Gujarat Corona Update: રાજ્યમાં દર કલાકે નોંધાઈ રહ્યા છે 37 પોઝીટીવ કેસ, સંક્રમિતોની સંખ્યા 800ને પાર

Gujarat Corona Update:  રાજ્યમાં દર કલાકે નોંધાઇ રહ્યા છે 37 પોઝિટિવ કેસ. જી હા ચિંતાજનક રીતે રાજ્યમાં કોરોના મહામારી વકરી રહી છે. કોરોના વિસ્ફોટને પગલે રાજ્યમાં ચાલુ વર્ષે પ્રથમવાર સંક્રમિતોની સંખ્યા 800ને પાર પહોંચી છે અને રાજ્યમાં નવા 890 કેસ નોંધાયા છે

| Updated on: Mar 16, 2021 | 7:57 AM

Gujarat Corona Update:  રાજ્યમાં દર કલાકે નોંધાઇ રહ્યા છે 37 પોઝિટિવ કેસ. જી હા ચિંતાજનક રીતે રાજ્યમાં કોરોના મહામારી વકરી રહી છે. કોરોના વિસ્ફોટને પગલે રાજ્યમાં ચાલુ વર્ષે પ્રથમવાર સંક્રમિતોની સંખ્યા 800ને પાર પહોંચી છે અને રાજ્યમાં નવા 890 કેસ નોંધાયા છે તો એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે જ્યારે 594 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો અત્યાર સુધી રાજ્યમાં કુલ 2 લાખ 69 હજાર 955 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને કુલ મૃત્યુઆંક 4,425 પર પહોંચ્યો છે જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,717 પર પહોંચી છે તો વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 56 થઇ છે સાથે જ સાજા થવાનો દર ઘટીને 96.72 ટકાએ પહોંચ્યો છે જો રાજ્યના મહાનગરોની સ્થિતિ પર નજર કરીએ તો સુરતમાં એક દર્દીના મોત સાથે સૌથી વધુ 262 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં નવા 209 કેસ નોંધાયા. જ્યારે વડોદરામાં 93 અને રાજકોટમાં 95 પોઝિટિવ કેસ નોંધાયા.

તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના આક્રમક ગતિએ આગળ વધી રહ્યો છે અને પોઝિટિવ કેસમાં વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે અમદાવાદમાં નવા 209 કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં 205 કેસ નોંધાવાની સાથે 148 દર્દીઓ સાજા થયા જ્યારે અમદાવાદ જિલ્લામાં 4 કેસ નોંધાવાની સાથે 2 દર્દીઓ સાજા થયા..જોકે વધી રહેલા સંક્રમણ વચ્ચે શહેરના 8 વોર્ડમાં રાત્રી બજારો બંધ કરવા તંત્રએ ફરમાન જાહેર કર્યું છે..

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">