનગરમાં 173, ભાવનગરમાં 165, અને જુનાગઢમાં 99 નવા કેસો સામે આવ્યાં છે.

4339 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 20 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 4339 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,46,063 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 80.82 ટકા થયો છે.

એક્ટીવ કેસ વધીને 68754 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 19 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 68754 એક્ટીવ કેસ હતા, જે આજે 20 એપ્રિલે વધીને 76,500 થયા છે.જેમાં 353 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 76,147 લોકોની સારવાર ચાલી રહી છે.

આજે 1,51,390 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 20 એપ્રિલના દિવસે કુલ 1,51,390 લોકોને રસી અપાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 90,34,309 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 15,56,285 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 67,315 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 74,604 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,05,90,594 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati