જાણો આવતા પાંચ દિવસમાં આપના શહેરમાં કેટલી પડશે ઠંડી ? ગરમ કપડાં ગમશે કે અકળાવશે?

ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે. 27 ડિસેમ્બરની રાત અનેક શહેરો પર ભારે પડી કે જ્યારે લઘુત્તમ તાપમાને અગાઉના વર્ષોના રેકૉર્ડ તોડી નાંખ્યા. રાજ્યના આર્થિક પાટનગર અમદાવાતમાં ગુરુવારે રાત્રે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડી જતાં લોકો રીતસરના ધ્રુજી ગયા. અમદાવાદમાં ત્રણ વર્ષ બાદ ડિસેમ્બરમાં આટલી કડકડતી ઠંડી પડતાં જનજીવન પર અસર પડી. કોલ્ડવેવની અસર અમદાવાદ […]

જાણો આવતા પાંચ દિવસમાં આપના શહેરમાં કેટલી પડશે ઠંડી ? ગરમ કપડાં ગમશે કે અકળાવશે?
TV9 Web Desk

|

Dec 28, 2018 | 6:52 AM

ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે. 27 ડિસેમ્બરની રાત અનેક શહેરો પર ભારે પડી કે જ્યારે લઘુત્તમ તાપમાને અગાઉના વર્ષોના રેકૉર્ડ તોડી નાંખ્યા.

રાજ્યના આર્થિક પાટનગર અમદાવાતમાં ગુરુવારે રાત્રે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડી જતાં લોકો રીતસરના ધ્રુજી ગયા. અમદાવાદમાં ત્રણ વર્ષ બાદ ડિસેમ્બરમાં આટલી કડકડતી ઠંડી પડતાં જનજીવન પર અસર પડી.

કોલ્ડવેવની અસર અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય શહેરો ઉપર પણ જોવા મળી કે જેમાં નવસારીનું તાપમાન 25 વર્ષમાં સૌથી ઓછું એટલે કે 4.5 ડિગ્રી જેટલું નીચે ઉતરી જતાં લોકો ઠુંઠવાઈ ગયાં. નવસારીમાં ઠંડીના કારણે બે લોકોના મોત થયાના પણ અહેવાલ છે. કચ્છનું નલિયા 7.8 ડિગ્રી સાથે બીજુ સૌથી ઠંડુ શહેર રહ્યું, તો બનાસકાંઠાના ડીસામાં પણ 8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો મુશ્કેલીમાં મૂકાયાં. આણંદમાં 6, ગાંધીનગરમાં 6.8, વલસાડમાં 9.1, અમરેલીમાં 9.6 અને વડોદરામાં 10 ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું.

કોલ્ડવેવની અસરથી કચ્છ-સૌરાષ્ટ્ર, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો. જોકે ઠંડીથી પરેશાન થનાર લોકો માટે એક રાહતના સમાચાર એ છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી મુજબ કોલ્ડવેવની અસર ઓછી થશે. સૌથી પહેલા રેકૉર્ડ તોડ ઠંડીનો સામનો કરનાર નવસારીની વાત કરીએ, તો નવસારીના લોકોને આવતા પાંચ દિવસ દરમિયાન રાહત મળશે અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જેટલું નોંધાશે. તેવી જ રીતે અમદાવાદમાં પણ આવતા પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી નોંધાશે.

અમદાવાદમાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

રાજ્યના સૌથી ઠંડા વિસ્તાર તરીકે જાણીતા કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં જોકે ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે, પરંતુ અગાઉ કરતા રાહત જોવા મળશે. નલિયામાં બે દિવસ 7 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, તો ત્યાર બાદ 8થી 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવાથી લોકોને ઠંડીથી રાહત મળી શકે છે. તેવી જ રીતે ડીસામાં બે દિવસ 8થી 9 ડિગ્રી અને ત્યાર બાદ 10થી 11 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાશે. રાજ્યના અન્ય મુખ્ય શહેરો સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, પોરબંદર વિગેરેમાં પણ આવતા પાંચ દિવસમાં ઠંડીનો ચમકારો ઘટશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની ઉપર નોંધાશે. આ ઉપરાંત મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી જતાં દિવસે ગરમ કપડાં અકળાવી શકે છે.

આણંદમાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

અમરેલીમાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

ભાવનગરમાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

ડીસામાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

નલિયામાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

નવસારીમાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

રાજકોટમાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

સુરતમાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

વડોદરામાં પાંચ દિવસના તાપમાનની આગાહી :વલસાડમાં પાંચ દિવસના તાપમાનની આગાહી :

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati