Gujarat Corona: કોરોનાનાં નવા લક્ષણો આવ્યા બહાર, અગર તમને પણ આ થઈ રહ્યું હોય તો કરાવી લેજો કોરોના ચેક

Gujarat Corona:  કોરોના વાઈરસે ફરીએકવાર હાહાકાર મચાવ્યો છે. સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલ અડધી ભરાઈ ગઈ છે. ત્યારે કોરોનાના નવા લક્ષણોમાં ઝાડા-ઉલટી અને આંખોમાં બળતરા જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે.

| Updated on: Apr 01, 2021 | 7:02 AM

Gujarat Corona:  કોરોના વાઈરસે ફરીએકવાર હાહાકાર મચાવ્યો છે. સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલ અડધી ભરાઈ ગઈ છે. ત્યારે કોરોનાના નવા લક્ષણોમાં ઝાડા-ઉલટી અને આંખોમાં બળતરા જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે.

 

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓમાં 7 ટકા દર્દી એવા છે જેમને શરદી-ખાંસી-તાવ જેવા લક્ષણોની સાથે ઝાડા-ઉલ્ટીના લક્ષણો પણ છે એટલું જ નહીં પરંતુ 3 ટકા જેટલા દર્દીઓને આંખોમાં બળતરા પણ થતી હતી જ્યારે કેટલાક એવા દર્દીઓ પણ છે જેમને કોઈ જ લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીનું કહેવું છે કે સવારની ઠંડીના કારણે પણ શરદી-ખાંસીના કેસ વધ્યા છે આવા લક્ષણો હોય તો બેથી ત્રણ દિવસ રાહ જોયા બાદ કોરોનાનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે.

બીજી તરફ અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે.. માત્ર 48 કલાકમાં જ 1200થી વધુ કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. જે હોસ્પિટલો ખાલી થવા લાગી હતી તે ભરાવા લાગી છે. સ્થિતિ એટલી બેકાબૂ છે કે, 1200 બેડની હોસ્પિટલ પણ ભરાવા લાગી છે.ખાનગી હોસ્પિટલોમાં 54 ટકા દર્દી ભરાતા હવે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.

છેલ્લા 8 દિવસમાં 4579 કેસ નોંધાયા જે કારણે એક તબક્કે 96 ટકા સુધી ખાલી રહેતા ખાનગી સરકારી હોસ્પિટલોમાં બેડ ટપોટપ ભરાવા લાગ્યા છે. અમદાવાદ સિવિલની વાત કરીએ તો સિવિલના 60 ટકા બેડ ભરાઈ ગયા છે. સિવિલમાં હાલમાં 493 દર્દી સારવાર હેઠળ છે જે પૈકી 11 દર્દીઓ વેન્ટીલેટર પર અને અન્ય 82 દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ છે. સોલા સિવિલમાં 180માંથી 100 બેડ ફુલ છે 100માંથી 50 જેટલાં દર્દીઓ ઓક્સિજન ઉપર છે.

25 દર્દીની હાલત ખરાબ હોવાથી ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે આ રીતે જ કેસ વધશે તો આગામી 5 દિવસમાં જ 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ જશે જે બાદ તંત્રએ કિડની, યુ. એન. મહેતા સહિતની હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓની વ્યવસ્થા ગોઠવવા તૈયારી કરી છે. તો ખાનગી હોસ્પિટલો પણ ટપોટપ ભરાવા લાગી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ તો ભરાઈ ગયા છે. બે દિવસમાં ખાનગી હોસ્પિટલમાં 166 દર્દીઓનો વધારો થયો છે. હાલ આઈસોલેશન રૂમ 1187 છે જેમાંથી 643 ભરાઈ ગયા . 544 ખાલી છે. એચડીયુ 1128માંથી 706 ભરાયેલા છે. 422 ખાલી છે વેન્ટિલેટર વગરના આઈસીયુના 422માંથી 241 ભરાઈ ગયા છે. 181 ખાલી છે વેન્ટિલેટર આઈસીયુ સાથેના 230માંથી 111 ભરાઈ ગયા 119 ખાલી એટલે કે કુલ 2967 બેડમાંથી 1701 બેડ પર દર્દી સારવાર હેઠળ છે અને  1266 બેડ ખાલી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">