Gujarat : જાણો રાજ્યના કોરોના અપડેટ સાથે મહત્વના સમાચારો, માત્ર એક ક્લિકમાં

ગુજરાતમાં 22 નવેમ્બરના રોજ કોરોના નવા 25 કેસ નોંધાતા રાજયમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 309 થવા પામી છે. જેમાંથી ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 305 દર્દીઓ સ્ટેબલ છે.

Gujarat : જાણો રાજ્યના કોરોના અપડેટ સાથે મહત્વના સમાચારો, માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 9:42 PM

ગુજરાતમાં(Gujarat)  22 નવેમ્બરના રોજ કોરોનાના(Corona)  નવા 25 કેસ નોંધાયા છે જે રવિવારે નોંધાયેલા 22 કેસ કરતાં ત્રણ વધારે છે. તેમજ આજે કોરોનાથી 26 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી 8, 16, 831 દર્દીઓ સાજા થયા છે. જયારે રાજયમાં કોરોના રિકવરી દર(Recovery Rate) 98. 74 ટકાએ સ્થિર રહ્યો છે.

ગુજરાતમાં આજે સૌથી વધારે કેસ અમદાવાદમાં 9, સુરતમાં 6, વડોદરામાં 5, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1 અને વડોદરા જિલ્લામાં 1 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોના નવા 25 કેસ નોંધાતા રાજયમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 309 થવા પામી છે. જેમાંથી ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 305 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધી રાજયમાં કુલ 10,091 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

આ  ઉપરાંત રાજ્યના મુખ્ય સમાચારો પર નજર  કરીએ તો .. 

1.  Vibrant Gujarat Global Summit 2022 : પીએમ મોદી કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન

Vibrant Gujarat Global Summit 2022 : ગુજરાતમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પીએમ મોદી 10 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે 24,185 કરોડના MoU થયા. આ MoUથી 3 હજાર 500 જેટલા લોકોને રોજગારીનો અવસર છે.

2. ગુજ્રરાતમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022 એ યોજાશે

ગુજરાત(Gujarat) ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય( Bin Sachivalaya)  કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા(Exam)  આગામી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ યોજવામાં આવશે. વર્ગ 3 માટે ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરી નાખવામાં આવી છે. બિન સચિવાલય કારકુન વર્ગ-3 સંવર્ગ તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે.

3 .સુરતમાં આ રીતે ઓરિસ્સાથી લવાતો હતો ગાંજાનો મોટો જથ્થો, પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી

સુરત (Surat)ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) પુણા નિયોલ ચેકપોસ્ટ નજીક ઓરિસ્સાથી(Odisha)સુરત લવામાં આવતો કરોડો રૂપિયાનો ગાંજાનો(Drugs)જથ્થો ઝડપી પાડ્યો જેમાં ત્રણ ઇસમોની પણ કરી ધરપકડ કરી છે. તેમજ ટ્રકની(Truck)અંદર સ્લાઇડર ખાનું બનાવીને ગાંજાનો જથ્થો સુરત લાવવામાં આવતો હતો.

4. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રિના સમયે ચેન સ્નેચિંગ અને વાહન ચોરી કરતાં બે આરોપીને ઝડપ્યા

અમદાવાદ(Ahmedabad)શહેરમાં રાત્રિ દરમિયાન ચેન સ્નેચિંગ(Chain Snatching)અને વાહન ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)ધરપકડ કરી છે. આ આરોપી નવાઝ ખાન પઠાણ અને લતીફ શેખ નામના આરોપીઓને ઝડપી ત્રણ ચેન સ્નેચિંગ અને બે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

5. અમદાવાદમાં ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણ કાર્ય પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનું(CM Bhupendra Patel) સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ સામેલ થયા હતા.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">