Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 112 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 3687 થયા

Gujarat Covid19 Update : રાજ્યમાં આજે 27 જૂનના રોજ 305 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્ય સુધીમાં કુલ 8,09,506 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 112 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 3687 થયા
કોરોનાના 10 ટકા કેસ ધરાવતા જિલ્લામા કડક પગલા ભરવા કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 9:02 PM

Gujarat Covid19 Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 26 જૂનના રોજ 150 થી ઓછા કોરોનાના નવા કેસો નોંધાયા હતા. તો આજે 27 જૂનના રોજ પણ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં 26 જૂન કરતા પણ ઘટાડો થયો છે.

કોરોના નવા 112 કેસ, 3 દર્દીના મૃત્યુ રાજ્યમાં આજે 27 જૂનના રોજ કોરોનાના નવા 112 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,244 થઇ છે અને મૃત્યુઆંક 10,૦051 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, વડોદરા જિલ્લામાં 1 અને ભાવનગર જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 24 નવા કેસ રાજ્યમાં આજે 27 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 24, વડોદરામાં 14, સુરતમાં 13, રાજકોટમાં 8, ગાંધીનગર-જામનગર-જુનાગઢમાં 2-2, કેસ જયારે ભાવનગર શહેર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

305 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 3687 થયા રાજ્યમાં આજે 27 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 305 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,09,506 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.33 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 3687 થયા છે, જેમાં 21 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 3666 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.40 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 27 જૂને 2,40,985 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,41,791 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,48,79,127 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 144 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 9097 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 35,564 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 47,362 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,41,791 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 7027 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">