Gujarat Corona Update: રાજ્યમાં સતત ઘટતું કોરોનાનું સંકટ, નવા 4,773 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટીવ કેસનો આંકડો 10,000ને પાર નોંધાઈ રહ્યો હતો, ત્યારે આજે રાજ્યમાં નવા 4,773 કેસ નોંધાયા છે,

| Updated on: May 20, 2021 | 10:31 PM

રાજ્યના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટીવ કેસનો આંકડો 10,000ને પાર નોંધાઈ રહ્યો હતો, ત્યારે આજે રાજ્યમાં નવા 4,773 કેસ નોંધાયા છે, ત્યારે 64 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 1,079 કેસ નોંધાયા, ત્યારે 8 દર્દીઓના મોત થયા છે.

 

વડોદરા શહેરમાં 422 કેસ અને જિલ્લામાં 162 કેસ, સુરત શહેરમાં 297 અને જિલ્લામાં 209 કેસ, રાજકોટ શહેરમાં 192 કેસ અને જિલ્લામાં 72 કેસ ત્યારે આણંદમાં 161, ભરૂચમાં 138 અને જામનગર શહેરમાં 138 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 89,018 થઈ છે. ત્યારે આજે 1 દિવસમાં 8,308 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે. ત્યારે 1,37,172 લોકોને આજે કોરોનાની રસી અપાઈ છે. ત્યારે દિનપ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસ સામે ચોક્કસ આ રાહતના સમાચાર કહી શકાય.

 

 

આપને જણાવી દઈએ કે કોરોના પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આંશિક અનલોકની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આજે લોકડાઉનના કડક નિયમો અને પ્રતિબંધોની અવધિ પૂરી થઈ રહી હતી. પરંતુ આ વચ્ચે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. આ આંશિક લોકડાઉન આવતીકાલથી સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

 

 

સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. લારી, ગલ્લા, વેપારીઓને ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ટીવી9 દ્વારા અહેવાલ પ્રસ્તારિત કરવામાં આવ્યો હતો કે જે વિસ્તારમાં કોરોનાના કેસો નિયંત્રણમાં છે, તે વિસ્તારમાં છુટછાટ આપવાનો નિર્ણય સરકાર લઈ શકે છે, તે અનુસંધાને જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: Surat : પોલીસ અધિકારી અને જવાનો માટે ખાસ Covid Appની શરૂઆત, કોરોનાના લક્ષણો દેખાતા શહેરના ડૉક્ટરો સાથે કરી શકશે સંપર્ક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">