Gujarat Panchayat, Nagar Palika Election 2021 LIVE: નગરપાલિકામાં સામાન્ય, તો જિલ્લા પંચાયત અને ગ્રામપંચાયતમાં ઉત્સાહજનક મતદાન રહ્યું

| Updated on: Feb 28, 2021 | 7:45 PM

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની કુલ 8474 બેઠક માટે ચૂંટણી યોજાશે. જેની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ હાથ ધરાશે.

Gujarat Panchayat, Nagar Palika Election 2021 LIVE: નગરપાલિકામાં સામાન્ય, તો જિલ્લા પંચાયત અને ગ્રામપંચાયતમાં ઉત્સાહજનક મતદાન રહ્યું

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE:  ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાયું. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાયું.

કુલ મતદાનની વાત કરીએ તો, 31 જિલ્લા પંચાયત પર સરેરાશ 62.34 ટકા મતદાન નોંધાયું છે. તો 231 તાલુકા પંચાયત પર સરેરાશ 63.23 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 81 નગરપાલિકા પર સરેરાશ 54.82 ટકા મતદાન નોંધાયું છે.

આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Feb 2021 06:56 PM (IST)

    રાજયમાં સ્થાનિક ચૂંટણી પૂર્ણ, ન.પા.માં સરેરાશ 54.82 ટકા, જિ.પં.માં સરેરાશ 62.34 ટકા, તા.પં.માં સરેરાશ 63.23 ટકા મતદાન થયું

    કુલ મતદાનની વાત કરીએ તો, 31 જિલ્લા પંચાયત પર સરેરાશ 62.34 ટકા મતદાન નોંધાયું છે. તો 231 તાલુકા પંચાયત પર સરેરાશ 63.23 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 81 નગરપાલિકા પર સરેરાશ 54.82 ટકા મતદાન નોંધાયું છે.

  • 28 Feb 2021 06:23 PM (IST)

    વિરમગામ : વોર્ડ નંબર 8માં મારામારીમાં સાંસદ સોમા પટેલના પૌત્રને ગંભીર ઇજા

    વિરમગામ નગરપાલિકાના વોર્ડ નં-8ના મતદાન મથક પર થઇ મારામારી. એમ.જે.હાઈસ્કૂલ ખાતે ભાજપ અને અન્ય જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો. ઘટનામાં પૂર્વ સાંસદ સોમા પટેલના પૌત્રને ગંભીર ઇજા પહોંચી. સોમા પટેલના પૌત્ર અભિષેક પટેલ વોર્ડ નં-8ના ભાજપના ઉમેદવાર ધ્રુમિલ પટેલના ભાઈ છે

  • 28 Feb 2021 06:17 PM (IST)

    વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અંદાજે 65 ટકા મતદાન

    વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અંદાજે 65 ટકા મતદાન

    સવારે 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં 65 ટકા મતદાન

  • 28 Feb 2021 06:15 PM (IST)

    મહેસાણા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, EVM કરાયા સીલ

    મહેસાણા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ

    જિલ્લા પંચાયત માટે અંદાજે 58 ટકા જેટલું મતદાન

    10 તાલુકા પંચાયત માટે 59 ટકાથી વધુ મતદાન

    4 પાલિકાનું અંદાજે 50 ટકાથી વધુ મતદાન થયું

    EVM કરાયા સીલ

  • 28 Feb 2021 06:14 PM (IST)

    સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ પૂર્ણ, મતદાન મથકોમાં EVM સીલ કરવાની કામગીરી આરંભાઇ

    સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ પૂર્ણ

    તમામ મતદાન મથકો માં EVM મશીનો સીલ કરવાની કામગીરી કરવામાં આવી

    સીલ મારી EVM મશીન પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમ મુકવામાં આવશે

    સુરત જિલ્લા માં કુલ 61 ટકા મતદાન થયું

    કડોદરા નગર પાલિકામાં 61.30 ટકા મતદાન

    બારડોલી નગર પાલિકામાં 60.15 ટકા મતદાન

    સૌથી વધુ મતદાન માંડવી નગર પાલિકામાં 66.05 મતદાન

  • 28 Feb 2021 06:10 PM (IST)

    જૂનાગઢ : શાપુર ગામમાં કોરોનાગ્રસ્ત દર્દીએ પીપીઇ કીટ પહેરી મતદાન કર્યું

    જૂનાગઢ : શાપુર ગામે કોરોનાગ્રસ્ત મતદારે કર્યું મતદાન. જવાહર વિનય મંદિર મતદાન મથક પર સરકારની ગાઈડ લાઈન મુજબ છેલ્લી કલાકમાં  પીપીઇ કીટ પહેરી કોરોનાગ્રસ્ત મતદારે મતદાન કર્યું.

  • 28 Feb 2021 06:07 PM (IST)

    અમદાવાદ : સાણંદના છારોડી ગામમાં 70 વર્ષના વૃદ્ધ ખાટલામાં આવી મતદાન કર્યું

    અમદાવાદ : સાણંદ તાલુકાના છારોડી ગામે 70 વર્ષ ભીખાભાઇ ડાયાભાઇ સોલંકી નામના બિમાર વ્યકિતએ ખાટલામાં આવી, મતદાન કર્યું.

  • 28 Feb 2021 06:05 PM (IST)

    ખેડાની નડિયાદ નગરપાલિકામાં 5 વાગ્યા સુધી સરેરાશ 51.02 ટકા મતદાન નોંધાયું

    ખેડા જિલ્લામાં 5 નગરપાલિકામાં સવારે 7 થી 5 દરમિયાન મતદાનની ટકાવારી

    નડિયાદ 51.02 ટકા

    કપડવંજ 65.14 ટકા

    કણજરી 75.54 ટકા

    કઠલાલ 76.69 ટકા

    ઠાસરા 55.58 ટકા

  • 28 Feb 2021 06:02 PM (IST)

    છોટાઉદેપુર : બોડેલીના તરગોળ ગામે ચૂંટણી બહિષ્કાર, 725 પૈકી માત્ર એક જ મતદારે મતદાન કર્યું

    છોટાઉદેપુર : બોડેલીના તરગોળ ગામે ચૂંટણી બહિષ્કાર, 725 પૈકી માત્ર એક જ મતદારે મતદાન કર્યું. ગામમાં રોડ રસ્તા નહિ બનતાં કરાયો ચૂંટણી બહિષ્કાર. લોકોએ રોડ નહિ તો વોટ નહીના નારા લગાવ્યા

  • 28 Feb 2021 06:00 PM (IST)

    મોરબી જિલ્લા પંચાયતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 65.57 ટકા મતદાન નોંધાયું

    મોરબી સવારના 07 થી 05 વાગ્યા સુધીનું મતદાન

    મોરબી જિલ્લા પંચાયત 65.57 ટકા

    મોરબી તાલુકા પંચાયત 61.87 ટકા

    માળીયા મિયાણા તાલુકા પંચાયત 61.70 ટકા

    ટંકારા તાલુકા પંચાયત 67 ટકા

    વાંકાનેર તાલુકા પંચાયત 71 ટકા

    હળવદ તાલુકા પંચાયત 65 ટકા

  • 28 Feb 2021 05:58 PM (IST)

    ખેડા જીલ્લાની 8 તાલુકા પંચાયતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 66 ટકા મતદાન

    ખેડા જીલ્લાની 8 તાલુકા પંચાયતમાં સવારે 7 થી 5 દરમિયાનના મતદાનનાં આંકડા

    નડિયાદ 60.86 ટકા

    માતર 65.21 ટકા

    ખેડા 74.02 ટકા

    મહેમદાવાદ 67.35 ટકા

    મહુધા 68.85 ટકા

    ઠાસરા 71.67 ટકા

    વસો 61.58 ટકા

    ગળતેશ્વર 66.59 ટકા

  • 28 Feb 2021 05:56 PM (IST)

    રાજકોટ : જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં 58.33 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 05:55 PM (IST)

    વડોદરા : સાવલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 72.5 ટકા મતદાન

    વડોદરા : સાવલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 5 વાગ્યા સુધીમાં 72.5 ટકા મતદાન નોંધાયું. જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટે પાંચ વાગ્યા સુધીમાં 65 .33 ટકા મતદાન નોંધાયુ

  • 28 Feb 2021 05:54 PM (IST)

    ગીરસોમનાથ જિલ્લા પંચાયતમાં 57.56 ટકા મતદાન નોંધાયું

    ગીરસોમનાથમાં 5 વાગ્યા સુધીનું મતદાન

    ગીરસોમનાથ જિલ્લા પંચાયત 57.56%

    વેરાવળ તાલુકાપંચાયત નું 70% મતદાન

    વેરાવળ નગરપાલિકા 58.73 મતદાન

    ઉના નગરપાલિકા- 45.04%

    સુત્રાપાડા નગરપાલિકા- 70%

    તાલાલા નગરપાલિકા- 60.11%

  • 28 Feb 2021 05:51 PM (IST)

    રાજકોટ : ગોંડલ નગરપાલિકા પાંચ વાગ્યા સુધી 46.95 ટકા મતદાન થયું

    રાજકોટ ગોંડલ નગરપાલિકા પાંચ વાગ્યા સુધીનું મતદાન

    વોર્ડ નંબર 1માં 48.06

    વોર્ડ નંબર 2માં 44.37

    વોર્ડ નંબર 3 માં 50.11

    વોર્ડ નંબર 4માં 54.09

    વોર્ડ ન. 5 માં 49.13

    વોર્ડ 6 માં 51.71

    વોર્ડ 7 માં 38.33

    વોર્ડ 8 માં 45.94

    વોર્ડ 9 માં 51.69

    વોર્ડ 10 માં 46.90

    વોર્ડ 11 માં 38.55

    સરેરાશ 46.95 ટકા મતદાન થયું

  • 28 Feb 2021 05:49 PM (IST)

    ભાવનગર : વલ્લભીપુરના થાપનાથ ગામમાં એક પણ મત ન પડયો

    ભાવનગર : વલ્લભીપુરના થાપનાથ ગામમાં સવારના 7 થી સાંજના 5.30 સુધી એક પણ મત ના પડયો. ગામને કોઈ સુવિધા ના મળતા ગામનો એક પણ મતદાર બહિષ્કારની જાહેરાત વગર મતદાન આપવા ના ગયા.

  • 28 Feb 2021 05:47 PM (IST)

    ગાંધીનગર : દહેગામ નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં 65.80 ટકા મતદાન નોંધાયું

    ગાંધીનગર : દહેગામ નગરપાલિકામાં સવારે 7થી 5 વાગ્યા સુધીમાં 65.80 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 05:46 PM (IST)

    સુરત : બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં સરેરાશ 60.13 ટકા મતદાન

    બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં સવારે 7થી 6 વાગ્યા સુધીનું 60.13 % મતદાન

    9 વોર્ડની 36 બેઠકો માટે 49 બુથ ઉપર ચાલી રહ્યું છે મતદાન

    નગર પાલિકાના વોડ નંબર 7માં સૌથી વધુ 68 ટકા મતદાન

  • 28 Feb 2021 05:45 PM (IST)

    સુરત : માંડવી નગરપાલિકાના 6 વોર્ડમાં સરેરાશ 66.20 ટકા મતદાન

    માંડવી નગરપાલિકાના 6 વોર્ડમાં સવારે 7 થી 05 વાગ્યા સુધીનું 66.20 ટકા મતદાન

    6 વોર્ડની 24 બેઠકો માટે 17 બુથ ઉપર ચાલી રહ્યું છે મતદાન

  • 28 Feb 2021 05:33 PM (IST)

    વડોદરા : કરજણ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 5 વાગ્યા સુધી સરેરાશ 65 ટકા મતદાન

    વડોદરા : કરજણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 5 વાગ્યા સુધીનું મતદાન

    ચોરાંડા - 63.72 ટકા

    કાંદરી - 68.63 ટકા

    મીયાગામ - 64.81 ટકા

    વાલણ - 62.99 ટકા  મતદાન નોંધાયું

  • 28 Feb 2021 05:30 PM (IST)

    મોરબી જિલ્લાની 3 નગરપાલિકામાં 5 વાગ્યા સુધી સરેરાશ 53 ટકા મતદાન

    મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં બપોરના 5 વાગ્યા સુધી થયેલ મતદાન

    મોરબી નગરપાલિકા - 49.66

    માળીયા નગરપાલિકા - 53.63

    વાંકાનેર નગરપાલિકા - 57.43

  • 28 Feb 2021 05:29 PM (IST)

    પાલનપુર નગરપાલિકામાં 5 વાગ્યા સુધી 51.10 ટકા મતદાન

    પાલનપુર નગરપાલિકામાં 5 વાગ્યા સુધી 51.10 ટકા મતદાન

    ડીસા નગરપાલિકા માં 5 વાગ્યા સુધી 52.76 ટકા મતદાન

    ભાભર નગરપાલિકા માં 5 વાગ્યા સુધી 72.37 ટકા મતદાન

  • 28 Feb 2021 05:28 PM (IST)

    રાજપીપળા નગરપાલિકામાં સાંજે 5 સુધી 61.54 ટકા મતદાન નોંધાયું

    રાજપીપળા નગરપાલિકામાં સવારે 7થી સાંજે 5 સુધીમાં 61.54 ટકા મતદાન નોંધાયુ

    રાજપીપળા નગરપાલિકાના કુલ 7 વોર્ડ છે. જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર-1માં 73.50 અને સૌથી ઓછું વોર્ડ નંબર-7માં 56.08 ટકા મતદાન નોંધાયું છે

  • 28 Feb 2021 05:22 PM (IST)

    નવસારી : નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, બેની અટક

    નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મતદાન મથકમાં પ્રવેશને લઈને જીભાજોડી થતા પોલીસે મામલો સંભાળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટથી મામલો થાળે પાડયો હતો. આ મામલે 2 લોકોની પોલીસે અટકાયત કરી હતી.

  • 28 Feb 2021 05:20 PM (IST)

    મહીસાગર : લુણાવાડાના માલતલાવડી ગામમાં મતદાનનો બહિષ્કાર

    મહીસાગર : લુણાવાડાના માલતલાવડી ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ચાર ગામના સયુંકત બુથમાંથી માલતલાવડી ગામે મતદાન બુથ હટાવી 5 કિલોમીટર દૂર લઇ જતા ગામલોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ ગામમાં 309 મતદારો છે.

  • 28 Feb 2021 05:16 PM (IST)

    તાપી : વ્યારા નગરપાલિકાની 28 બેઠકો પર 56.38 ટકા મતદાન નોંધાયું

    તાપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી 4 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી

    વ્યારા નગર પાલિકાની 28 બેઠકો પર 56.38 ટકા મતદાન નોંધાયું

    જિલ્લા પંચાયતની 26 બેઠકો પર 52.57 ટકા મતદાન નોંધાયું

    7 તાલુકાની 124 તાલુકા પંચાયત બેઠક પર 54.02 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 05:15 PM (IST)

    વલસાડ : ડુંગરી બેઠકના મોટી સરોણ ગામમાં દુલ્હન ધ્રુવિ પટેલે કર્યું મતદાન

    વલસાડ : જિલ્લા પંચાયતની ડુંગરી બેઠકના મોટી સરોણ ગામની પ્રાથમિક શાળા ખાતે દુલ્હન પોતાના લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી હતી. મોટી સરોણ ગામ ખાતે રહેતી ધ્રુવી પટેલ જેમના આજરોજ લગ્ન છે. જે પોતાના લગ્ન પહેલા દુલ્હનના જોળામાં પોતાની બહેન સાથે વોટ આપ્યો હતો. અને, યુવાન મતદારોને મત આપવાની અપીલ કરી હતી.

  • 28 Feb 2021 05:11 PM (IST)

    સુરત : 3 વાગ્યા સુધી તાલુકા પંચાયતમાં સરેરાશ 51.56 ટકા મતદાન નોંધાયું

    3 વાગ્યા સુધી સુરત તાલુકા પંચાયતમાં 51.56 ટકા મતદાન

    બારડોલી 55.12 ટકા, ઓલપાડ 47.87 ટકા

    કામરેજ 48.56 ટકા, માંગરોળ 53.61 ટકા

    પલસાણા 55.41 ટકા, મહુવા 40.94 ટકા

    ચોર્યાસી 50.62 ટકા, માંડવી 46.69 ટકા,

    ઉમરપાડા 64.94 ટકા

  • 28 Feb 2021 05:09 PM (IST)

    રાજકોટ : ગોંડલમાં એક સાથે 30 જાનૈયાઓએ કર્યું મતદાન

    ગોંડલમાં  એકસાથે 30થી પણ વધુ જાનૈયાઓએ કર્યું મતદાન. સવારમાં દુલ્હનએ બીલયાળા ખાતે મતદાન કર્યું હતું. લગ્નના બંધનમાં બંધાયા બાદ જાન પરત ગોંડલ ફરી હતી. જાન ઘરે જતી પહેલા વરરાજા તેમજ એકસાથે 30થી વધુ લોકોએ મતદાન કરી પોતાની સામાજીક ફરજ નિભાવી.

  • 28 Feb 2021 05:07 PM (IST)

    પાદરામાં શુભકાર્યની સાથે એક કન્યા અને વરરાજાએ પરિવાર સાથે કર્યું મતદાન

    પાદરાના વોર્ડ નંબર ત્રણમાં જેન સ્કૂલ ખાતે કન્યાએ પીઠી લગાવતા પહેલા પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. બીજી બાજુ પાદરાના વોર્ડ નંબર 6માં લગ્ન માટે જાન લઈને જતા વરરાજાએ જાનકી વલ્લભ શાળામાં જાનૈયા સાથે આવી પરિવાર સાથે મતદાન કરી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો

  • 28 Feb 2021 05:05 PM (IST)

    વલસાડના કલવાડા ગામમાં 103 વર્ષના વૃદ્ધ ભાણાભાઇ કાળિદાસ પટેલે કર્યું મતદાન

    વલસાડના કલવાડા ગામે 103 વર્ષના વૃદ્ધે કર્યું મતદાન. કલવાડા ગામે દોરી ફળિયામાં રહેતા 103 વર્ષના વૃદ્ધ ભાણાભાઈ કાળિદાસ પટેલએ મતદાન કર્યું. વૃદ્ધએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

  • 28 Feb 2021 05:03 PM (IST)

    રાજકોટ : ધોરાજીના નાની પરબડી ગામમાં વરરાજાએ કર્યું મતદાન

    રાજકોટ : ધોરાજીના નાની પરબડીના યુવાને લગ્નગ્રંથીથી જોડાયા બાદ જાન ઘરે લઈ જવાની જગ્યાએ મતદાન મથકે પહોંચ્યા વરરાજા. કેતન પાઘડાર નામના વરરાજાએ નવવધુને લઇને મતદાન મથકે પહોંચ્યા હતા. આ નિમિતે વરરાજાએ મતદારોને લોકશાહીના પર્વમાં ભાગ લઈ અને મતદાન કરવા અપીલ કરી.

  • 28 Feb 2021 04:54 PM (IST)

    બારડોલીમાં આપના કન્વીનર ચંપાબેન ઓરણાવાલાને ડિટેઇન કરાયા

    સુરત : બારડોલીના પુનિત હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન દરમિયાન બબાલ થઇ. આપના ચૂંટણી કન્વીનર તેમજ પ્રિસાઈડિંગ અધિકારી વચ્ચે થઈ શાબ્દિક બોલાચાલી. મામલો વધુ ન વણસે તે માટે પોલીસ તંત્ર દ્વારા આપના કન્વીનર ચંપાબેન ઓરણાવાલાને ડિટેઇન કરાયા

  • 28 Feb 2021 04:51 PM (IST)

    મહેસાણા જિલ્લામાં 3 વાગ્યા સુધી સરેરાશ 55.48 ટકા મતદાન નોંધાયું

    મહેસાણા  જિલ્લામાં 03 વાગ્યા સુધી નોંધાયેલ મતદાન

    10 તાલુકા પંચાયત માટે થયેલ મતદાન

    જોટાણા 59.77 ટકા

    કડી 59.51 ટકા

    ખેરાલુ 54.14 ટકા

    બેચરાજી 59.77 ટકા

    મહેસાણા 52.76 ટકા

    ઊંઝા 51.24 ટકા

    વડનગર 53.49 ટકા

    સતલાસણા 57.53 ટકા

    વિજાપુર 58.43 ટકા

    વિસનગર 55.10 ટકા

    કુલ 55.48 ટકા 3 વાગ્યા સુધી થયું મતદાન

    -- Thanks, રોહિત Assignment Desk Tv9 Gujarat

  • 28 Feb 2021 04:49 PM (IST)

    દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા નગરપાલિકામાં સરેરાશ 42.76 ટકા મતદાન

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાન

    ખંભાળીયા નગર પાલિકા - 42.76 %

    રાવલ નગર પાલિકા - 57.38 %

    દ્વારકા જિલ્લા પંચાયત - 51.83 %

    દ્વારકા જિલ્લા તાલુકા પંચાયત માટે મતદાનની ટકાવારી

    દ્વારકા - 46.21 %

    ખંભાળીયા - 50.28%

    ભાણવડ - 52.08%

    કલ્યાણપુર - 55.54 %

  • 28 Feb 2021 04:47 PM (IST)

    બોટાદ જિલ્લા પંચાયતમાં સરેરાશ મતદાન 43.06 ટકા

    બોટાદ જિલ્લા પંચાયત મતદાન 43.06 ટકા

    તાલુકા પંચાયત ટકાવારી

    બોટાદ 42.67 ટકા

    બરવાળા 50.06 ટકા

    રાણપુર 42.41 ટકા

    ગઢડા 38.33 ટકા

    નગરપાલિકામાં સમય 01:00થી 03:00 સુધી મતદાન

    બોટાદ 39.51 ટકા

    બરવાળા 50.72 ટકા

  • 28 Feb 2021 04:44 PM (IST)

    દાહોદ જિલ્લા પંચાયતમાં 52.67 ટકા મતદાન, તા.પં.માં 52.58 ટકા મતદાન

    દાહોદમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સવારના 7 થી બપોરના 3 દરમિયાન થયેલ મતદાનની ટકાવારી આ પ્રમાણે છે

    તાલુકા પંચાયતનું 52.58 ટકા મતદાન

    જીલ્લા પંચાયતનું 52.67 ટકા મતદાન

  • 28 Feb 2021 04:42 PM (IST)

    પાલનપુરમાં વોર્ડ નંબર 6માં બે જુથો વચ્ચે બબાલ, પોલીસે મામલો થાળે પાડયો

    બનાસકાંઠા : પાલનપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથો આમને સામને, પાલનપુર વોર્ડ નંબર 6 ના ગઠામણ દરવાજા પાસે બબાલ થઇ,  ઘટનાના પગલે ASP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, મતદાન મથક પાસે જ બબાલ થતાં પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે

  • 28 Feb 2021 04:39 PM (IST)

    સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 57.96 % મતદાન

    સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ૭ થી ૩ કલાક દરમિયાન થયેલ મતદાનની ટકાવારી આ પ્રમાણે છે

    હિંમતનગર નગરપાલિકા 42.51 ટકા

    વડાલી નગરપાલિકા 58.10 ટકા

    તલોદ નગરપાલિકા 54 ટકા

    હિંમતનગર 55.54 ટકા

    ઇડર 54.12 ટકા

    વડાલી 64.69 ટકા

    ખેડબ્રહ્મા 61.76 ટકા

    પોશીના 61.74 ટકા

    વિજયનગર 54.45 ટકા

    તલોદ 59.64 ટકા

    પ્રાતિજ 61.02 ટકા

    જિલ્લામાં અત્યાર સુધી નોંધાયાલ સરેરાશ 57.96 % મતદાન

  • 28 Feb 2021 04:36 PM (IST)

    અરવલ્લી જિલ્લામાં સરેરાશ 56.52 ટકા મતદાન

    સ્થાનિક સ્વરાજ સવારે 7 થી 3 કલાક સુધીનું મતદાન

    મોડાસા નગરપાલિકા - 47.54 ટકા

    બાયડ નગરપાલિકા - 66.31 ટકા

    મોડાસા - 54.84 ટકા

    માલપુર - 62.32 ટકા

    બાયડ - 58.13 ટકા

    ધનસુરા - 59.39 ટકા

    ભિલોડા - 52.73 ટકા

    મેઘરજ - 56.48 ટકા

    જિલ્લામાં સરેરાશ 56.52 ટકા મતદાન

  • 28 Feb 2021 04:34 PM (IST)

    કચ્છ : પાંચ નગરપાલિકામાં 3 વાગ્યા સુધી સરેરાશ 35.94 ટકા મતદાન

    કચ્છ : પાંચ નગરપાલિકામાં  3 વાગ્યા સુધી સરેરાશ 35.94 ટકા મતદાન, સૌથી વધુ મુન્દ્રા નગરપાલિકા 54.33 ટકા મતદાન, સૌથી ઓછુ ગાંધીધામમાં 30.45 ટકા મતદાન

  • 28 Feb 2021 04:31 PM (IST)

    ડાંગ : ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે કારડી આંબા ગામમાં કર્યું મતદાન

    આંતરરાષ્ટ્રીય દોડવીર ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે કર્યું મતદાન. આહવા તાલુકાના કારડીઆંબા ગામની પ્રાથમિક શાળામાં કર્યું મતદાન. સરિતા ગાયકવાડે જનતાને મતદાન કરવાની કરી હતી અપીલ

  • 28 Feb 2021 04:28 PM (IST)

    ભરૂચ : હિંગલ્લા ખાતે EVM હેકિંગના આક્ષેપ સાથે AIMIM ઉમેદવારની અટકાયત

    ભરૂચ : હિંગલ્લા ખાતે EVM હેકિંગના આક્ષેપ સાથે AIMIM ઉમેદવાર નઝીર વલીએ તકરાર કરતા પોલીસે અટકાયત કરી. રિઝર્વ EVM છીનવવાના પ્રયાસ સહિતના મામલે અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલાયો. આ મામલે નબીપુર પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરશે.

  • 28 Feb 2021 04:22 PM (IST)

    સુરત : મહુવાના "મધર ઇન્ડીયા" ફેમ ભીખીબહેન નાયકાએ ઉમરામાં કર્યું મતદાન

    મધર ઇન્ડિયા ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબેન નાયકાએ મતદાન કર્યું. લોકશાહીના મહાપર્વમાં સૌ-કોઈએ હંમેશા મતદાન કરવું જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી. મહુવા તાલુકાના 'મધર ઈન્ડિયા' તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે તેમની ઉંમર ૧૫થી ૧૭ વર્ષની હતી. હાલ, 85 વર્ષીય ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ આજે મહુવા તાલુકાના ઉમરાની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.

  • 28 Feb 2021 04:17 PM (IST)

    મહેસાણા જિલ્લાની 4 પાલિકામાં સરેરાશ 52 ટકા મતદાન

    મહેસાણા જિલ્લાની 4 પાલિકામાં 03 વાગ્યા સુધી નોંધાયેલ મતદાન ઊંઝા પાલિકા વિસ્તારનું 59 ટકા મતદાન વિસનગર પાલિકા વિસ્તારનું 50 ટકા મતદાન કડી પાલિકા વિસ્તારનું 39 ટકા મતદાન મહેસાણા પાલિકા વિસ્તારનું 46 ટકા મતદાન

  • 28 Feb 2021 04:13 PM (IST)

    બોટાદ : રાણપુરમાં લગ્નગ્રંથિથી જોડાય તે પહેલા વરરાજાએ કર્યું મતદાન

    બોટાદ : રાણપુરમાં લગ્નગ્રંથિથી જોડાય તે પહેલા વરરાજાએ કર્યું મતદાન. રાણપુરમાં રહેતા આસિફ ખાન પરમાર દ્વારા કરવામાં આવ્યું મતદાન. વરરાજાએ રાણપુર ગ્રામ પંચાયતમાં માટે મતદાન કર્યું

  • 28 Feb 2021 04:11 PM (IST)

    ભરૂચ નગરપાલિકામાં સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં 43.97 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 04:09 PM (IST)

    નર્મદા જિલ્લા પંચાયત માટે 56.76 ટકા મતદાન, પાંચ તાલુકા પંચાયતમાં 58.34 ટકા મતદાન નોંધાયું

    નર્મદા જિલ્લા પંચાયત માટે 56.76 ટકા મતદાન 3 વાગ્યા સુધી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માં 58.34 ટકા મતદાન નોંધાયું નાંદોદ તાલુકા પંચાયત માટે 51.95 ટકા તિલકવાળા તાલુકા પંચાયત માટે 66.50 ટકા ગરુડેશ્વર તાલુકા પંચાયત માટે 57.76 ટકા ડેડીયાપાડા તાલુકા પંચાયત માટે 56.02 ટકા સાગબારા તાલુકા પંચાયત માટે 68.77 ટકા

  • 28 Feb 2021 04:07 PM (IST)

    રાજકોટ : જેતપુર તા.પં. અને જિ.પં.માં સરેરાશ 45 ટકા મતદાન

    જેતપુર 3 વાગ્યા સુધીમાં મતદાન જેતપુર તાલુકા પંચાયત ની 20 સીટ નું 45.34 ટકા મતદાન જેતપુર તાલુકાની જિલ્લા પંચાયતની 04 બેઠકમાં 45.34ટકા મતદાન

  • 28 Feb 2021 04:04 PM (IST)

    રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયત માટે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 46.89 ટકા મતદાન

    રાજકોટ જિલ્લા - તાલુકા પંચાયત માટે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 46.89 ટકા મતદાન

    - રાજકોટમાં 54.34 ટકા મતદાન

    - કોટડાસાંગાણીમાં 51.01 ટકા મતદાન

    - લોધિકામાં 55.44 ટકા મતદાન

    - પડધરીમાં 54.86 ટકા મતદાન

    - ગોંડલમાં 41.54 ટકા મતદાન

    - જેતપુરમાં 45.34 ટકા મતદાન

    - ધોરાજીમાં 45.00 ટકા મતદાન

    - ઉપલેટામાં 43.66 ટકા મતદાન

    - જામકંડોરણામાં 41.48 ટકા મતદાન

    - જસદણમાં 45.61 ટકા મતદાન

    - વિંછીયામાં 42.10 ટકા મતદાન

  • 28 Feb 2021 04:02 PM (IST)

    દાહોદ : ઝાલોદના ઘોડીયા ગામમાં બે ઇવીએમ મશીન તોડાયા, બુથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો

    દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EVM તોડવાની ઘટના બની છે. ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામની મુખ્ય પ્રા.શાળામાં આ ઘટના બની છે. સાથે જ 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

  • 28 Feb 2021 03:56 PM (IST)

    વડોદરા : પાદરા વોર્ડ નંબર 3માં મહિલાઓએ એક સરખા યુનિફોર્મ પહેરી મતદાન કર્યું

    પાદરા વોર્ડ નંબર 3માં રામ પાર્ક સોસાયટીની મહિલાઓએ ઉત્સાહભેર મતદાન કર્યુ તમામ મહિલાઓ એક સરખા યુનિફોર્મ પહેરીને લોકશાહી પર્વની ઉજવણીમાં એક સાથે કર્યું મતદાન લોકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવાનો સંદેશ આપ્યો

  • 28 Feb 2021 03:54 PM (IST)

    નર્મદા જિ.પં. માટે 3 વાગ્યા સુધી 56.76 ટકા મતદાન

    નર્મદા જિલ્લા પંચાયત માટે 56.76 ટકા મતદાન, નર્મદા જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં 58.34 ટકા મતદાન નોંધાયું,

    તો વડોદરાની ડભોઇ નગરપાલિકા 3 વાગ્યા સુધી 51.31% મતદાન

  • 28 Feb 2021 03:41 PM (IST)

    3.30 વાગ્યા સુધી મતદાન : નપામાં 39.95 ટકા, જિ.પંચાયતમાં 40.38 ટકા અને તા.પંચાયતમાં 42.93 ટકા મતદાન

    3.30 વાગ્યા સુધી મતદાન :

    નગરપાલિકા - 39.95 ટકા મતદાન જિલ્લા પંચાયત - 40.38 ટકા મતદાન તાલુકા પંચાયત- 42.93 ટકા મતદાન

  • 28 Feb 2021 03:28 PM (IST)

    અમદાવાદની બારેજા નગરપાલિકામાં ભારે મતદાન, 3 વાગ્યા સુધીમાં 66.61 ટકા મતદાન

    અમદાવાદની બારેજા નગરપાલિકામાં ભારે મતદાન, 3 વાગ્યા સુધીમાં 66.61 ટકા મતદાન

  • 28 Feb 2021 03:27 PM (IST)

    ગીર સોમનાથ : બાણેજ બુથમાં એક માત્ર મતદાતા હરિદાસ બાપુએ કર્યું મતદાન

    ગીર સોમનાથનાં ગાઢ જંગલ વચ્ચે એક બુથમાં થયું 100 ટકા મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગીર મધ્યે આવેલા બાણેજ બુથમાં થયું 100 ટકા મતદાન બાણેજ બુથમાં છે એક માત્ર મતદાતા હરિદાસ બાપુ હરિદાસ બાપુએ પોતાનો મત આપતા જ થયું સો ટકા મતદાન

  • 28 Feb 2021 03:24 PM (IST)

    બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં સવારે 3 વાગ્યા સુધી 50.43 ટકા મતદાન

    સુરત જિલ્લાના બારડોલી નગર પાલિકા માટે ચાલી રહ્યું છે મતદાન બારડોલી નગર પાલિકાના 9 વોર્ડ માં સવારે 7 થી 03 વાગ્યા સુધી નું 50.43 % મતદાન 9 વોર્ડ ની 36 બેઠકો માટે 49 બુથ ઉપર ચાલી રહ્યું છે મતદાન નગર પાલિકાના વોડ નંબર 7 માં 58.06% મતદાન સમગ્ર બરડોલી નગરમાં હાલ શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન

  • 28 Feb 2021 03:23 PM (IST)

    તાપીની વ્યારા નપાની 28 બેઠકો પર 2 વાગ્યા સુધી 39.91 ટકા મતદાન નોંધાયું

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 7 વાગ્યા થી 2 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી વ્યારા નગર પાલિકાની 28 બેઠકો પર 39.91 ટકા મતદાન નોંધાયું જિલ્લા પંચાયતની 26 બેઠકો પર 46.10 ટકા મતદાન નોંધાયું 7 તાલુકાની 124 તાલુકા પંચાયત બેઠક પર 45.98 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 03:15 PM (IST)

    ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયતમાં બપોરે 1 વાગ્યા સુધી આટલું થયું મતદાન

    ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધી વોર્ડ નંબર 1 થી 6 માં 27.48 % મતદાન નોંધાયું હતું. સૌથી વધુ વોર્ડ ન. 4 માં 32.30 અને ઓછું વોર્ડ ન. 5 માં 22.52 નોંધાયું હતું. જ્યારે વોર્ડ ન. 7 થી 11 માં 25.23 % મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. 9 માં 33.08 અને ઓછું વોર્ડ નં. 7 માં 20.14 નોંધાયું હતું.

    ગોંડલ જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 30.70% મતદાન નોંધાયું હતું. સૌથી વધુ કોલીથડ ગામે 35.96% અને સૌથી ઓછું 26.92 ચરખડી ગામે નોંધાયું હતું.

    ગોંડલ તાલુકા પંચાયતની 21 સીટ માટે બપોરે 1 વાગ્યા સુધીમાં 30.46% મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન શેમળા ગામે 44.17% અને સૌથી ઓછું મતદાન ચરખડી ગામે20.33 % નોંધાયું.

  • 28 Feb 2021 03:12 PM (IST)

    ભાવનગર : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાના વતન હણોલ ગામમાં મતદાન કર્યું

    ભાવનગર જિલ્લાના વતની કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ મતદાન કર્યું, પોતાના વતન પાલીતાણા તાલુકાના હણોલ ગામે તેમણે મતદાન કર્યું,  માંડવીયાએ તેમના પરિવાર સાથે  મતદાન કર્યું. અને, લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી.

  • 28 Feb 2021 03:10 PM (IST)

    પાલનપુર નગરપાલિકામાં 3 વાગ્યા સુધી 44.44 ટકા મતદાન

    બનાસકાંઠા : પાલનપુર નગરપાલિકા માં 3 વાગ્યા સુધી 41.44 ટકા મતદાન, ભાભર નગરપાલિકા માં 1 વાગ્યા સુધી 63.77 ટકા મતદાન

  • 28 Feb 2021 03:08 PM (IST)

    ભાજપની જીત નિશ્ચિત : સાસંદ પૂનમ માડમ

    જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં કરેલા કામના કારણે ભાજપની જીત નિશ્ચિત હોવાનુ સાંસદ પૂનમ માડમે જણાવ્યું. સાંસદ પૂનમ માડમે લોકોને મતદાન કરવા કરી અપીલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

  • 28 Feb 2021 02:56 PM (IST)

    પાદરાના ડાન્સ કલાકાર કમલેશ પટેલનું નામ મતદાર યાદીમાંથી ગાયબ

    પાદરાના ડાન્સ કલાકાર કમલેશ પટેલનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયું છે. કમલેશના સમગ્ર પરિવારનુ નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયું છે. મતદાર યાદીમાંથી કયા કારણોસર નામ નીકળ્યું છે તે બાબતે સરકાર પાસે કમલેશ પટેલે યોગ્ય માહિતી માગવાની અપીલ કરી છે. આખરે કમલેશ પટેલ મત અધિકારથી વંચિત રહ્યા છે.

  • 28 Feb 2021 02:31 PM (IST)

    નસવાડીમાં બોગસ મતદાનની ઘટના સામે આવી

    નસવાડીમાં બોગસ મતદાનની ઘટના સામે આવી છે. ટીનીબેન પરમાર નામની મહીલાના નામે અન્ય વ્યક્તિ મતદાન કરી ગયું છે. બોગસ મત આપી જનારના આધાર કાર્ડની વિગત માંગતા અધિકારીઓએ વિગત ન આપતાં ઉમેદવારએ હોબાળો મચાવ્યો છે. હોબાળો થતા મહિલાનો ટેન્ડર વોટ કરાયો હતો.

  • 28 Feb 2021 02:29 PM (IST)

    2 વાગ્યા સુધી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન

    બીજા તબક્કાની ચૂંટણીમાં નગરપાલિકામાં 31.4 ટકા મતદાન, જિલ્લાપંચાયતમાં 35.79 ટકા, તાલુકા પંચાયતમાં  36.31 ટકા મતદાન થયું છે.

  • 28 Feb 2021 02:20 PM (IST)

    છોટાઉદેપુર જિલ્લાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કાર

    છોટાઉદેપુર જિલ્લાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. 513 મતદારો પૈકી એકપણ મતદારે મતદાન કર્યું નથી. ગામને કોઈ પંચાયત માં સમાવિષ્ટ ના હોવાથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યું છે. આઠ વર્ષ પહેલાં સંખેડા તાલુકાના વિભાજન બાદ પંચાયત વિહોણું હતું ગામ. ગ્રામજનો મુજબ ગામનો કોઈ તાલુકામાં પણ સમાવિષ્ટ નથી. ગામનો વિકાસ ના થયો હોય ગામ લોકો એ ગામમા ઉભું કરવામાં આવેલ બુથ પર બપોર સુધીમાં એક પણ મત નાખ્યો નથી.

  • 28 Feb 2021 02:09 PM (IST)

    ભુજ તાલુકાના દેશલપર ગામે કર્યો મતદાનનો બહિષ્કાર

    ભુજ તાલુકાના દેશલપર ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે. અત્યાર સુધી ગામમા એક પણ વોટ પડ્યો નથી. તંત્ર એ ખાનગી ટ્રસ્ટ ને જમીન ફાળવતા ગામે વિરોધ કર્યો છે. દેશલપર ગામના બે બુથમા એકપણ મત ન પડ્યો. વાંઢાય ગામે માત્ર 22 લોકોએ મતદાન કર્યુ સવારથી અત્યાર સુધી દેશલપર ગામમા કોઇએ મતદાન ન કર્યુ.

  • 28 Feb 2021 02:08 PM (IST)

    બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં મતદાનનો બહિષ્કાર

    અમરેલી બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. ખીજડિયા ગામમાં અનેક પ્રશ્નો મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર અને નેતાઓની સમજાવટ બાદ પણ ગ્રામજનો મતદાન નહી કરવા મક્કમ છે.ખીજડિયા થી હામાપુર ને જોડતો પુલ, લુવારા ગામની ઘટનામાં ન્યાયિક તપાસની માંગ સાથે બહિષ્કાર કર્યો છે.

  • 28 Feb 2021 01:25 PM (IST)

    લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ કર્યું મતદાન

    લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પોતાના મત વિસ્તારમાં મતદાન કર્યું હતું. કિરીટસિંહ રાણાએ મતદાન કરી ભાજપના ઉમેદવારોની જીતની આશા વ્યક્ત કરી હતી.

  • 28 Feb 2021 01:24 PM (IST)

    ગોંડલ રાજવી પરિવાર દ્વારા કરવામાં આવ્યું મતદાન

    ગોંડલ રાજવી પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. રાજવી પરિવાર એ પણ પોતાની સામાજિક ફરજ નિભાવી છે. જ્યોતિમર્યસિંહજી જાડેજાએ દાસીજીવણ સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 01:23 PM (IST)

    પાલીતાણા વોર્ડ નંબર ચારમાં ઈવીએમમાં ક્ષતિ સામે આવી

    પાલીતાણા વોર્ડ નંબર ચાર માં ઈવીએમમાં ક્ષતિ સામે આવી છે. સવારથી ઇવીએમમાં મતદાન દરમિયાન બટન નહી દબાતું હોવાની ઉમેદવારને મતદારોએ જણાવ્યું હતું. મતદારો દ્વારા જણાવવામાં આવતા ભાજપના ઉમેદવાર દ્વારા મતદાન સ્થગિત કરાવ્યું  હતું.

  • 28 Feb 2021 01:15 PM (IST)

    માંગરોળના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ કર્યું મતદાન

    માંગરોળના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 01:05 PM (IST)

    ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં 26.48 ટકા મતદાન

    ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં 26.48 ટકા મતદાન થયું છે.

  • 28 Feb 2021 01:04 PM (IST)

    નાવદ્રા ગામમાં વણકર વાસ વિસ્તારના લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર

    ગીરસોમનાથ જીલ્લાના નાવદ્રા ગામમાં વણકર વાસ વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્ક્રાર કર્યો છે. રસ્તા લાઈટ પાણી સહીત પ્રાથમીક સૂવીધાઓ ન હોવાથી 600 જેટલા લોકોએ મતદાનનો બહિષ્ક્રાર કર્યો છે.

  • 28 Feb 2021 12:48 PM (IST)

    116 વર્ષના વૃદ્ધએ મતદાન કરી યુવાનોને જાગૃત કર્યા

    પોરબંદર જિલ્લામાં આજે ત્રણ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત અને છાયા પોરબંદર સયુંકત નગરપાલિકાની ચૂંટણી માં મતદાન પ્રક્રિયા સાગલી રહી છે જેમાં રતનપર ગામે વર્ષો થીં રહેતા અને ખેતી કામના વ્યવસાય સાથે જોડાયેલા 116 વર્ષના ખીમાં ભીમા ઓડેદરા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને આજની યુવા પેઢીને મતાધિકાર માટે પ્રેરણા આપી હતી.

  • 28 Feb 2021 12:48 PM (IST)

    ઊંઝામાં મતદારનો મતદાન માટે અનોખો ઉત્સાહ

    ઊંઝામાં મતદારનો મતદાન માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. ઘોડે સવાર થઈને મતદાર પહોંચ્યો મતદાન કરવા પહોંચ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડ સેક્રેટરીએ ઘોડે ચઢી મતદાન કર્યું હતું. ઘોડા પર બેસી ઉનાવા શાળામાં પહોંચી મતદાન કર્યું.

  • 28 Feb 2021 12:47 PM (IST)

    ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષ બેનએ મતદાન કર્યું

    ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષ બેન દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં 5 માં આવેલ કસ્બા મતદાનમથક પર મૂમુક્ષ ધારાબેન અંતિમ મતદાન કરવામાં આવ્યું હતું. બે દિવસ બાદ મુમૂક્ષ ધારા બેન દ્વારા દીક્ષા ગ્રહણ કરવામાં આવનાર છે. લોકો દ્વારા મતદાનમથકે નારા લગાવીને મુમુક્ષના મતદાનને વધાવી લેવામાં આવ્યું હતું.

  • 28 Feb 2021 12:31 PM (IST)

    ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયા એ કર્યું મતદાન

    ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયાએ પરિવાર સાથે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 12:31 PM (IST)

    ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે વ્યારાથી કર્યું મતદાન

    ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે વ્યારાથી મતદાન કર્યું છે. વ્યારાની પ્રાથમિકશાળા મતદાન કર્યું છે. તમામ સીટ પર ભાજપની જીતનો મધુએ દાવો કર્યો છે.

  • 28 Feb 2021 12:21 PM (IST)

    ગોધરા નગરપાલિકાના વોર્ડ 11 માં ભાજપના ઉમેદવારો વચ્ચે જ થઈ બોલાચાલી

    ગોધરા નગરપાલિકાના વોર્ડ 11 માં ભાજપની પેનલના ઉમેદવારો વચ્ચે પેનલ તરફે મતદાન બાબતે બોલાચાલી થઇ છે. બોલાચાલી દરમિયાન ભાજપની પેનલના ઉમેદવારોના સમર્થકોએ મતદાતા કાપલીઓ ઉછાળી છે.

  • 28 Feb 2021 12:14 PM (IST)

    જિલ્લા પંચાયતનું સરેરાશ 21 ટકા મતદાન

    જિલ્લા પંચાયતનું સરેરાશ 21 ટકા મતદાન નોંધાયું છે.

  • 28 Feb 2021 12:07 PM (IST)

    નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું મતદાન

    નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું છે. નીતિન પટેલે કડી વોર્ડ નમ્બર 4માં જન સુવિધા કેન્દ્રમાં મતદાન કર્યું છે. નીતિન પટેલે પત્ની સુલોચનાબેન પટેલ અને પુત્ર સન્ની પટેલે સાથે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 12:02 PM (IST)

    રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 15થી 18 ટકા મતદાન

    રાજ્યમાં બીજ તબક્કાની ચૂંટણીનું મતદાન છે. જેમાં લોકો હવે મતદાન કરવા પહોંચી રહ્યા છે. રાજકોટ જિલ્લા -તાલુકા પંચાયતમાં 22.38 ટકા મતદાન નોંધાયું છે. કચ્છની 5 નગરપાલિકામાં અંદાજે 18 ટકા મતદાન નોંધાયું છે. વિરમગામ તાલુકામાં અંદાજે 22 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી વડિયા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત નું સરેરાશ મતદાન 12 ટકા  નોંધાયું છે.

  • 28 Feb 2021 11:59 AM (IST)

    કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ મતદાન કર્યુ

    કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ મતદાન કર્યુ હતું. વિનોદ ચાવડાએ લોકોને કોરોના ગાઇડલાનના પાલન સાથે મતદાન કરવા અપીલ કરી છે. આ સાથે જ કચ્છમાં તમામ બેઠકો પર જીતનો દાવો કર્યો છે.

  • 28 Feb 2021 11:49 AM (IST)

    101 વર્ષના દાદીએ રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં કર્યું મતદાન

    101 વર્ષના દાદીએ રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. 101 વર્ષના દાદીને તેમના પૌત્રએ મતદાન કેન્દ્રમાં ઊંચકીને લઈ ગયો અને મતદાન કરાવ્યું છે. દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરે છે કપિલા બેન જોશી.

  • 28 Feb 2021 11:48 AM (IST)

    કાલોલ તાલુકા શક્તિ પુરા વસાહત 2 માં મતદાન બહિષ્કાર

    પંચમહાલના કાલોલએ મતદાન  શરૂ થયાના 4 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ મતદાન મથક માં એક પણ વોટ નથી પડ્યો. પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહીં થતા કરી રહ્યા છે વિરોધ. છેલ્લા એક કલાકથી અધિકારીઓ સ્થાનિકોને સમજાવી રહ્યા છે. સમજાવટ ના તમામ પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.

  • 28 Feb 2021 11:47 AM (IST)

    પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેનએ કર્યું મતદાન

    પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલએ મતદાન આપ્યું છે. આ સાથે જ નિવેદન આપ્યું હતું કે, લોકશાહીમાં મતદાન પવિત્ર ધર્મ છે. હું કોંગ્રેસમાં હતી ત્યારે 2015માં અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસની સત્તા આવી હતી. 2021માં અમદાવાદ જિલ્લા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ જીતી છે. આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયત, વિરમગામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની સત્તા આવશે.

  • 28 Feb 2021 11:43 AM (IST)

    બારડોલીના પુનિત હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન દરમિયાન બબાલ

    બારડોલીના પુનિત હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન દરમિયાન બબાલ થઇ છે. આ.પ ના ચૂંટણી કન્વીનર તેમજ પ્રિસાઈડિંગ અધિકારી વચ્ચે થઈ શાબ્દિક બોલાચાલી થઇ છે.

  • 28 Feb 2021 11:40 AM (IST)

    સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ કર્યુ મતદાન

    સહકારી ક્ષેત્રના દિગગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ તેના મતવિસ્તારમાં મતદાન કર્યું છે. દિલીપ સંધાણી અને તેમના પત્ની ગીતા બહેને સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.ભાજપ બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 28 Feb 2021 11:37 AM (IST)

    પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ કર્યું મતદાન

    પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ મતદાન કર્યું છે. અર્જુન મોઢવાડીયાએ તેના મત વિસ્તારમાં મતદાન કર્યું હતું. જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે કર્યું મતદાન.

  • 28 Feb 2021 11:27 AM (IST)

    જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલએ કર્યું મતદાન

    જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલએ મતદાન કર્યું છે.જામનગરના ઢંઢા ગામમાં મતદાન કર્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો દાવો કર્યો છે. લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

  • 28 Feb 2021 11:23 AM (IST)

    રાજ્યમાં મતદાનના 4 કલાક પૂર્ણ

    રાજ્યમાં મતદાનના 4 કલાક પૂર્ણ થયા છે. રાજ્યમાં અંદાજિત સરેરાશ 10 ટકા મતદાન નોંધાયું છે. જેમાં નગરપાલિકા 10.55, જિલ્લા પંચાયત 9.17,તાલુકા પંચાયત 10.32 ટકા મતદાન નોંધાયું છે.

  • 28 Feb 2021 11:20 AM (IST)

    ડાંગના સાંસદ ડૉ. કે. સી. પટેલ એ કર્યું મતદાન

    ડાંગ નાં સાંસદ ડૉ. કે. સી. પટેલ એ  મતદાન કર્યું છે. સાંસદે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર જીતનો દાવો કર્યો છે.

  • 28 Feb 2021 11:07 AM (IST)

    પ્રદેશ ભાજપના આગેવાન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇન્ચાર્જ આઇ. કે. જાડેજા કર્યું મતદાન

    ધ્રાંગધ્રામાં પ્રદેશ ભાજપના આગેવાન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇન્ચાર્જ આઇ. કે. જાડેજાએ પરિવાર સાથે કર્યું મતદાન છે. ધ્રાંગધ્રા ખાતે આવેલ મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 28 Feb 2021 11:03 AM (IST)

    દિવ દમણ અને લક્ષદ્રીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ મતદાન કરવા પહોંચ્યા

    દિવ દમણ અને લક્ષદ્રીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ મતવિસ્તારમાં મતદાન કરવા પહોંચ્યા છે.

  • 28 Feb 2021 11:02 AM (IST)

    કાલાવડના ધારાસભ્યએ પરિવાર સાથે કર્યું મતદાન

    કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા એ પોતાના વતન નિકાવા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.આ સાથે જ કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 28 Feb 2021 10:59 AM (IST)

    ભરૂચ સાંસદ અને પૂર્વ આદિજાતિ આયોગ ડિરેકટરએ કર્યું મતદાન

    ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ આદિજાતિ આયોગ ડિરેકટર હર્ષદ વસાવા મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 10:58 AM (IST)

    નવસારીમાં બોગસ મતદાર પકડાયો

    નવસારીના વોર્ડ નંબર ૮માં અખિલ હિંદ મહિલા સ્કૂલમાં બોગસ મતદાર પકડાયો છે. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ શંકાના આધારે યુવકને પૂછતાછ કરતા બોગસ મતદાર હોવાનું બહાર આવ્યું છે.પરપ્રાંતીય યુવાન બોગસ મતદાન કરવા આવ્યો હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

  • 28 Feb 2021 10:57 AM (IST)

    કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી કર્યું મતદાન

    કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ તેના મત વિસ્તારમાં મતદાન કર્યું છે. આ સાથે જ જંગી લીડથી ભાજપના ઉમેદવારો જીતવાનો દાવો કર્યો છે.

  • 28 Feb 2021 10:55 AM (IST)

    પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં છત્રીનો વિવાદ

    પોરબંદરમાં મતદાનના દિવસે ભોજેશ્વર પ્લોટમા ભાજપની છત્રીનો વિવાદ થયો છે. મતદાનના દિવસે ભાજપ કાર્યકરોએ ભોજેશ્વર પ્લોટમાં ભાજપના સિમ્બોલ સાથેની છત્રી લગાવતા કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ લગાવ્યા છે. કોંગી કાર્યકરોની ફરિયાદના પગલે સુરક્ષા કર્મીઓએ છત્રી હટાવી છે.

  • 28 Feb 2021 10:53 AM (IST)

    વલસાડના ધારાસભ્ય ભરત પટેલે કર્યું મતદાન

    વલસાડ ના ધારાસભ્ય ભરત પટેલે તેના મત વિસ્તારમાં મતદાન કર્યું છે. આ સાથે જ ભરત પટેલે જિલ્લામાં આ વખતે 70 ટકાથી વધુ મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી છે.

  • 28 Feb 2021 10:51 AM (IST)

    મતદાન બાદ હાર્દિક પટેલનું નિવેદન

    હાર્દિક પટેલે મતદાન કર્યા બાદ નિવેદન આપ્યું હતું. હાર્દિકે જણાવ્યું હતું કે, લોકતંત્રને મજબૂત કરવા મતદાન કર્યું છે. આ સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં અપક્ષ ઉમેદવારો લડતા હોય છે.જે ઉમેદવારો છે એ કોંગ્રેસ પ્રેરિત છે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. અપક્ષ ઉમેદવારને અમે ટેકો આપતા હોઈએ છે.કોંગ્રેસ સામે નારાજગી અંગે હાર્દિક પટેલએ નિવેદન આપ્યું છે. મે મારી રીતે સભાઓ અને પ્રચાર કર્યો છે.જે ઇસ્યુ છે તે પક્ષના અંદરના પ્રશ્નો છે ઘરની વાત છે ઘરમાં પતી જશે.

  • 28 Feb 2021 10:47 AM (IST)

    ભાજપ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળે તેમના પરિવાર સાથે કર્યું મતદાન

    ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળે તેમના પરિવાર સાથે તળાજાના મથાવડા ગામે મતદાન કર્યું. ભારતીબેન શિયાળએ લોકોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે તેમ જણાવ્યું હતું.

  • 28 Feb 2021 10:46 AM (IST)

    ભાવનગરમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

    વાલિયા તાલુકાનાં કેસરગામના ગ્રામજનોને પ્રાથમિક સુવિધા અને કીમ નદી પુલ બનાવવામાં નહિ આવે તો ગામના 300 મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો ગ્રામજનોએ મતદાનની પ્રક્રિયાથી અળગા રહ્યા હતા.

  • 28 Feb 2021 10:42 AM (IST)

    પોરબંદરના સાંસદએ કર્યું મતદાન

    પોરબંદરના સાંસદએ  રમેશભાઈ ધડુકએ તેના મતવિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • 28 Feb 2021 10:41 AM (IST)

    સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ કર્યું મતદાન

    સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 28 Feb 2021 10:41 AM (IST)

    મહેસાણા જિલ્લામાં 10 વાગ્યા સુધી નોંધાયું મતદાન

    મહેસાણા જિલ્લામાં 10 વાગ્યા સુધી ઊંઝા તાલુકામાં 8.80 ટકા મતદાન, વિસનગર તાલુકામાં 8.41 ટકા મતદાન, કડી તાલુકામાં 4.65 ટકા મતદાન, મહેસાણા તાલુકામાં 7.36 ટકા મતદાન નોંધાયું છે.

  • 28 Feb 2021 10:38 AM (IST)

    વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યું મતદાન

    વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગેસના બાટલા અને ખાતરની થેલી સાથે સાયકલ સવારી કરી  મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 10:30 AM (IST)

    દાહોદમાં 6 જગ્યાએ ઈવીએમ ખોટવાયા

    દાહોદમાં 6 જગ્યા એ ઈ.વી.એમ ખોટકાયા છે. હીમાલા,કુણધા, પરમારના ખાખરીયા,કુંડા, વાંદરીયા પુર્વ, નાની ઢઢેલીમાં ઇવીએમ ખોટવાયા છે. ઈવીએમને બદલવાની પ્રકીયા હાથ ધરી છે.

  • 28 Feb 2021 10:28 AM (IST)

    જામનગર 10 વાગ્યા સુધીમા 11 ટકા મતદાન

    જામનગરમાં 10 વાગ્યા સુધી એટલે કે 3 કલાકમાં 11 ટકા મતદાન નોંધાયું છે.

  • 28 Feb 2021 10:28 AM (IST)

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાનના આંકડા

    ખંભાળીયા નગર પાલિકા - 6.35% રાવલ નગર પાલિકા - 8.81% દ્વારકા જિલ્લા પંચાયત - 8.72% દ્વારકા જિલ્લા તાલુકા પંચાયત... દ્વારકા - 5.68% ખંભાળીયા - 8.44% ભાણવડ - 8.30% કલ્યાણપુર - 10.10% મતદાન નોંધાયું...

  • 28 Feb 2021 10:24 AM (IST)

    કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ મતદાન કરવા પહોંચ્યા

    કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ મતદાન કરવા પહોંચ્યા છે. વોર્ડ નં-2 વિરમગામ આઇટીઆઈ મતદાન મથક ખાતે મતદાન કરવા પહોંચ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવારને નહીં આપી શકે મત કારણકે વોર્ડ નંબર 2માં કોંગ્રસે ઉમેદવાર જાહેર નથી કર્યા.

  • 28 Feb 2021 10:22 AM (IST)

    નડિયાદમાં મતદારોનો નવતર પ્રયોગ

    નડિયાદમાં મતદારોનો નવતર પ્રયોગ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ સાથેના પોસ્ટરો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.

  • 28 Feb 2021 10:21 AM (IST)

    રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું મતદાન

    રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ  મતવિસ્તારની અંદર પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 10:05 AM (IST)

    ગોધરામાં 105 વર્ષની વૃદ્ધાએ કર્યુ મતદાન

    ગોધરા વોર્ડ નંબર 11માં 105 વર્ષની વૃદ્ધાએ મતદાન કર્યું છે. લક્ષ્મી બેન મારવાડી જેની ઉંમર 105 વર્ષ છે તેને છઠ્ઠી પેઢી સાથે મતદાન કર્યું છે. લક્ષ્મીબેનની સ્વજનો સાથે આવી મતદાન કર્યું છે. ગોધરાના વિકાસ માટે કર્યુ મતદાન અને સૌને મતદાન કરવા કરવા અપીલ કરી છે.

  • 28 Feb 2021 10:02 AM (IST)

    મતદાનના 3 કલાક પૂર્ણ

    મતદાનના 3 કલાક પૂર્ણ થયા છે. મતદાનની શરૂઆતની 3 કલાકમાં ઘણી જગ્યા પર મારામારી, ઈવીએમ ખોટવાયાની ઘટના પણ ઘટી છે.  જેમાં ખેડા જિલ્લામાં ત્રણ કલાકમાં અંદાજિત 7 ટકા, તાપી જિલ્લામાં અંદાજિત 8 ટકા, સુરત જિલ્લામાં અંદાજિત 9 ટકા મતદાન થયું છે. વિરમગામમાં અંદાજહિત 9 ટકાથી વધુ મતદાન થયું છે. ડીસા નગર પાલિકામાં  અંદાજિત સરેરાશ 6 ટકા મતદાન થયું છે.

  • 28 Feb 2021 09:59 AM (IST)

    ડીસામાં રાજ્યસભાના સાંસદ દિનેશ પ્રજાપતિ પરિવાર સાથે પહોંચ્યા મતદાન કરવા

    ડીસામાં રાજ્યસભાના સાંસદ દિનેશ પ્રજાપતિ પરિવાર મતદાન કર્યું હતું. સાંસદ દિનેશ પ્રજાપતિએ ડીસા વોર્ડ નંબર 4 ની ડી.એન.પી આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાન કર્યું હતું. સાંસદે ભાજપની જીતનો આશાવાદ કર્યો વ્યક્ત છે.

  • 28 Feb 2021 09:55 AM (IST)

    નવાગામ જિલ્લા પંચાયતના ઉમેદવારએ કર્યું મતદાન

    નવાગામ જિલ્લા પંચાયતના ઉમેદવાર ગોમતીબેન ચાવડા અને તેના પતિ પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાએ પોતાના વતન ખારવા ગામે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 09:52 AM (IST)

    મહુવાના ધારાસભ્ય રાઘવભાઈ મકવાણાએ કર્યું મતદાન

    મહુવાના ધારાસભ્ય રાઘવભાઈ મકવાણાએ  મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી છે.

  • 28 Feb 2021 09:51 AM (IST)

    ભાવનગરના વલ્લભીપુરમાં મતદાન મથકની બહાર થઈ મારામારી

    ભાવનગરના વલ્લભીપુરમાં મતદાન મથકની બહાર થઈ મારામારી. વલ્લભીપુર હાઇવે પાસે આવેલ હાઈસ્કૂલ ની બહાર થઈ ઝપાઝપી. ભાજપના મહિલા ઉમેદવારના પતિએ આપના મહિલા ઉમેદવારના પતિને માર્યો છે.

  • 28 Feb 2021 09:49 AM (IST)

    પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે કર્યું મતદાન

    પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે પોતાના વતન લુણાવાડા તાલુકાના લકડીપોયડા ખાતે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 09:40 AM (IST)

    લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ કર્યું મતદાન

    બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં બુથ નંબર 3 પર પોતાનો મત આપવા એમના પરિવાર સાથે પહોંચ્યા હતા. પોતાના પરિવાર સાથે મતદારો સાથે લાઈનમાં મતદાન કરવા ઉભા રહ્યા હતા.

  • 28 Feb 2021 09:37 AM (IST)

    ખેડા-નડિયાદના સાંસદએ પરિવાર સાથે કર્યું મતદાન

    સાંસદ દેવુસિંહ ચૌહાણએ નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર 12માં પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

  • 28 Feb 2021 09:33 AM (IST)

    ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા કર્યું મતદાન

    ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ મતદાન કર્યું છે. જામકંડોરણા ખાતે આવેલ તાલુકા શાળામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા મતદાન કર્યું છે.જયેશ રાદડિયા તાલુકા પંચાયતની તમામ સીટ પર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ જયેશ રાદડીયાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપની જીત નો વિશ્વાસ વ્યકત કર્યો છે.

  • 28 Feb 2021 09:32 AM (IST)

    ડેસર તાલુકાના જુના શીહોરા ગામે 100 વર્ષીય સિનિયર સિટીઝને મતદાન કર્યું

    ડેસર તાલુકાના જુના શીહોરા ગામે 100 વર્ષીય સિનિયર સિટીઝને મતદાન કર્યું છે.જુના શિહોરાની પ્રાથમિક શાળાના બુથ નંબર એકમાં મતદાન કર્યું છે. પરમાર ઉદાભાઈ પુજભાઇ નામના સિટીઝન દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • 28 Feb 2021 09:30 AM (IST)

    ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યું મતદાન

    ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મતદાન કર્યું છે. શંકરભાઈ ચૌધરીએ વતન વડનગરમાં મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 09:27 AM (IST)

    અમરેલીના સાંસદએ પરિવાર સાથે મતદાન કર્યું

    અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા પોતાના વતન ચરખડીયા ગામમાં પરિવાર સાથે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 09:26 AM (IST)

    રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરએ કર્યું મતદાન

    રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરએ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વાસણભાઇ આહીરએ અંજારના રતનાલ ગામે મતદાન કર્યું છે. લોકોને વધુ મતદાન કરવા કરી અપીલ કરી છે.

  • 28 Feb 2021 09:23 AM (IST)

    ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાન કર્યું

    ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે.

  • 28 Feb 2021 09:21 AM (IST)

    વિરમગામ નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહ

    વિરમગામમાં સવારથી મતદારોની લાઈનો લાગી છે. સિનિયર સિટીઝનો સવારમાં મતદાન કરવા પહોંચ્યા છે. રોડ, પાણી અને ગટરની સમસ્યાથી મતદારોમાં રોષ જોવા મળ્યો છે. પાંચ વર્ષમાં કોઈ કામો ના હોવાનો મતદારોએ આક્ષેપ કર્યો છે.

  • 28 Feb 2021 09:19 AM (IST)

    વિરમગામ ભાજપનો ચૂંટણી એજન્ટ બુથમાં પાર્ટી સિમ્બોલ બેગ સાથે પહોંચતા વિવાદ

    ભાજપનો ચૂંટણી એજન્ટ બુથમાં પાર્ટી સિમ્બોલ બેગ સાથે પહોંચતા વિવાદ થયો છે. ચૂંટણી અધિકારી ની હાજરી માં ભાજપ બુથ એજન્ટ ચિન્હ સાથે હાજર રહ્યો હતો. કોંગ્રેસના કાર્યકરે વાંધો ઉઠાવી કાર્યવાહી કરવા માંગ કરી છે.

  • 28 Feb 2021 09:17 AM (IST)

    મહીસાગર જીલ્લા મોડી રાત્રે ભાજપ અને કોગ્રેસ વચ્ચે મારા મારી

    સંતરામપુર ના ગોઠીબ જીલ્લા પંચાયત સીટ પર ભાજપના માણસો દ્વારા કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારા મારીમાં 3 ને ઇજા થઇ છે. 108 ની મદદ લઇ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • 28 Feb 2021 09:14 AM (IST)

    નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેખાઈએ પૂર્વ વડાપ્રધાનને પુષ્પાંજલિ કરી

    નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેખાઈએ પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇને પુષ્પાંજલિ કરી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે.

  • 28 Feb 2021 09:13 AM (IST)

    ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા મતદાન કર્યું

    ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 09:10 AM (IST)

    ગોંડલ અક્ષર પુરષોતમ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે સંતોએ કર્યું મતદાન

    ગોંડલ અક્ષર પુરષોતમ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે સંતો મતદાન કર્યું છે. સંતોએ પણ પોતાની સામાજિક ફરજ નિભાવી છે. બહોળી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું છે. સંતો દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

  • 28 Feb 2021 09:09 AM (IST)

    ઇશ્વરસિંહ પટેલે પરિવાર સાથે કર્યું મતદાન

    રાજ્યના સહકર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે તેમના ગામ કુડાદરા ગામે પરિવાર સાથે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 09:08 AM (IST)

    બારડોલીમાં મંત્રી ઈશ્વર પરમારે કર્યું મતદાન

    બારડોલીમાં મંત્રી ઈશ્વર પરમારે  મતદાન કર્યું છે. બાબેન ગામની પ્રાથમિક સ્કૂલમાં મતદાન કરી જીતની આશા વ્યક્ત કરી છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ પણ કરી છે.

  • 28 Feb 2021 09:05 AM (IST)

    મહેસાણામાં 40 મિનિટથી મતદાન બંધ

    મહેસાણામાં 40 મિનિટથી મતદાન બંધ થયું છે. ઈવીએમ ખોટવાતાં છેલ્લી 40 મિનિટથી મતદાન અટકી પડ્યું છે.

  • 28 Feb 2021 09:02 AM (IST)

    ભાટિયામાં વહેલી સવારથી ભારે મતદાન શરૂ

    ભાટિયામાં વહેલી સવારથી ભારે મતદાન શરૂ થયું છે. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી છે.ભાટિયામાં 90 વર્ષીય મહિલાએ મતદાન કર્યું છે. લાંબી કતારોમાં સોસીયલ ડિસ્ટન્સ સાથે માસ્ક સાથે મતદારો મતદાન મથકે પહોંચ્યા છે. સ્થાનિક તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોઈ મતદારોમાં ઉત્સાહ નજરે ચડ્યો છે.

  • 28 Feb 2021 09:00 AM (IST)

    મતદાન પ્રથમ 2 કલાક પૂર્ણ

    જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રથમ 2 કલાકમાં અઢી ટકા મતદાન થયું છે.

  • 28 Feb 2021 08:59 AM (IST)

    વ્યારાના ધારાસભ્ય પુનજીભાઈ ગામીતે કર્યું મતદાન

    વ્યારાના ધારાસભ્ય પુનજીભાઈ ગામીતે કર્યું મતદાન. વ્યારાના કરેન્જવેલ ગામે મતદાન કર્યું છે. કોંગ્રેસના ગઢ માં ફરી કોંગ્રેસના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 28 Feb 2021 08:58 AM (IST)

    બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ એ પરિવાર સાથે મતદાન કર્યું

    બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ એ પરિવાર સાથે મતદાન કર્યું હતુ.માલપુરના હેલોદર ગામે મતદાન કર્યું હતું. મતદાન કરી મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપિલ કરી છે.

  • 28 Feb 2021 08:57 AM (IST)

    પોરબંદર ધારાસભ્ય બાબુ બોખીરિયાએ કર્યું મતદાન

    પોરબંદર ધારાસભ્ય બાબુ બોખીરિયાએ  પત્ની સાથે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી છે.

  • 28 Feb 2021 08:56 AM (IST)

    ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જેન્તીભાઈ કવાડિયાએ કર્યું મતદાન

    રાજયના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ જેન્તીભાઈ કવાડિયાએ મોરબીમાં મતદાન કર્યું છે.શિશુમંદિર શાળા મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે.

  • 28 Feb 2021 08:43 AM (IST)

    કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ કર્યું મતદાન

    કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા મતદાન કર્યું છે. પરિવાર સાથે ઉમરપાડાના વાડી ગામ મતદાન કર્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

  • 28 Feb 2021 08:41 AM (IST)

    જલાલપોરના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક આર સી પટેલે કર્યું મતદાન

    નવસારી જિલ્લાના જલાલપોરના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક આર સી પટેલે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી છે.

  • 28 Feb 2021 08:38 AM (IST)

    સુરેન્દ્રનગર પ્રદેશ ભાજપ ઉપપ્રમુખએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કર્યું મતદાન

    સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન કર્યું છે.જૂની એસ.પી. સ્કુલ ખાતે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની ચુંટણી માટે મત આપી મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન બાદ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 28 Feb 2021 08:31 AM (IST)

    પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા દિનશા પટેલે મતદાન કર્યું

    પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ ના કદાવર નેતા દિનશા પટેલે નડિયાદમાં મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 08:29 AM (IST)

    નવસારીમાં સવારથી ધીમું મતદાન

    નવસારીમાં લોકો મતદાનને લઈને નીરસતા દાખવી રહ્યા છે. ચૂંટણી અધિકારીએ મતદાન વધારવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે.

  • 28 Feb 2021 08:21 AM (IST)

    ગોધરા નગરપાલિકાના વોર્ડ 2 માં ઇવીએમ ખોટકાયું

    ગોધરા નગરપાલિકાના વોર્ડ 2 માં ઇવીએમ ખોટકાયું છે. વોર્ડ 2 ના વિભાગ નંબર 3/10 ના મતદાન મથક 3 નું ઇ વી એમ ખોટકાયું છે. ચૂંટણી અધિકારી દ્વારા ઇ વી એમ રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • 28 Feb 2021 08:20 AM (IST)

    સાબરકાંઠામાં 90 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન

    હિંમતનગર વોર્ડ નં 7 માં પ્રાથમિક શાળામાં વૃદ્ધાએ મતદાન કરી ફરજ બજાવી હતી. 90 થી વધુ ઉંમરના વૃદ્ધા જેનબબીબી પઠાણે  મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 08:17 AM (IST)

    ગોંડલમાં શાળા નંબર 1માં ઇવીએમમાં ખામી સર્જાય

    ગોંડલ તાલુકા શાળા નં.1 માં evm બંધ થતા ઉમેદવાર અને મતદારો રોષે ભરાયા હતા. 8 વાગ્યા હોવા છતાં પણ મતદાન શરૂ ન થયું હતું.

  • 28 Feb 2021 08:15 AM (IST)

    ડભોઇ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક માટે ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ

    ડભોઇ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક માટે ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ થયો છે. તકેદારીના ભાગરૂપે મતદાન મથકો પર સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સેનીટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.મતદાનનો પ્રારંભ થતા દુલ્હનને મતદાન કર્યું છે. લગ્ન યોજાવાના હોય પીઠી ચોળેલી દુલ્હન ઉમળકાભેર મતદાન કરવા મતદાન મથકે પહોંચી છે. આ સાથે જ અવશ્ય મતદાન કરવા માટેનો સંદેશ આપ્યો છે.

  • 28 Feb 2021 08:12 AM (IST)

    નવસારીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કર્યું મતદાન

    નવસારી ગ્રીડ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ સમૂહ માં આવી મતદાન કર્યું હતું અને લોકોને મતદાન માટે અપીલ કરી હતી.

  • 28 Feb 2021 08:12 AM (IST)

    નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપલા નગર પાલિકાનું મતદાન શરૂ

    નર્મદા જિલ્લા ની એકમાત્ર રાજપીપલા નગર પાલિકાનું મતદાન શરૂ થયું છે. રાજપીપલા શહેરના વોર્ડ નંબર 7ના મતદાન મથક 4માં ઈવીએમ ખોટવાયું છે.

  • 28 Feb 2021 08:08 AM (IST)

    મોરબીમાં સાંસદ મોહન કુંડારીયાએ કર્યું મતદાન

    મોરબીમાં રવાપર રોડ નીલકંઠ વિદ્યાલયમાં સાંસદ મોહન કુંડારીયાએ  મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે.

  • 28 Feb 2021 08:06 AM (IST)

    રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે કર્યું મતદાન

    રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે મતદન્નં કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. નાગલપુર અર્બન સાયન્સ કોલેજ મતદાન મથકે  મતદાન કર્યું છે. આ સાથે જ મહાનગરોની સરખામણીએ વધુ મતદાન થવાની આશા વ્યક્ત કરી છે.

  • 28 Feb 2021 08:02 AM (IST)

    કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા પોતાના ગામ ઈશ્વરીયા ખાતે મતદાન કર્યું

    કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા પોતાના ગામ ઈશ્વરીયા ખાતે મતદાન કર્યું છે. પુરષોત્તમ રૂપાલાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. પુરષોત્તમ રૂપાલાના 95 વર્ષીય માતૃશ્રીએ પણ મતદાન  કર્યું છે. આ સાથે જ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકામા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

  • 28 Feb 2021 08:00 AM (IST)

    પાટણમાં વરરાજાએ લગ્ન પહેલા કર્યું મતદાન

    પાટણમાં વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી છે.

  • 28 Feb 2021 07:54 AM (IST)

    વન અને આદિજાતિના પ્રધાનએ કર્યું મતદાન

    વન અને આદિજાતિના પ્રધાન રમણ પાટકરે મતદાન કર્યું છે. રમણ પાટકરએ પોતાના ગામ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડામાં મતદાન કર્યુ છે. વલસાડ જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો સાથે અરવલ્લી જિલ્લા અને ડાંગ જિલ્લામાં પણ ભાજપનો ભવ્ય વિજય મેળવશે તેવો રમણ પાટકરએ દાવો કર્યો છે.

  • 28 Feb 2021 07:51 AM (IST)

    રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત

    રાજય સરકારના મંત્રી બચુભાઈ ખાબડએ દાહોદમાં મતદાન  કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 28 Feb 2021 07:48 AM (IST)

    ગોંડલમાં વહેલી સવારથી મતદાન મથકો પર મતદારો ઉમટ્યા

    તાલુકા પંચાયત અને નગરપાલિકા નું મતદાન શરૂ થતા જ ગોંડલમાં વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચ્યા છે. 90 મતદાન મથકો ઉપર મતદાન થશે. જે પૈકી 32 મતદાન મથકો સંવેદનશીલ છે.

  • 28 Feb 2021 07:44 AM (IST)

    કુંવરજી બાવળીયાએ મતદાન કર્યું

    વિંછીયા કન્યા પ્રાથમિક શાળામાં કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 07:43 AM (IST)

    ખરેડી જિલ્લા પંચાયતના ઉમેદવારએ પરિવાર સાથે કર્યું મતદાન

    કાલાવડ ખરેડી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રસીલા બેન સરધારાએ પરિવાર સાથે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 07:42 AM (IST)

    અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરએ કર્યું મતદાન

    અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરએ મતદાન કર્યું છે. કલેકટરએ બહેરા મુંગા સ્કૂલમાં પ્રથમ મતદાન કર્યું છે. મતદારોને મતદાન કરવા માટે જિલ્લા કલેકટરએ અપીલ કરી છે.

  • 28 Feb 2021 07:41 AM (IST)

    સાવલીના મોટી ભાડોલમાં ઈવીએમમાં ખામી સર્જાય

    સાવલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે મોટી ભાડોલ ખાતે તેમજ રૂપન કુઇ બુથ નંબર 2 ના EVM માં ટેકનિકલ ખામી સર્જાઈ છે. ચૂંટણી અધિકારી દ્વારા ટેકનિકલ ટીમ રવાના કરવામાં આવી છે.

  • 28 Feb 2021 07:38 AM (IST)

    બોટાદના ઉગામેડી કેન્દ્રમાં નથી થઇ રહ્યું ગાઇડલાઇનનું પાલન

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈ ઉગામેડી કેન્દ્રવતી શાળામાં નથી થઇ રહ્યું ગાઇડલાઇનનુ, સેન્ટાઇઝ, થર્મલસ્કેનિંગ વગર લોકો કરી રહ્યા મતદાન.

  • 28 Feb 2021 07:34 AM (IST)

    દાહોદમાં બચુ ખાબડેએ કર્યો મતદાન

    દાહોદમાં રાજ્ય પ્રધાન બચુ ખાબડેએ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • 28 Feb 2021 07:21 AM (IST)

    રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યું મતદાન

    રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ શાપરમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

  • 28 Feb 2021 07:18 AM (IST)

    વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ કર્યું મતદાન

    વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ નડિયાદમાં લાયન્સ હોલ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે.

  • 28 Feb 2021 07:04 AM (IST)

    નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મતદાન શરૂ

    81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થયો છે.

  • 28 Feb 2021 06:42 AM (IST)

    તાલુકા પંચાયતની 4774 બેઠક પૈકી 117 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ હોવાથી, આજે 4655 બેઠક માટે મતદાન યોજાશે

    ગુજરાતમાં 32 જિલ્લાની કુલ 232 તાલુકા પંચાયતની 4774 બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ બેઠકો પૈકી 117 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. 2 બેઠક ઉપર ફોર્મ જ ભરાયા નથી. આથી આજે તાલુકા પંચાયતની કુલ 4655 બેઠક માટે મતદાન યોજાશે. જેમાં ભાજપના 4652 ઉમેદવારો, કોંગ્રેસના 4594 ઉમેદવારો, બીએસપીના 255 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 1067 ઉમેદવારો, અન્ય રાજકીય પક્ષોના 558 ઉમેદવારો અને 1139 અપક્ષ ઉમેદવારો તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યાં છે.

  • 28 Feb 2021 06:37 AM (IST)

    31 જિલ્લાપંચાયતની 980 બેઠકમાંથી 25 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે, આજે 955 બેઠક માટે ચૂંટણી

    31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં મતદાન પૂર્વે જ 25 બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. આથી હવે આજે 955 બેઠક માટે મતદાન યોજાશે. જેમાં ભાજપના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો, બીએસપીના 88 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 304 ઉમેદવારો, અન્ય પક્ષોના 163 ઉમેદવારો અને 209 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમા તેમનુ કિસ્મત અજમાવી રહ્યાં છે.

  • 28 Feb 2021 06:34 AM (IST)

    81 નગરપાલિકાની 2729 બેઠકમાંથી 95 બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે

    ગુજરાતમાં 81 નગરપાલિકાની 680 વોર્ડની કુલ 2729 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી. જો કે મતદાન પૂર્વે 95 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આથી હવે 2625 બેઠકો માટે આજે મતદાન યોજાશે. 2625 બેઠકોમાંથી 2555 ઉમેદવારો ભાજપના, 2247 ઉમેદવારો કોંગ્રેસના, 109 ઉમેદવારો બીએસપીના, 719 ઉમેદવારો આમ આદમી પાર્ટીના,  અને 432 અન્ય પક્ષના તેમજ 1184 અપક્ષ ઉમેદવારો તેમના ભાવિ આજે અજમાવી રહ્યાં છે.

Published On - Feb 28,2021 7:40 PM

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">