ગુજરાતના શહેરો વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરી શકે તે દિશામાં અગ્રેસર : સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વિકાસ જ આપણી પ્રાથમિકતા છે. વિકાસનો કોઇ વિકલ્પ નથી.

ગુજરાતના શહેરો વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરી શકે તે દિશામાં અગ્રેસર : સીએમ ભૂપેન્દ્ર પટેલ
cm bhupendra patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 10:27 PM

અમદાવાદ(Ahmedabad)મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ(AUDA)દ્વારા થયેલા રૂ. 363 કરોડ ના વિકાસ કાર્યોના ગૃહમંત્રી અમિત શાહના(Amit Shah) હસ્તે લોકાર્પણ પ્રસંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)કહ્યું કે, વિકાસ જ આપણી પ્રાથમિકતા છે. વિકાસનો કોઇ વિકલ્પ નથી. રાજ્યના મહાનગરો સ્વચ્છતા-ડ્રેનેજ, વોટર ટ્રીટમેન્ટ-રિસાયકલીંગ ઓફ વોટરના ક્ષેત્રોમાં વિશ્વના શહેરોની સ્પર્ધા કરે એવી સ્થિતી ઊભી કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની નવી ટીમે નવો ઉમંગ, નવી શક્તિ – જોમ જુસ્સાથી ભાજપાની જનસેવા યાત્રા નરેન્દ્રભાઇ અને અમિતભાઇના દિશાદર્શનમાં બમણા વેગથી આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીની સરકાર, સતત એક પછી એક વિકાસ કામોની ભેટ જનતા જનાર્દનને આપે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, ભાજપા સરકાર કોરોના મહામારી જેવી અડચણો વચ્ચે પણ એક તરફ લોકોનો ખ્યાલ રાખી રહી છે તો સાથે સાથે વૈશ્વિક સ્તરની ઉત્તમ સુવિધાઓ પણ સતત વધારતી જઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પાછલા બે-અઢી દાયકામાં આદરણીય નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શહેરી સુખાકારી ક્ષેત્રે થ્રી સિક્સ્ટી ડિગ્રી પરિવર્તન લાવી દીધું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ અવસરે નગરજનોને સંબોધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, યોજનાઓ સમય કરતા વહેલી પૂરી થાય તે દિશામાં ગુજરાતની નવી ટીમ આગળ વધી રહી છે. સુવિધાસભર અને ઇઝ ઓફ લિવીંગમાં અગ્રેસર, આત્મનિર્ભર નગરો-મહાનગરોના નિર્માણથી આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. અમદાવાદ – ગાંધીનગરમાં કુલ રૂ. 363 કરોડના વિકાસ કામોની ભેટ એ તરફનું વધુ એક કદમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા બે – અઢી દાયકામાં ગુજરાતમાં માર્ગ, વીજળી, પાણી, ગેસ, બ્રોડબેન્ડ કનેક્ટિવીટી જેવી સુવિધાઓનું વિરાટ માળખું રાજ્ય સરકારે રચ્યું છે. ઓનલાઇન સિસ્ટમથી નકશા પ્લાન પાસ કરવા, વેરા બિલ ભરવા જેવી સિટીઝન સેન્ટ્રીક સગવડતાઓ અપનાવી લોકોને નગરપાલિકા-મહાપાલિકાની ઓફિસે આવવું જ ન પડે તેવી સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરી છે.

તેમણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે, નાણાંના અભાવે કોઇ યોજના અટકી હોય એવી સ્થિતીને ગુજરાતમાંથી દેશવટો આપ્યો છે. આપણે એવું આયોજન કર્યુ છે કે, રૂપિયા સામે સવા રૂપિયાનું કામ થાય છે. ડંકાની ચોટ ઉપર પૂરેપૂરી ટ્રાન્સપરન્સી સાથે અને એક પણ પાઇ પૈસાના ભ્રષ્ટાચાર વિના થાય તેની ફૂલપ્રૂફ વ્યવસ્થા વિકસાવી છે.

આ પણ  વાંચો :ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધારાસભ્ય આશા પટેલના ખબર અંતર પૂછ્યા

આ પણ  વાંચો :  Surat : વધતા કોરોનાના કેસો વચ્ચે યોજાઈ રહેલ હુનર હાટ કોર્પોરેશન માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">