Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 138 કેસ નોંધાયા, 3 દર્દીઓના મૃત્યુ, 4 લાખથી વધુ નાગરિકોનું રસીકરણ

રાજ્યમાં આજે 23 જૂનના રોજ કોરોનાના નવા 138 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,07,911 થઈ છે

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 138 કેસ નોંધાયા, 3 દર્દીઓના મૃત્યુ, 4 લાખથી વધુ નાગરિકોનું રસીકરણ
રચનાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 8:35 PM

Gujarat Corona Update: રાજ્યમાં 21 જૂનથી 18થી ઉપરની ઉંમરના તમામ લોકોને મફતમાં કોરોના રસી આપવાનું રસીકરણ મહાઅભિયાન “બધાને વેક્સિન, મફત વેક્સિન” શરૂ થયાના આજે ત્રીજા દિવસે 23 જૂને પણ 4,48,153 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં રસીકરણ વધવાની સામે રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

આજે ચાર લાખથી વધુ લોકોનું રસીકરણ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજ્યમાં આજે “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,48,153 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 2,96,255 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,34,57,715 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat)ના આંકડાઓ જોઈએ તો

1) 1186 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 9840 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 77,764 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 49,212 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 2,96,255 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 13,896 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

138 નવા કેસ, 3 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં આજે 23 જૂનના રોજ કોરોનાના નવા 138 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,07,911 થઈ છે અને મૃત્યુઆંક 10,040 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, સુરત જિલ્લામાં 1 અને જામનગર જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 29 નવા કેસ

રાજ્યમાં આજે 23 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 29, સુરતમાં 11, રાજકોટમાં 8, વડોદરામાં 8, ગાંધીનગર અને જામનગરમાં 2-2 કેસ અને ભાવનગર શહેરમાં 2 અને જુનાગઢમાં શહેરમાં કોરોના વાયરસના 5 કેસ નોધાયા છે. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે.

487 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 4,807 થયા

રાજ્યમાં આજે 23 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 487 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,07,911 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.20 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 4,807 થયા છે, જેમાં 81 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 4,726 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">