Gujarat Corona Update : રાજ્યમાં 14 મહિના બાદ કોરોનાના 100 થી ઓછા નવા કેસ, 3 દર્દીના મૃત્યુ

Gujarat corona Update : રાજ્યમાં આજે 28 જૂનના રોજ 315 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્ય સુધીમાં કુલ 8,09,821 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં 14 મહિના બાદ કોરોનાના 100 થી ઓછા નવા કેસ, 3 દર્દીના મૃત્યુ
રચાનાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 7:54 PM

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 28 જૂનના રોજ 14 મહિના બાદ 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 3465 થયા છે.

કોરોના નવા 96 કેસ, 3 દર્દીના મૃત્યુ રાજ્યમાં આજે 28 જૂનના રોજ કોરોનાના નવા 96 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,340 થઇ છે અને મૃત્યુઆંક 10,૦054 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, છોટા ઉદેપુર જિલ્લામાં 1 અને તાપી જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

અમદાવાદમાં 21 નવા કેસ રાજ્યમાં આજે 28 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 21, સુરતમાં 11, વડોદરામાં 10, રાજકોટમાં 8, ગાંધીનગર-જામનગર-જુનાગઢમાં 2-2, કેસ જયારે ભાવનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

315 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 3465 થયા રાજ્યમાં આજે 28 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 315 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,09,821 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.36 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 3465 થયા છે, જેમાં 14 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 3451 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.49 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 28 જૂને 2,49,125 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,38,740 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,51,28,252 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 177 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 9358 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 41,148 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 54,197 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,38,740 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 5505 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">