Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 135 નવા કેસ, 3 દર્દીઓના મૃત્યુ, સાડા ચાર લાખ નાગરિકોનું રસીકરણ

Gujarat Corona Update : રાજ્યમાં આજે "બધાને વેક્સિન, મફત વેક્સિન" અભિયાન અંતર્ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,53,300 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 135 નવા કેસ, 3 દર્દીઓના મૃત્યુ, સાડા ચાર લાખ નાગરિકોનું રસીકરણ
રચનાત્મક તસ્વીર

Gujarat Corona Update : રાજ્યમાં 21 જૂનથી 18 થી ઉપરની ઉમરના તમામ લોકોને મફતમાં કોરોના રસી આપવાનું રસીકરણ મહાઅભિયાન “બધાને વેક્સિન, મફત વેક્સિન” શરૂ થયાના આજે બીજા દિવસે 22 જૂને પણ સાડા ચાર લાખ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં રસીકરણ વધવાની સામે રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

આજે સાડા ચાર લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,53,300 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 3,10,741 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,30,૦9,562 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) અન આંકડાઓ જોઈએ તો

1) 302 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 7215 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 67,759 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 50,119 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 3,10,741 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 17,164 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

135 નવા કેસ, 3 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 22 જૂનના રોજ કોરોનાના નવા 135 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,620 થઇ છે અને મૃત્યુઆંક 10,૦37 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, આણંદ જિલ્લામાં 1 અને જુનાગઢ શહેરમાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 30 નવા કેસ
રાજ્યમાં આજે 22 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 30, સુરતમાં 14, રાજકોટમાં 10, વડોદરામાં 8, ગાંધીનગર અને જામનગરમાં 2-2 કેસ અને ભાવનગર શહેર અને જુનાગઢમાં શહેરમાં કોરોના વાયરસનો એક-એક કેસ નોધાયો છે. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

612 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 5159 થયા
રાજ્યમાં આજે 22 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 612 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,07,424 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.15 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 5159 થયા છે, જેમાં 86 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 5073 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

Click on your DTH Provider to Add TV9 Gujarati