Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાએ લીધો ભરડો, છેલ્લા 24 કલાકમાં 2410 નવા કેસ, 9 દર્દીઓના મૃત્યુ

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 2410 નવા કેસ આવવાની સાથે એક્ટીવ કેસનો આંકડો 13,000 નજીક પહોચ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાએ લીધો ભરડો, છેલ્લા 24 કલાકમાં 2410 નવા કેસ, 9 દર્દીઓના મૃત્યુ
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 8:29 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ Coronaના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220 અને 31 માર્ચે 2360 નવા કેસ સામે આવ્યાં હતા. જયારે આજે 1 અપ્રિલે 2400થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.

2410 નવા કેસ, 9 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 1 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2410 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 9 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 4 અને વડોદરા તેમજ ભાવનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,10,108 થઇ છે.

અમદાવાદમાં 61૩ અને સુરતમાં 464 કેસ રાજ્યમાં નોધાયેલા કોરોનાના નાવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 613, સુરતમાં 464, વડોદરામાં 292 અને રાજકોટમાં 179 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં નવા નોધાયેલા કેસોમાં આશરે 40 ટકા જેટલા કેસો માત્ર આમદાવાદ અને સુરતમાંથી જ છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

એક્ટીવ કેસ વધીને 13,000 નજીક પહોચ્યા થયા રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક્ટીવ કેસ વધીને 13,000 નજીક પહોચ્યા છે. રાજ્યમાં હાલ 12,996 એક્ટીવ કેસો છે, જેમાં 155 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,841 લોકોની સારવાર ચાલી રહી છે.

2015 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 1 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2015 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,92,584 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 94.35 ટકા થયો છે.

આજે સૌથી વધુ 4,54,638 લોકોને રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 1 અપ્રિલના દિવસે અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 4,54,638 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 53,68,002 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 6,97,680 વ્યકિતઓને કોરોનાનો રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજથી 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 45 થી 60 વર્ષના કુલ 3,69,262 લોકોને પ્રથમ ડોઝ અને 28,635 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 60,65,682 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">