GUJARAT : કોરોનાના કેસમાં ઉછાળો, નવા 61 કેસ નોંધાયા, સૌથી વધારે કેસ અમદાવાદમાં

આજે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 25 જેટલા નોંધાયા છે. ગતરોજ અમદાવાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. એટલે કે અમદાવાદમાં પણ એક દિવસમાં 8 કેસ વધ્યા છે. તો સુરતમાં સાત, ભાવનગરમાં 6 વડોદરામાં 6 કેસ જ્યારે વલસાડમાં પાંચ કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 10:57 PM

GUJARAT :  ઓમિકૉનની (0micron) દહેશત વચ્ચે રાજ્યમાં ફરી એક વખત કોરોના(corona) કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગઇકાલે રાજયમાં કોરોનાના 38 કેસ નોંધાયા હતા. જ્યારે આજે રાજયમાં કોરોનાના 61 કેસ સામે આવ્યા છે.આમ, એકાએક રાજયમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. અને, રાજયમાં એક જ દિવસમાં 23 કેસ વધ્યા છે. જે કોરોનાની ત્રીજી લહેરની (corona Third wave) દસ્તક હોવાની શંકા સેવાઇ રહી છે.

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. બીજી ડિસેમ્બરે 50 કેસ નોંધાયા હતા.જ્યારે ઘણા સમય પછી રાજ્યમાં 61 નવા કેસ નોંધાયા છે.તો 39 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 26 જેટલા નોંધાયા છે.

ગતરોજ અમદાવાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. એટલે કે અમદાવાદમાં પણ એક દિવસમાં 8 કેસ વધ્યા છે. તો સુરતમાં સાત, ભાવનગરમાં 6 વડોદરામાં 6 કેસ જ્યારે વલસાડમાં પાંચ કેસ નોંધાયા છે. જ્યારે આજે 39 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નથી. રાજ્યમાં કોરોના રીકવરી રેટ 98.74 ટકા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 372 છે.. જેમાં 9 દર્દી વેન્ટીલેટર પર છે.. જ્યારે 363 દર્દી સ્ટેબલ છે. વધારે કેસ વચ્ચે લોકો રસીકરણને લઇને જાગૃત બન્યા છે. છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 82 હજાર, 740 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

નોંધનીય છેકે હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત પ્રવર્તી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઑમિક્રૉનની એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે કોરોના કેસમાં આવેલો ઉછાળો ફરી ચિંતાનું કારણ બની રહી છે.

આ પણ વાંચો : MAHISAGAR : વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા 44 લોકો મળ્યા, તમામને હોમ કવોરન્ટાઇન કરાયા

આ પણ વાંચો : DRDO: જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ, કોઈપણ દિશામાંથી આવતા દુશ્મનને નષ્ટ કરવામાં સક્ષમ

Follow Us:
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">